અમદાવાદ : શહેરના ખોખરા વિસ્તારમાં બનેલી ઘટના તમામ માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો છે. ટ્યુશન ક્લાસમાં જતા એક બાળકનુ મોત અને અન્ય એકને ગંભીર ઈજા પહોંચી છે. જેમા રિક્ષા ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. જે અંગે પોલીસે ગુનો નોંધી પિતા પુત્રની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદની ખોખરા પોલીસે અક્ષય રાજપુત અને પિતા મનોજ રાજપુતની ધરપકડ કરી છે. બન્ને આરોપીએ ગંભીર બેદરકારી દાખવતા એક બાળકે જીવ ગુમાવ્યો છે, તો અન્ય બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે.
આ પણ વાંચો -
અમદાવાદ: 1 કરોડની ખંડણી માટે અપહરણ : ગોવા રબારીના કહેવાથી 14 લાખની સોનાની ચેઇન તેની પત્નીને આપી
બનાવની વિગત વાર વાત કરીએ તો, 26 જાન્યુઆરીના દિવસે મણીનગર દક્ષિણી રેલ્વે લાઈન પાસેથી ધોરણ 10મા અભ્યાસ કરતા બે બાળકો ટ્રેનની અડફેડે આવ્યા હતા. જેમા તનિષ્ક નામના વિદ્યાર્થીનુ મોત થયુ હતુ. જોકે તેના મિત્ર સંયમને ગંભીર ઈજા પહોચી હતી. જે બનાવમા બન્ને પિતા પુત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. રિક્ષાચાલક પિતા મનોજભાઈ રાજપુત રિક્ષામા વધુ બાળકો હોવાથી પોલીસ તેમને દંડ ન કરે તે માટે બાળકોને ચાલતા રેલ્વે ક્રોસ કરાવતા હોવાનુ પોલીસ તપાસમા સામે આવ્યુ છે. જે અંગે ખોખરા પોલીસે પિતા પુત્ર અને અન્ય એક રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી પિતા-પુત્રની ધરપકડ
26 તારીખે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ કરતા સંયમ નામના બાળકની પુછપરછમા આ હકિકત સામે આવી હતી. ઉપરાંત ફરિયાદી સંજય સુરાણાએ ફરિયાદ નોંધાવી છે કે, ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતા અક્ષય રાજપુતે પોતાના ટ્યુશન ક્લાસમાં આવવા જવા માટે પોતાના પિતા મનોજભાઈની રિક્ષા રાખવા માટે દબાણ કર્યુ હતુ, જેના દર મહિને 800 રૂપિયા ભાડા પેટે ચૂકવવામાં આવતા હતા. જોકે મનોજભાઈ પોતાની રીક્ષામા 3ની જગ્યાએ 6 બાળકો બેસાડતાં હતા અને પોલીસ રિક્ષા ડીટેઈન ન કરે કે પછી દંડ ન આપે તે માટે બાળકોને ચાલતા રેલ્વે લાઈન ક્રોસ કરવા માટે મજબુર કરતા હતા.
આ પણ વાંચો - જૂનાગઢ : યુવાન પર જીવલેણ હુમલો, દોડાવી-દોવી માર્યા છરીના ઘા, લોહીયાળ મારા મારીનો Live Video
ખોખરા પોલીસે બેદરકારીની કલમો નોંધી પિતા-પુત્રની ધરપકડ કરી છે. જોકે અન્ય એક રિક્ષાચાલક સોની કાકાનુ નામ પણ સામે આવ્યુ છે. જેને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે, ખોખરા પોલીસની તપાસમા શું નવો ખુલાસો થાય છે. ઉપરાંત આના બેદરકાર રિક્ષાચાલક અને ટ્યુશન ક્લાસ સંચાલકો શું શિખ લે છે કે તેમ છે એક સવાલ છે.