અમદાવાદ : મૂળ ઉત્તર પ્રદેશના અને હાલમાં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા એવા મોહિત ગુપ્તાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી એ છે કે ચારેક મહિના પહેલા તેઓએ મિનરલ વોટરના પાણીના જગ માટે રૂપિયા 500 ડિપોઝિટ આપીને પીવાના પાણીના જગ બંધાવેલા હતા. શિવમ નામનો વ્યક્તિ રોજ તેઓ ને ત્યાં પાણીના જગ મુકવા માટે આવતો હતો.
છેલ્લા બે મહિનાથી તે સમયસર પાણીના જગ મુકવા માટે આવતો ન હતો અને તેમના ઘરે કેટલાક પાણીના જગ ખાલી પડેલા હતા. જેથી ફરિયાદીએ તેઓને આ જગ લઈ જઈને તેમની ડિપોઝિટ પરત આપવા માટે ફોન કરી જાણ કરી હતી.
આ પણ વાંચો -
સુરતમાં Live મારા મારી Video : મહિલાઓના સામાન્ય ઝગડામાં યુદ્ધ, 13 લોકો લાકડી-હથિયારો સાથે તૂટી પડ્યા
ગઈકાલે શિવમે ફરિયાદીને ફોન કર્યો હતો કે, રાજેન્દ્ર વેરા પર આવી જાવ અને ડીપોઝીટ લઈ જાઓ. જેથી ફરિયાદી અને તેનો મિત્ર અજીત બંને વેરા પર ગયા હતા, જ્યાં શિવમ અને તેના બે મિત્રો તેઓને મળ્યા હતા. જ્યાં શિવમે ફરિયાદીને કહેલ કે, તે પાણીના જગ લેવાનું કેમ બંધ કરી દીધું છે.
બદલામાં ફરિયાદીએ કહ્યું, સમયસર જગ આવતા ન હોવાથી મારે પાણી લેવું નથી મને ડિપોઝીટ પરત કરી દો તેમ કહેતા જ શિવમ ઉશ્કેરાઈ ગયો અને ગાળો બોલી ફરિયાદીને ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ શિવમના એક મિત્રએ પણ ફરિયાદીને માથાના ભાગે અને બન્ને નેણની વચ્ચે છરીના ઘા માર્યા હતા.
આ પણ વાંચો -
સુરતમાં સંબંધોનું ખૂન : બે નાનાભાઈએ મોટાભાઈને મોતને ઘાટ ઉતાર્યો, 'એસિડથી મોંઢુ બાળી લોખંડના રોડા માર્યા'
આ સમયે ફરિયાદીના મિત્રે વચ્ચે પડીને બચાવી લીધો હતો, ત્યારે આસપાસનાં લોકો એકઠા થઇ જતા શિવમે ફરિયાદીને ધમકી આપી હતી કે, હવે પછી દેખાતો નહીં, નહીં તો હાથ પગ ભાંગી નાખીશ. તેમ કહી ને તેઓ જતા રહ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.