અમદાવાદ : વેપારીની પુત્રીને નનામો પત્ર મોકલનારનો ભાંડો ફૂટ્યો, જુઓ - કોલેજના એક તરફી પ્રેમીની કહાની

અમદાવાદ : વેપારીની પુત્રીને નનામો પત્ર મોકલનારનો ભાંડો ફૂટ્યો, જુઓ - કોલેજના એક તરફી પ્રેમીની કહાની
એક તરફી પ્રેમીની કરતૂત

ભોગ બનનાર યુવતી એક જ કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે અને ફરિયાદીની પુત્રી અન્ય સાથે વાત કરતી હતી તે આરોપી ને પસંદ ન હતું

  • Share this:
અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા એક વેપારીએ એક અજાણ્યા યુવકથી કંટાળીને તેની સામે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરી હતી. સાયબર ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસે તપાસ શરૂ કરી કાર્યવાહી કરી હતી અને તપાસમાં તેજસ નામના એક યુવકની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, તેજસ અને ભોગ બનનાર યુવતી એક જ કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે અને ફરિયાદીની પુત્રી અન્ય સાથે વાત કરતી હતી તે આરોપી ને પસંદ ન હતું જેથી તેને આ પ્રકારનું કૃત્ય કર્યું..

શું હતો મામલો?વેપારીનો આરોપ છે કે, વર્ષ 2019થી એક યુવક અલગ અલગ રીતે તેમની દિકરીને રાહુલ(નામ બદલ્યું છે) તેની સાથે સંબંધ તોડી નાખવા અને તેની સાથે વાત નહીં કરવા ધમકી આપી રહ્યો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, વેપારીને 2 પુત્રી છે અને જેમાં એક વિદેશમાં અભ્યાસ કરે છે ત્યારે બીજી દીકરી અમદાવાદમાં અભ્યાસ કરે છે. વેપારી પોતે વેપાર કરી ગુજરાન ચલાવે છે. વર્ષ 2019ના નવેમ્બર મહિનામાં સોશ્યિલ મીડિયામાં એક યુવકે મેસેજ કરેલ કે રાહુલ સાથે સંબંધ તોડી દે નહીં તો પપ્પા ને કહી દઈશ એ મેસેજ ફરિયાદીની દીકરીએ ફરિયાદીને વંચાયેલ.

આ પણ વાંચો - રાજકોટ : જનેતા બની જમ, પ્રેમમાં આડખીલી પાંચ વર્ષના પુત્રની પ્રેમી સાથે મળી કરી હત્યા, કેવી રીતે ખુલ્યું રહસ્ય?

ફરિયાદીએ વાત ઉપર ધ્યાન આપેલ નહીં પરંતુ ત્યાર બાદ ફરિયાદીને fb ઉપર એજ યુવકે ફરિયાદીની દીકરી અને રાહુલના ફોટો મોકલી આપેલ જે ફોટો ફરિયાદીએ દીકરીને બતાવતા દીકરીએ કહેલ કે આ યુકવ તેની સાથે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. જોકે ત્યારબાદ jan અને ફેબ્રુઆરીમાં 2020માં ફરિયાદીના ઘરે 2 પત્રો આવ્યા હતા અને જેમાં ફરિયાદીની દીકરી સાથે રાહુલનો ફોટો હતો અને સાથો સાથ લખાણ હતું કે, રાહુલથી દૂર રહેવું તેવું લખેલું હતું.

આ પણ વાંચો - રાજકોટમાં તબીબી જગતનો ચોંવનારો કિસ્સો : Doctor પતિના કારણે ડેન્ટિસ્ટ પત્નીએ કરી આત્મહત્યા

જોકે ફરિયાદીએ તપાસ કરતા પત્ર નારાયણપુરા વિસ્તારમાંથી આવ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ફરિયાદીની દીકરીના ફોન ઉપર whatsapp કોલિંગ અને મેસેજ આવ્યા કે, રાહુલ સાથે સંબંધ તોડી નાખ. આરોપીએ ફરિયાદીની દીકરીની સમાજમાં બદનામી થાય તે પ્રકારનું કૃત્ય કરી રહ્યો હતો પરંતુ છેલ્લે 7-4-2021ના રોજ ફરી એક પત્ર ફરિયાદીના ઘરે આવ્યો અને જેમાં અંગ્રેજીમાં લખાણ હતું કે, 'અભી ભૂલે નહીં હૈ ફોટો હૈ હમારે પાસ ઔર રાહુલને બોલા હૈ કે વો બાત કરતા હૈ.' વગેરે ધમકી ભર્યો પત્ર હતો, જેથી ફરિયાદીએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરેલ છે, અને આ મામલે પોલીસે ફરિયાદ લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:April 10, 2021, 20:40 pm

ટૉપ ન્યૂઝ