Home /News /madhya-gujarat /

અમદાવાદ: બાળકીને વારંવાર ન્યુમોનિયા થતો, તપાસ માટે દૂરબીનથી જોયું તો ડોક્ટરો પણ થયા આશ્ચર્ય

અમદાવાદ: બાળકીને વારંવાર ન્યુમોનિયા થતો, તપાસ માટે દૂરબીનથી જોયું તો ડોક્ટરો પણ થયા આશ્ચર્ય

ડોક્ટરોને જોખમી સર્જરીમાં મળી સફળતા

બાળકની અન્નળી અને શ્વાસનળી જોડાયેલી હોય તેવો પ્રથમ કિસ્સો જોવા મળ્યો, સિવિલના બાળ રોગ વિભાગના ડોક્ટરોએ જોખમી સર્જરી સફળ રીતે પાર પાડી બાળકીનો જીવ બચાવ્યો.

અમદાવાદ : સિવિલના બાળ રોગ સર્જરી વિભાગે 80 હજારથી 1 લાખ બાળકોમાં ભાગ્યે જોવા મળતો કિસ્સો જેમાં બાળકની અન્નનળી તો બનેલી હોય છે, પરંતુ તેનો એક હિસ્સો શ્વાસનળી સાથે જોડાયેલો હોય છે આવી પડકારજનક સર્જરી કરીને વધુ એક સિદ્ધિ મેળવી છે. સિવિલના બાળ રોગ સર્જરી વિભાગમાં 27મી મે 2021ના રોજ અમદાવાદના શ્રમિક દંપતિ સંજય અને હર્ષ નડિયાનું ચોથું સંતાન 11 વર્ષીય પલક નાડિયાને ન્યુમોનિયા તેમજ ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ સાથે દાખલ કરાઇ હતી.

બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષીએ જણાવ્યુ કે, 11 વર્ષની પલકને અત્યાર સુધી ઘણી બધી વખત ન્યુમોનિયા સાથે બાળ રોગ વિભાગ તેમજ અન્ય હોસ્પિટલમાં દાખલ થઇ છે. પણ આ વખતે પલકનો કેસ અમને થોડો ડિફિકલ્ટ લાગ્યો હતો. પ્રારંભિક તપાસ અને કોવિડ-19 RTPCR રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પલકનું CECT થોરેક્સ કરવામાં આવ્યું હતું. પલકના ન્યુમોનિયાને અમે સ્ટેબેલાઇઝ કર્યું. ત્યારબાદ સિટી સ્કેન કર્યા બાદ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર અભિલાષા. એસ. જૈનને એવું લાગ્યું કે, કદાચ આ બાળકીને એચ.વેરાઇટી ઓફ ટીયો ફિશિયોલા હોઇ શકે છે.

આ તારણ અમને જાણવા મળતા તાત્કાલિક જ આ બાળકને પીડિયાટ્રીક સર્જરીમાં લઇ જવામાં આવ્યું. જ્યાં આ બાળકીને સ્વાસ્થ નળીની અંદર દૂરબીન નાખીને જોયુ તો અમને પણ નવાઇ લાગી કે 11 વર્ષની બાળકીને સ્વાસ્થ નળી અને અન્ન નળી સાથેનું કનેક્શન દેખાયું. જેને મેડિકલ લેંગવેન્જમાં “એચ વેરાઇટી ઓફ ટિયોફિશ્યુલા(H-TOF) (અન્નળી –શ્વાસનળી જોડાયેલી હોય)” કહેવામાં આવે છે. બાળકને સ્ટેબેલાઇઝ કર્યા બાદ પડકારજનક સર્જરી કરવામાં આવી જેમાં અમને સફળતા પણ મળી. જેમાં એનેસ્થેશિયા વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. કિરણ પટેલ અને તેમની ટીમ દ્વારા આ જોખમી સર્જરીનું બિંડુ ઉપાડવામા આવ્યું.

દર્દી સાથે ડોક્ટરની ટીમ


આ અંગે વધુ વિગતો આપતા ડોક્ટરે કહ્યું કે, આવા કિસ્સામાં અન્નનળી તો બનેલી હોય છે પરંતુ તેનો એક હિસ્સો સ્વાસ્થ નળી સાથે જોડાયેલો હોય. આ એક રેર વેરાયટી છે અને 80 હજારથી 1 લાખ બાળકોમાં આવો કોઇક કિસ્સો જોવા મળતો હોય છે. પલકને વારંવાર ન્યુમોનિયા સાથે ઘણી વખત હોસ્પિટલાઇઝ થવું પડ્યું છે. ન્યુમોનિયાના સાથે પલકને ઘણી બધી અન્ય તકલીફ પણ છે જેમ કે હદયની તકલીફ, એક કાન બન્યો નથી, ઓછું સંભળાય છે, ફેશિયલ પાલ્સી છે તેમજ સ્પાઇનની પણ સમસ્યા છે. પલકને વેક્ટરલ એસોસેશન એટલે ટિયો ફિશિયોલા સાથે અન્ય એસોસેશન પણ છે જેના લીધે પલકનું વેઇટ, હાઇટ અને ગ્રોથ અને મેન્ટલ ડેવલોપમેન્ટ પર પણ અસર થઇ છે. એમાય વારંવાર હોસ્પિટલાઇઝ થવાથી પણ તેના ગ્રોથમાં ફરક પડ્યો છે.

સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટટેન્ડટ ડૉ. જે.વી. મોદી જણાવ્યું છે કે, સિવિલ હોસ્પિટલ ટર્સરી કેર સેન્ટર તરીકે પણ કાર્ય કરે છે. રાજ્ય અને દેશની અન્ય હોસ્પિટલમાં નિરાશ થયેલ દર્દીઓ પણ છેલ્લે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવે છે. અહીં આવતા દર્દીઓ સકારાત્મક પરિણામ લઇને જાય છે જેનું આ સર્જરી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે છે. સિવિલ હોસ્પિટલના તબીબોની દર્દીના જીવ બચાવવા પ્રત્યેની કટિબધ્ધતાના કારણે જ જુજ જોવા મળતી સર્જરી પણ સફળતાપૂર્વક પાર પડતી જોવા મળી છે.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad Civil, Ahmedabad Civil Hospital, Ahmedabad news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन