અમદાવાદ : આજે પણ આપણા સમાજમાં કેટલાક દહેજ (Dowry)ના ભૂખ્યા દાનવો હોય તેવું લાગી રહ્યું છે. કારણકે છેલ્લા કેટલાક સમયથી દહેજ મેળવવા ની લાલસા માં પરિણીતા (Married Woman)ને શારીરિક અને માનસિક ત્રાસ આપતા સાસરિયાઓ સામે અનેક ફરિયાદ દાખલ થયેલી જોવા મળે છે. ત્યારે અમદાવાદ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં (Police Station) આવી વધુ એક ફરિયાદ (FIR) દાખલ થઇ છે. જેમાં દહેજ ભૂખ્યા સાસરિયાઓએ પરિણીતા પર ત્રાસ ગુજારતા પરિણીતાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
નારોલ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેના લગ્ન ફેબ્રુઆરી ૨૦૧૯માં નરોડાના યુવાન સાથે થયા હતા. લગ્ન સમયે તેના પિતાએ રૂપિયા ૫૧ હજાર રોકડા, બાઈક, ફ્રિઝ, ટીવી, દાગીના અને ઘર વખરી ની વસ્તુ ઓ આપી હતી.
આ પણ વાંચો -
અમદાવાદ : 'ઘરે બધા દિવ્યેશની રાહ જોઈ બેઠા હતા, અને...' SG હાઈવે પર કર્મકાંડી યુવાનને ટ્રકે કચડી માર્યો
લગ્ન ના ૧૫ દિવસ બાદ પરિણીતા ના પતિ એ તેના પિતા એ લગ્ન સમયે કઈ આપેલ નથી તેમ કહીને તેની સાથે ઝઘડા કરવાનું શરુ કર્યું હતું. જો કે આ બાબતે પરિણીતા એ તેના સાસુ સસરા ને જાણ કરતા તેઓ એ કહેલ કે સારું થઈ જશે તેની મગજ હમણાં થોડું ખરાબ થઈ ગયેલ છે. જેથી આ બાબત ની જાણ પરિણીતાએ કોઈ ને કરેલ ના હતી.
આ પણ વાંચો -
રાજકોટ : કોંગી મહિલાના ઘરમાં બ્રાન્ડેડ દારૂનો ખજાનો, આ મહિલા પોલીસકર્મીએ કર્યો ગુનો ડિટેક્ટ
બાદ માં પરિણીતા ના સાસુ સારા અને દિયર નાની નાની બાબતો માં તેની સાથે તકરાર કરી ઝગડા કરતા હતા. અને જાન થી મારી નાંખવાની ધમકી આપતા હતા. એટલું જ નહિ દહેજ પેટે રૂપિયા ૫ લાખ ૫૧ હજાર લઈ આવવાની માંગણી કરી હતી. જ્યારે તેનો પતિ અવાર નવાર દારૂ પી ને પરિણીતાને માર મારતો હતો. આમ આ અંગેની જાણ પોલીસને કરતાં હાલ માં પોલીસ એ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.