અમદાવાદ સિવિલ હોસ્પિટલ હર હમેશાં માટે કોઇના કોઇ વિવાદના સપડાતી હોય છે. કોરોના દર્દીઓના સારવાર મુદ્દો હોય કે અન્ય કોઇ મુદ્દે હમેશાં કોઇ વિવાદ થતો રહે છે. કોરોના દર્દીઓ બહાર કલાકો સુધી રઝળવું પડતું હોય કે, પછી દર્દીઓના મોત બાદ પણ કોલ સેન્ટરમાંથી ફોન આવે છે તમારા દર્દીઓ સાજા છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી અમદાવાદ સિવિલ ફરી વિવાદ થયો છે મૃતકના પરિવારજનોએ આરોપ મુક્યો છે કે, દર્દીને યોગ્ય સમયે વેન્ટિલેટર ન મળતા અને આઇસીયુમાં જગ્યા ન હોવાથી અમારો સ્વજન ગુમાવો વારો આવ્યો છે.
મૃતકના સ્વજન રતનસિંહનો આરોપ હતો કે, મારા મામા જેઓ મેઘાણીનગરના 57 વર્ષીય મિલન દેશમુખને ન્યુમોનિયાની સારવાર માટે સિવિલ દાખલ કરાયા હતા. ન્યુમોનિયાની સમસ્યા અંગે મિલન દેશમુખની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ન્યુમોનિયાને કારણે દર્દીને વેન્ટીલેટરની આવશ્યક્તા પડી હતી. વેન્ટિલેટર માટે દર્દીએ હોસ્પિટલના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી ડો. એમ. પ્રભાકર સાથે પણ વાત કરી હતી. પરિવારજનોનો આક્ષેપ કે વેન્ટિલેટર મળવાપાત્ર હોવા છતાં દર્દીની પછીના વ્યક્તિને વેન્ટિલેટર આપી દેવામાં આવ્યું છે.
મૃતકના પુત્ર ગૌરાંગ દેશમુખએ જણાવ્યું કે, વેન્ટિલેટર મળ્યું હોત તો શક્ય છે કે, તેમના પિતાનું મૃત્યુ ન થયું હોય. વેન્ટિલેટર આગલી રાત્રે હોવા છતાં દર્દીને વેન્ટિલેટર પર ના ખસેડવામાં આવ્યા. મૃતકના પુત્રનો આક્ષેપ કે જરૂરી સ્ટાફ પણ ફરજ પર હાજર રહેતો નથી.
આ મુદ્દે ડો એમ એમ પ્રભાકરે ટેલિફોનીક જણાવ્યું હતુ કે, શરૂઆતમાં બેડની સંખ્યા ઓછી હતી. પરંતુ સમાયાંતરે ઓક્સિજન બેડની સંખ્યા વધી છે. દર્દીની જરૂરિયાત મુજબ તેમની સારવાર થતી હોય છે. તબિયત સુચન કરતું હોય કે, વેન્ટિલટર રાખવું કે નહી. આક્ષેપ તો પરિવાર કરતા હોય છે. અમારી કોઇ ભુલ હાલ થઇ નથી. પરિવારના આરોપ ખોટા છે, સિવિલ હોસ્પિટલ મોટી છે અને સરકારી છે આથી લોકો આરોપ લગાવતા રહે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર