અમદાવાદ: 25% સ્કૂલ ફી માફી મામલામાં નવો વળાંક, ખાનગી સ્કૂલ સંચાલકોએ હવે આ શરત મૂકી


Updated: October 1, 2020, 10:51 PM IST
અમદાવાદ: 25% સ્કૂલ ફી માફી મામલામાં નવો વળાંક, ખાનગી સ્કૂલ સંચાલકોએ હવે આ શરત મૂકી
વાલીઓ સરકાર દ્વારા જાહેર કરાયેલી 25 ટકા માફીની જાહેરાતનો જ વિરોધ કરી રહ્યા છે, ત્યાં શાળા સંચાલકો દ્વારા કરાયેલો આ ઠરાવ નવા વિવાદને જન્મ આપે તો નવાઈ નહીં.

વાલીઓ સરકાર દ્વારા જાહેર કરાયેલી 25 ટકા માફીની જાહેરાતનો જ વિરોધ કરી રહ્યા છે, ત્યાં શાળા સંચાલકો દ્વારા કરાયેલો આ ઠરાવ નવા વિવાદને જન્મ આપે તો નવાઈ નહીં.

  • Share this:
અમદાવાદ: રાજ્ય સરકારે સ્કૂલ ફી ભરવા માટે 25 ટકા માફીની જાહેરાતને હજુ ગણતરીના કલાકો જ વિત્યા છે ત્યાં, આ મામલામાં હવે નવો વળાંક આવ્યો છે. સરકારે આખા વર્ષ માટે વાલીઓને ફી માફી માટે 25 ટકાની રાહત આપી છે. પરંતુ, હવે તેમાં રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે હવે એક થઇ શરતી ઠરાવ કર્યો છે અને વાલીઓ જૂન 2020થી માર્ચ 2021 સુધીના વર્ષમાં પ્રથમ સત્રની ફી 31 ઓક્ટોબર સુધીમાં ભરે તો જ 25 ટકા રાહત આપવી.

હવે શાળા સંચાલકોના આ ઠરાવથી ફી મામલામાં નવો વિવાદ આપે તેવા સમીકરણો સર્જાયા છે. કોરોનાના કેસ સામે આવ્યા બાદ લોકડાઉનના કારણે સ્કૂલોમાં શિક્ષણ કાર્ય બંધ થયું, ત્યારથી ફીનો મુદ્દો વધુ પેચીદો બન્યો છે. અને ફી માફી માટે વાલીઓએ વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસે સરકારે સામે બાંયો ચઢાવી. વાલી મંડળે હાઇકોર્ટનો સહારો લીધો, અને આખરે ફીનો મામલો ઉકેલવા ફીનું ધોરણ નક્કી કરવાનો મુદ્દો સરકાર પર છોડ્યો. જે મામલે આખરે રાજ્ય સરકારે કેબીનેટની બેઠકમાં સમગ્ર વર્ષ માટે 25 ટકા ફી ભરવામાં રાહત આપી.

જોકે સરકારની જાહેરાતને હજુ અમુક કલાકો જ વિત્યા છે ત્યાં હવે શાળાના સંચાલકો એક થયા છે. રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડલે એકઠા થઇ એક ઠરાવ કર્યો છે. જેમાં એક શરત મુકવામાં આવી છે. આ ઠરાવમાં જણાવાયું છે કે, કોવિડ 19ની આ પરિસ્થિતિમાં વાલીઓને મદદ કરવાનું સ્વનિર્ભર શાળાઓ માટે તદ્દન અશક્ય હોવા છતાં જૂન 2020થી માર્ચ 2021 સુધીના શૈક્ષણિક વર્ષ માટે 31 ઓક્ટોબર સુધીમાં જૂનથી ઓક્ટોબર સુધીની ફી ભરે તો 25 ટકા ફી રાહત આપવાનું ઠરાવવામાં આવે છે. જે વાલીઓ 31 ઓક્ટોબર સુધીમાં ફી નહિ ભરે તેમને ફીમાં રાહત નહિ મળે.

આ પણ વાંચોસુરત: પશુપાલકની દાદાગીરી, ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ પર કર્યો હુમલો - Video વાયરલ

ઠરાવમાં એવું પણ ઉમેરવામાં આવ્યું છે કે, FRC દ્વારા નક્કી કરાયેલી ફી સિવાય વધારાની કોઇપણ ફી વિદ્યાર્થીઓ જ્યાં સુધી શાળામાં ના આવે ત્યાં સુધી લેવા નહિ આવે. આ અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડલના પ્રમુખ ભરત ગાજીપરાએ જણાવ્યું કે, પ્રથમ સત્રની ફી વાલીઓ 31 ઓક્ટોબર સુધીમાં ભરે તેને જ રાહતનો લાભ આપવો તેવું નક્કી કરાયું છે. તે નક્કી કરવું જરૂરી છે નહીં તો વાલીઓ સમયસર ફી ભરતા નથી.
મહત્વનું છે કે, કોરોનાના આ સંક્રમણમાં ઘણા વાલીઓને ઘર ચલાવવું પણ મુશ્કેલ પડી રહ્યું છે. હજુ તો વાલીઓ સરકાર દ્વારા જાહેર કરાયેલી 25 ટકા માફીની જાહેરાતનો જ વિરોધ કરી રહ્યા છે, ત્યાં શાળા સંચાલકો દ્વારા કરાયેલો આ ઠરાવ નવા વિવાદને જન્મ આપે તો નવાઈ નહીં.
Published by: kiran mehta
First published: October 1, 2020, 10:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading