અમદાવાદ : 'હું તારો ભાવી પતિ છું, મારો હક્ક છે', વારંવાર હવસનો શિકાર બનાવી સગાઈ તોડી નાખી

અમદાવાદ : 'હું તારો ભાવી પતિ છું, મારો હક્ક છે', વારંવાર હવસનો શિકાર બનાવી સગાઈ તોડી નાખી
પ્રતિકાત્મક તસવીર

હું તને જ પ્રેમ કરું છું તારી સાથે જ લગ્ન કરવાનો છું. એટલે પતિ હક્કથી હું તારી સાથે કોઈ સંબંધ રાખું તો ચિંતા કરવાની જરૂર નથી

  • Share this:
અમદાવાદ : આપણી સગાઇ થઇ ગઇ છે, હું તને જ પ્રેમ કરું છું તારી સાથે જ લગ્ન કરવાનો છું. એટલે પતિ હક્કથી હું તારી સાથે કોઈ સંબંધ રાખું તો ચિંતા કરવાની જરૂર નથી. તેમ કહીને યુવતીને લલચાવી ફોસલાવી સગાઈ તોડી નાંખવાની ધમકી આપીને અવાર નવાર શારીરિક સંબંધ બાંધી આખરે સગાઈ તોડી નાખતા યુવક સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.

વસ્ત્રાલ રામોલ વિસ્તારમાં રહેતી એક યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, ગત વર્ષે તેની સગાઈ તેના જ સમાજના એક યુવક સાથે થઈ હતી. સગાઈ બાદ બંને ફોન પર વાતચીત કરતા હતા અને અનેક વખત ફરવા માટે પણ જતા હતા. જોકે એક દિવસ યુવતી તેના ભાઈના બર્થ ડેની ઉજવણી માટે તેના મંગેતર સાથે કેક લેવા માટે ગઈ હતી, ત્યારે આરોપીએ યુવતીને ક્યાં ઘરે લઇ જઇ એકલતાનો લાભ લઇને તેને ફોસલાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.આ પણ વાંચોઅમદાવાદમાં વધુ એક યુવતીનો કરૂણ આપઘાત, 'માંગ્યા પ્રમાણે દહેજ નથી લાવતી તો જીવે છે શું કામ?'

બાદમાં આરોપી યુવક યુવતીને કોલેજ મૂકી જવા માટેનું કહીને તેને કોલેજ મૂકવાને બદલે તેના ઘરે લઇ જતો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જો કે ઇન્કાર કરે તો તેની સાથે જબરજસ્તીથી તે શારીરિક સંબંધ બાંધતો હતો. એટલું જ નહીં જો યુવતી આ બાબતની જાણ કોઈને કરશે તો તેની સાથે સગાઈ તોડી નાખવાની પણ ધમકી આરોપી આપતો હતો.

આ પણ વાંચોરાજકોટમાં મંગળવાર બન્યો 'અમંગળ: યુવાન 50 મીટર ઢસડાયો, કમકમાટીભર્યા મોતનો Live Video

આમ ત્રણ વખત શારીરિક સંબંધ બાંધ્યા બાદ યુવતીના વર્તનનો વાંક કાઢીને યુવતી સાથે સગાઈ તોડી નાંખતા અંતે તેણે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:March 03, 2021, 19:59 pm

ટૉપ ન્યૂઝ