અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad city police) તેમજ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા રોડ સેફટી માસનો શુભારંભ કરવામાં આવ્યો. ટ્રાફિક પોલીસ (Traffic Police) સાથે અકસ્માત (Accident) અને ટ્રાફીકને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ટ્રાફિક અને પાર્કિંગની (Traffic and parking) સમસ્યા હળવી કરવા માટે પોલીસ કમિશનર (police commissioner) સંજય શ્રીવાસ્તવે લાયન્સ ક્લબના ગવર્નરને એક ખાસ અપીલ કરી હતી કે જેમાં અમદાવાદ શહેર(Ahmedabad City)ના અલગ-અલગ વિસ્તારો ને અલગ-અલગ લોકો દ્વારા ટ્રાફિક બાબતે દત્તક લેવામાં આવે અને ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાઓનું નિરાકરણ તેમના દ્વારા લાવવામાં આવે.
અમદાવાદ શહેરમાં વાહનોની સંખ્યા દિવસે ને દિવસે વધતા રોડ અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. હત્યાના કેસની સામે અકસ્માતમાં મોત થવાના ત્રણ ઘણા કિસ્સા છે. ત્યારે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ તેમજ લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ દ્વારા સંયુક્ત રીતે રોડ સેફટી માસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ટ્રાફિક પોલીસના જવાનો અને અધિકારીઓએ અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે તેમજ ટ્રાફિક પોલીસ ને લગતા પ્રશ્નો પર ચર્ચાઓ કરી હતી.
શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હળવી કરવા માટે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે લાયન્સ ક્લબના ગવર્નરને એક ખાસ અપીલ કરી હતી કે જેમાં અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારો ને અલગ-અલગ લોકો દ્વારા ટ્રાફિક બાબતે દત્તક લેવામાં આવે અને ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાઓનું નિરાકરણ તેમના દ્વારા લાવવામાં આવે. એટલું જ નહિ કોરોના મહામારી ના કારણે માસના દંડ બાબતે પોલીસ અને લોકો વચ્ચે સર્જાતા ઘર્ષણ બાબતે પણ પોલીસ કમિશનરે પોલીસ કર્મીઓ ને લોકો સાથે ઘર્ષણમાં ન પડવાની પણ સુચના આપી હતી.
આ સેમિનાર માં સારી કામગીરી કરનાર પોલીસ જવાનને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પોલીસ કમિશ્નર દ્વારા પોલીસ ના પ્રશ્નો માટે લોક અદાલત તેમજ વેકસીનના બીજા તબબકામાં પોલીસ કર્મચારીઓને વેકસીન આપવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને 27 પોલીસ લાઇન ના એક વ્યક્તિઓને નિમણુંક પણ કર્યા છે. બીજા તબક્કામાં પોલીસને વેકસીન અપાશે અને તે માટે પોલીસનું લિસ્ટ પણ તૈયાર કરી દેવાયુ હોવાનો પોલીસ કમિશનરે સ્વીકાર કર્યો હતો.