Home /News /madhya-gujarat /

અમદાવાદીઓ જાણી લો, અમદાવાદમાં પાર્કિંગ પોલિસીને લઈને નિયમો પડતાં મુકાયા

અમદાવાદીઓ જાણી લો, અમદાવાદમાં પાર્કિંગ પોલિસીને લઈને નિયમો પડતાં મુકાયા

એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ

અમદાવાદમાં વાહન પાર્કિંગ માટે પ્લોટની અછત રહેલી છે. અનેક ફ્લેટ સોસાયટી પાસે વાહન પાર્ક માટે જગ્યા નથી. બીજી તરફ  મ્યુનિ.ની નવી પાર્કિગ પોલીસીથી ઊહાપોહ મચી ગયો

અમદાવાદ : મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં આજે નવી પાર્કિંગ પોલિસીને લઇને ચર્ચા કરવામાં આવી હતી, AMCશાસકો દ્વારા નવી પાર્કિંગ પોલિસી અમલમાં મૂકવા કવાયત હાથ ધરવામાં આવી હતી અને આ હેતુસર સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. નવી પાર્કિંગ પોલિસી અંતર્ગત લોકોએ મોટરકાર ખરીદતા પહેલાં પાર્કિંગની જગ્યા અંગે પુરાવા અંગે ખાતરી આપવી પડશે. આ નિયમ બનાવતા ઊહાપોહ મચી ગયો હતો ત્યારે નક્કી કરવામાં આવ્યું છે કે, અમદાવાદ પાર્કિંગ પોલિસી અંગે ફરીથી વિચારણા કરવામાં આવશે. જેને લઈને આજે AMC સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વાહન રજિસ્ટ્રેશન વખતે જગ્યાનો પુરાવો બતાવવાનો નિયમ રદ કરવામાં આવ્યો છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ ના જણાવ્યા પ્રમાણે પાર્કિંગ પોલિસી અંગે હજુ પણ વધુ અભ્યાસ કરવામાં આવશે અને આ માટે કમિટી દ્વારા યોગ્ય નિયમ બનાવી ત્યારબાદ આ પાર્કિંગ પોલિસી ઘડવામાં આવશે.

નાગરિકોના અભિપ્રાય લેવાશે

વધુમાં જણાવતાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કહ્યું હતું કે આ પાર્કિંગ પોલીસી અનુસાર ઓનરોડ પાર્કિંગની પોલિસી માટે નાગરિકોના અભિપ્રાય પણ લેવામાં આવશે. શહેરમાં 74 પાર્કિંગ સાઇટ ઉપલબ્ધ રહેશે. આ સાથે રોડ પર પાર્ક થતા વાહનોનો ચાર્જ ચૂકવવો પડશે.

આ પણ વાંચોઅમદાવાદ : હત્યા કેસમાં ચોંકાવનારો વળાંક, નણદોઈ અને સાળાવેલી વચ્ચે હતો Love! દંપતીએ કરી હત્યા

શા માટે આવી પોલિસી બનાવાઈ હતી?

અમદાવાદમાં વાહન પાર્કિંગ માટે પ્લોટની અછત રહેલી છે. અનેક ફ્લેટ સોસાયટી પાસે વાહન પાર્ક માટે જગ્યા નથી. બીજી તરફ મ્યુનિ.ની નવી પાર્કિંગ નીતિને પરિણામે શહેરીજનો એક કરતાં વધુ કારની ખરીદી કરતા અટકાશે. આ સાથે જાહેર સ્થળોએ વધારે સમય માટે પાર્કિંગ બંધ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આ નીતિ અંતર્ગત, કોમન પાર્કિંગ પ્લોટમાં માસિક અથવા વાર્ષિક ધોરણે પાર્કિંગની મંજૂરી અપાશે. તેમજ રહેણાંક સોસાયટીની નજીક પાર્કિંગની છૂટ આપવાના આયોજનની શક્યતા રહેલી છે. ત્યારે વધારે અભ્યાસ બાદ આ પોલિસી બનાવશે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમકોર્ટની રાજય સરકારને પાર્કિંગ પોલિસી બનાવવા ટકોર કરાઈ છે.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad Municiple corporation, Ahmedabad news, Parking, Parking charge, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ સમાચાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन