Home /News /madhya-gujarat /અમદાવાદમાં હનીટ્રેપ : 'હું એકલી છું ઘરે આવ', યુવતીએ પતિ સાથે મળી 8 વર્ષ જુના મિત્રને ફસાવી પડાવ્યા રૂપિયા

અમદાવાદમાં હનીટ્રેપ : 'હું એકલી છું ઘરે આવ', યુવતીએ પતિ સાથે મળી 8 વર્ષ જુના મિત્રને ફસાવી પડાવ્યા રૂપિયા

હનીટ્રેપના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ

તારે બચવું હોય તો જલ્દી 50,000 રૂપિયા અમને આપી દે બાકી અમે તમને ખોટા કેસમાં ફસાવી દઈશું. એવું કહીને ત્રણે જણાએ વધુ માર માર્યો

અમદાવાદ : વેજલપુર વિસ્તારમાં હનીટ્રેપનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં વેજલપુર વિસ્તારમાં રહેતા 27 વર્ષીય યુવકને મહિલાએ ઘરે બોલાવી તેના પતિએ યુવકને માર મારી તેનું અપહરણ કરી પૈસા લઈ છોડી દીધા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં મહિલા સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ ધરી છે.

વેજલપુરમાં આવેલા આયેસા ડુપ્લેક્સમાં રહેતા શાહનવાજ શેખ કે જેઓ ગોતામાં એક કન્સ્ટ્રક્શનની ઓફિસમાં નોકરી કરે છે. 15મી ફેબ્રુઆરીના રોજ રાતના સમયે શાહનવાજ પોતાના ઘરે હજાર હતા તે સમયે તેમના વ્હોટ્સએપમાં અજાણ્યા નંબર બ્લેન્ક મેસેજ આવ્યા હતા. તે જ નંબર પરથી બીજા દિવસે યુવકને મેસેજ આવ્યો હતો કે તે આફરીન છે. આઠ વર્ષ પહેલા લગ્ન પ્રસંગમાં યુવકની મુલાકાત આફરીન નામની યુવતી સાથે થઈ હતી. મુલાકાત બાદ તેઓની ફોન પર અને વ્હોટ્સએપ પર ક્યારેક ક્યારેક વાતચીત કરતા હતા. જેથી યુવકને આફરીન નામ યાદ હતું. ત્યારે આફરીન શાહનવાજને તે સમયે પણ તેના ઘરે બોલાવતી હતી. જેથી યુવકે આફરીન ઘરે એકલી છે તેવું પૂછતાં તે જણાવતી કે પહેલા તે મુક્કાનગરમાં રહેતી હતી પણ હવે એકલી કમલ સોસાયટીમાં રહે છે, તેવું જણાવી વિશ્વાસમાં લીધો પણ યુવકે ત્યારે તેને મળવાની ના પાડી હતી.

આ પણ વાંચોઅમદાવાદ : સગીરાનો ફોટો મુકી લખ્યું - 'rate 2500 call me', બદનામ કરનાર નીકળી પિતાની મહિલા ફ્રેન્ડ

૧૭ મી ફેબ્રુઆરીના રોજ રાત્રે આફરીનનો યુવકને ફોન આવ્યો અને તેણે યુવકને કહ્યું, હું એકલી છું તેવું જણાવી ઘરે બોલાવ્યો હતો. યુવક પોતાનૂ સ્કુટર લઈને યુવતીના ઘરે પહોંચ્યો ત્યારે યુવતીના ઘર બહાર તેનો પતિ ઈમ્તિયાઝ ઉભો હતો તેણે યુવકનો હાથ પકડીને ઘરમાં લઈ જઈ માર માર્યો હતો. તે સમયે ઘરમાં આફરીન અને તેનો ભાઈ ઈકબાલ અને પતિ ઈમ્તિયાઝ હતા, બનેં ઈસમોએ યુવકને ગડદાપાટુનો માર મારતા યુવકે મને કેમ મારો છો તેવું પૂછતાં ઈમ્તિયાઝએ શાહનવાઝને "તારે બચવું હોય તો જલ્દી 50,000 રૂપિયા અમને આપી દે બાકી અમે તમને ખોટા કેસમાં ફસાવી દઈશું. એવું કહીને ત્રણે જણાએ વધુ માર માર્યો હતો અને તેના ખીસામાં રહેલા 17,000 રૂપિયા બળજબરીથી કાઢી લઇ તેનો મોબાઇલ લઇ મોબાઈલમાંથી શાહનવાજ અને આફરીન વચ્ચે થયેલા વ્હોટ્સએપ મેસેજ ડીલીટ કરી નાખ્યા હતા.

આ પણ વાંચો - અમદાવાદ : પોલીસ કર્મીની દીકરીને પ્રેમ જાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ, શાતીર પ્રેમીએ પિતાને પણ ગજબ છેતર્યા

ત્રણેય જણા ભેગા મળીને શાહનવાઝને ઘરની બહાર લઈ ગયા ત્યારે આફરીનના પિતા અને તેના માતા ત્યાં આવી જતા તેઓએ યુવકને છોડી દેવાનું કહ્યું હતું તેમ છતાં આ શખ્સોએ વાત ન માની અને બળજબરીથી આઈ-20 કારમાં યુવકને બેસાડી સરખેજ એસ.ઓ.જી.ની ઓફિસ બાજુ લઈ ગયા અને એસ.ઓ.જી ઓફિસના બહાર યુવકનો ફોન લઈ તેના પિતાને ફોન કરી 20,000 રૂપિયા લઇ આવવા માટે જણાવ્યું હતું. ત્રણેય જણા શાહ નવાઝને બાવળા રજોડા પાટીયા બાજુ ઈમ્તિયાઝના રૂમ ઉપર લઇ જઇ યુવકના પિતાને ફોન કરીને બોલાવી 20 હજાર રૂપિયા લઈને યુવકને છોડી મૂકયો હતો.

આ પણ વાંચોઅમદાવાદ : 'ઘરે બધા દિવ્યેશની રાહ જોઈ બેઠા હતા, અને...' SG હાઈવે પર કર્મકાંડી યુવાનને ટ્રકે કચડી માર્યો

યુવકે પોતાનું સ્કૂટર માંગતા આરોપીઓએ કાલે ફોન કરું ત્યારે ગાડી લઈ જજો તેવું કહીને 22 મી ફેબ્રુઆરીએ યુવકના પિતાને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા. યુવકના પિતા તથા મામા આફરીનના ઘરે ગયા હતા ત્યારે ઈમ્તિયાઝે યુવકના પિતાને કહ્યું હતું કે, તમે 40,000 રૂપિયા આપો તો હું તમને તમારું સ્કૂટર આપી દઈશ તેવુ કહી 40 હજાર રૂપિયા લઈને સ્કૂટર પરત આપ્યું હતું.

યુવતીના પતિ ઈમ્તિયાઝ અને ભાઈએ શાહનવાઝના પિતાને ધમકી આપી હતી કે, અમારા વિરુદ્ધ ફરિયાદ કરશો તો તમને અને તમારા દીકરાને જાનથી મારી નાખીશું. યુવકના પિતાએ ઘરે આવીને આ સમગ્ર મામલે પુત્રને જાણ કરતાં અંતે આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં આફરીન, ઈમ્તિયાઝ અને ઇકબાલ નામના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
First published:

Tags: Ahmedabad news, Ahmedabad police, Crime news, Honey trap

विज्ञापन