અમદાવાદ : 'ઘરે બધા દિવ્યેશની રાહ જોઈ બેઠા હતા, અને...' SG હાઈવે પર કર્મકાંડી યુવાનને ટ્રકે કચડી માર્યો

અમદાવાદ : 'ઘરે બધા દિવ્યેશની રાહ જોઈ બેઠા હતા, અને...'  SG હાઈવે પર કર્મકાંડી યુવાનને ટ્રકે કચડી માર્યો
અડાલજ પાસે અકસ્માતમાં યુવાનનું મોત

કામ અર્થે ગાંધીનગરથી ઉવારસદના રોડ પર થઈ ચાંદલોડીયા આવી રહ્યો હતો, ત્યારે અડાલજ નવા બ્રીજ પાસે એક કાળ બનીને આવેલા ટ્રકે યુવાનને અડફેટે લીધો

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસ બાદ લોકડાઉનના કારણે અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, પરંતુ ફરી અકસ્માતની ઘટનાઓનો રાફડો ફાટ્યો છે અને રોડ અકસ્માતમાં કમોતે મોતના સમાચાર ફરી વધી રહ્યા છે. આજે અમદાવાદના એક કર્મકાંડી યુવાનનું રોડ અકસ્માતમાં કરૂણ મોત નિપજતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના ચંદલોડિયા વિસ્તારમાં રહેતો અને કર્મકાંડનું કામ કરતો બ્રાહ્મણ યુવાન કોઈ કામ અર્થે ગાંધીનગરથી ઉવારસદના રોડ પર થઈ ચાંદલોડીયા આવી રહ્યો હતો, ત્યારે અડાલજ નવા બ્રીજ પાસે એક કાળ બનીને આવેલા ટ્રકે યુવાનને અડફેટે લઈ ફંગોળી દેતા નીચે પડ્યો તેના પર થઈ ટ્રક નીકળી જતા યુવાનનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.આ પણ વાંચોમોરબી: નવલખી બંદર પર ખેલાયો ખૂની ખેલ, 'છરીના ઘા ઝીંકી ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો'

વિગતે ઘટનાની વાત કરીએ તો, શહેરના ચાંદલોડીયા વિસ્તારમાં શાંતીનગર સોસાયટીમાં રહેતો 26 વર્ષિય દિવ્યેશ અનિલભાઈ દવે નામનો યુવાન સોમવારે ગાંધીનગર કર્મકાંડના કામ માટે ગયો હતો, સાંજે પોતાના ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે અડાલજ નવા બ્રીજ પાસેના ચાર રસ્તા પાસે ટ્રક ચાલકે તેને અડફેટે લઈ તેની પરથી ટાયર ફરી વળ્યું, જેમાં માથાના ભાગે ગંભીર રીતે કચડાઈ જતા તેનું મોત નિપજ્યું હતું.

મૃતકના ભાઈની ફરિયાદ અનુસાર, દિવ્યેશની ઘરે બધા રાહ જોઈ રહ્યા હતા, ત્યારે રાત્રે 11 વાગ્યે તેમના માસીના દીકરાનો ફોન આવ્યો કે, દિવ્યેશનો અકસ્માત થયો છે. દિવ્યેશે સોલા ભાગવત ખાતેથી 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે, પરિવારની આર્થિક સ્થિતિ વધારે સારી ન હોવાથી તે કર્મકાંડનું કામ કરી પરિવારમાં આર્થિક મદદ કરતો હતો. અચાનક નાનો ભાઈ અકસ્માતમાં મોતને ભેટતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે.

આ પણ વાંચો - બનાસકાંઠા : લોહીયાળ પારિવારિક ઝગડો, દિયરે સગી ભાભીની ધારીયા ઝીંકી કરી હત્યા

અકસ્માતની જાણ થતા પોલીલ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી, અને મૃતકને પીએમ માટે અડલજની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરી કરી છે.
Published by:kiran mehta
First published:February 24, 2021, 20:50 pm

ટૉપ ન્યૂઝ