અમદાવાદ : 'મુંબઈની લોકમાન્ય તિલક કોલેજમાં એડમિશન થઈ જશે', ડોક્ટર સાથે 31.50 લાખની થઈ ઠગાઈ

અમદાવાદ : 'મુંબઈની લોકમાન્ય તિલક કોલેજમાં એડમિશન થઈ જશે', ડોક્ટર સાથે 31.50 લાખની થઈ ઠગાઈ
સોલા પોલીસ સ્ટેશન (ફાઈલ ફોટો)

હિતેન્દ્રને ગુજરાતમાં એડમિશન મળ્યું ન હતું, તેથી તેણે ફરી નીટની પરીક્ષાની તૈયારી ચાલુ કરી હતી.

  • Share this:
અમદાવાદ : મુંબઈની લોકમાન્ય તિલક કોલેજમાં એમ.એસ. સર્જરીમાં એડમિશન અપાવવાના બહાને કોલેજના ડેપ્યુટી ડીન સહિત બે ઠગે ગોતામાં રહેતા ડોક્ટર સાથે 31.50 લાખની ઠગાઈ કરી હોવાની ઘટના સામે આવી છે.

ગોતામાં આવેલ શુકન રે‌સિડેન્સીમાં રહેતા ડોક્ટર હિતેન્દ્ર દેસાઈએ સોલા પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. ડોકટર હિતેન્દ્ર વડનગર ખાતે જીએમઈઆરએસ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. હિતેન્દ્રને એમબીબીએસ પૂરું કર્યા બાદ જાન્યુઆરી-૨૦૨૦માં નીટની પરીક્ષામાં ૪૧૧ માર્ક્સ આવ્યા હતા અને હિતેન્દ્રને એમએસ સર્જરીમાં એડમિશનની ઈચ્છા હતી, જેથી તે કોઈ સારી કોલેજની શોધમાં હતો. હિતેન્દ્રને ગુજરાતમાં એડમિશન મળ્યું ન હતું, તેથી તેણે ફરી નીટની પરીક્ષાની તૈયારી ચાલુ કરી હતી.આ દરમિયાન હિતેન્દ્રના મોબાઈલ પર જય ગોવાણી નામના યુવકે ફોન કર્યો હતો. જય ગોવાણીએ હિતેન્દ્રને કહ્યું કે, તમારે એમએસ સર્જરીમાં એડમિશન લેવું હોય તો હું તમારું એડમિશન લોકમાન્ય તિલક કોલેજ, મુંબઈ ખાતે કરી આપું તેમજ આ કોલેજના ડીન સાથે મારી સારી ઓળખાણ છે અને હું તમારી મુલાકાત કરાવી દઇશ. તેણે આમ કહેતાં 9મી સપ્ટે. 2020ના રોજ હિતેન્દ્ર અને તેના પિતા જય ગોવાણીને મળવા મુંબઈ ગયા હતા. હિતેન્દ્ર અને તેના પિતા મુંબઈ પહોંચ્યા ત્યારે જય કોલેજ પાસે મળ્યો હતો. તેણે કહ્યું કે, સાંજે કોઈ મળશે, જેથી બીજા દિવસે મળવા માટે બોલાવ્યા હતા.

આ પણ વાંચો - અમદાવાદ : દહેજ ભૂખ્યો પતિ, 5.51 લાખ ના આપ્યા તો પરિણીતાને પડ્યો માર

બીજા દિવસે જયે હિતેન્દ્ર અને તેના પિતાની કોલેજના ડેપ્યુટી ડીન રાકેશ વર્મા સાથે મુલાકાત કરાવી હતી અને હિતેન્દ્રને તમારું એડમિશન થઇ જશે એમ કહી વિશ્વાસ અપાવ્યો હતો. જય ગોવાણીએ હિતેન્દ્રને કહ્યું કે, તમારે એડમિશનના 50 લાખ રૂપિયા થશે અને તમારે એડવાન્સ ૨૫ લાખ રૂપિયા આપવા પડશે. તેણે આમ કહેતાં હિતેન્દ્ર પોતાના ઉજ્જવળ ભવિષ્યનો વિચાર કરી એડમિશન લેવા તૈયાર થઇ ગયા હતા અને હિતેન્દ્રએ તેના તમામ ડોક્યુમેન્ટ જયને આપી દીધા હતા. હિતેન્દ્રએ તાત્કાલિક આંગડિયામાં બે લાખ રૂપિયા મંગાવીને જયને આપ્યા હતા.

તારીખ 11મી સપ્ટે 2020થી 11મી સપ્ટે 2020 સુધીમાં જય પર વિશ્વાસ રાખીને હિતેન્દ્રએ ૨૨ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ અલગ અલગ બહાનાં બનાવી બીજા 7.50 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. તારીખ 20 સપ્ટે 2020ના રોજ હિતેન્દ્ર અને તેના પિતા મુંબઈ ગયા હતા. ત્યાં જઈ તેમણે જય ગોવાણીને ફોન કરતાં અડધા કલાકમાં આવું છું એમ કહીને ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. હિતેન્દ્ર અને તેના પિતાએ સીધા કોલેજના ડીન રાકેશ વર્માને મળી બધી વાત કરી હતી. રાકેશ વર્મા કહ્યું કે, જય ગોવાણી સાથે વાત થઇ ગઈ છે. તમારું એડમિશન 5 ઓકટો. સુધીમાં થઇ જશે.

આ પણ વાંચોસુરત: વરાછામાં લુખ્ખાતત્વોની Live મારા મારીનો Video, ફેટંબાજી કરી સોસાયટીમાં આતંક મચાવ્યો

હિતેન્દ્ર અને તેના પિતા જ્યારે પાર્કિંગમાં હતા ત્યારે કોલેજના ડેપ્યુટી ડીન રાકેશ વર્માએ તેમની પાસે આવીને કહ્યું કે, તમે કેટલા પૈસા જય ગોવાણીને એડમિશન માટે આપ્યા છે, જેથી હિતેન્દ્રએ કહ્યું કે, અત્યાર સુધીમાં 31.50 લાખ રૂપિયા આપ્યા છે. બીજા દિવસથી રાકેશ વર્માએ પણ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. થોડા દિવસ બાદ તેમના પાડોશી, હિતેન્દ્ર અને તેના પિતા મુંબઈ ગયા હતા, જ્યાં તેમને જાણ થઇ કે સલીમ પટેલ, રાકેશ વર્મા તેમજ જય ગોવાણીએ બીજા ઘણા બધા સાથે ઠગાઈ કરી છે. ત્યારબાદ બધા રાકેશ વર્માની ઓફિસ ગયા, જ્યાં સલીમ પણ હાજર હતો. તેમણે કહ્યું કે, તમારું એડમિશન થઇ જશે, તમે વિશ્વાસ રાખો અને જો નહીં થાય તો તમારા ડોક્યુમેન્ટ તેમજ પૈસા પરત મળી જશે એમ રાકેશ વર્માએ વાત કરી હતી.

થોડા દિવસ બાદ હિતેન્દ્રના ઘરે એક કુરિયર આવ્યું, જેમાં તેના તમામ અસલી ડોક્યુમેન્ટ હતા, જોકે પરત પૈસા ના આપતાં હિતેન્દ્રએ વારંવાર જય ગોવાણીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. જય ગોવાણી, સલીમ પટેલ અને ડેપ્યુટી ડીન રાકેશ વર્માએ એડમિશન અપાવવાના બહાને ટુકડે ટુકડે 31.50 લાખ રૂપિયા હિતેન્દ્ર પાસેથી પડાવી લીધા હોવાથી સોલા પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
Published by:kiran mehta
First published:February 26, 2021, 15:25 pm

ટૉપ ન્યૂઝ