અમદાવાદ: મહિલાએ મોબાઇલ નંબર આપવાનો ઇન્કાર કરતા નરાધમે લિફ્ટમાં કરી ગંદી હરકત

અમદાવાદ: મહિલાએ મોબાઇલ નંબર આપવાનો ઇન્કાર કરતા નરાધમે લિફ્ટમાં કરી ગંદી હરકત
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

મહિલા પોતાની સોસાયટીમાં બેઠી હતી ત્યારે આરોપી તેની સામે જોતો હતો, મહિલા ઘરે જવા માટે લિફ્ટમાં બેઠી કે તે પણ પાછળ પાછળ લિફ્ટમાં ઘૂસી ગયો હતો.

  • Share this:
અમદાવાદ: હવસના ભૂખ્યા હવસખોરો ક્યારેક એટલી હદ સુધી પહોંચી જતા હોય છે કે તેઓને જેલ (Jail)માં જવાનો વારો આવે છે. આવા અનેક બનાવો સામે આવ્યા બાદ પણ નરાધમો જાણે કે સુધરવાનું નામ ન લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આવો વધુ એક બનાવ શહેરના નારોલ વિસ્તાર (Narol)માં જોવા મળ્યો છે. જેમાં આરોપીએ લિફ્ટ (Lift)માં સોસાયટીની મહિલાનો હાથ પકડી લીધો હતો અને ચેનચાળા કર્યાં હતાં. ડરી ગયેલી મહિલાએ તાત્કાલિક પતિ સહિતના લોકોને બોલાવી લીધા હતા અને આરોપીને પકડીને પોલીસને જાણ કરી હતી.

નારોલ વિસ્તારમાં રહેતી એક મહિલા ગઈકાલે સાંજે તેના પતિ સાથે પાણીપુરી ખાવા માટે બહાર ગઈ હતી. જે બાદમાં તેના પતિએ તેને સોસાયટીના ગેટ પર ઉતારી દીધી હતી અને તેઓ પોતાના કામથી બહાર નીકળ્યા હતા. મહિલા પોતાના સાસુ સાથે સોસાયટીના કમ્પાઉન્ડમાં બેઠી હતી ત્યારે એક નરાધમ અવારનવાર મહિલાની સામે જોતો હતો. જે બાદમાં મહિલા કંટાળીને તેના ઘરે જવા માટે નીકળી હતી.આ પણ વાંચો: ઓડિશા: મહિલાએ બે માથા, ત્રણ હાથ ધરાવતી જોડિયા બાળકીને આપ્યો જન્મ, શરીર એક જ!

મહિલાએ ઘરે જવા માટે લિફ્ટનો ઉપયોગ કર્યો હતો. આ સમયે નરાધમ પણ લિફ્ટમાં આવ્યો હતો અને મહિલાને તેનો મોબાઇલ નંબર આપવા માટે કહ્યું હતું. મહિલાએ મોબાઈલ નંબર આપ્યો ન હતો. જેથી આરોપીએ મહિલાનો હાથ પકડી બીભત્સ ચેનચાળા કરવાનો પ્રયત્ન કર્યો હતો.

આ પણ વાંચો: જમાઈએ સાસુ-સસરા, પત્ની અને સાળીને માછલીમાં ભેળવીને ખવડાવી દીધું ઝેર, ત્રણ લોકોનાં મોત


આ પણ વાંચો: જેઠ સાથે હતા આડા સંબંધ, પત્નીએ પતિની હત્યાની સોપારી આપી મોતને કોરોનામાં ખપાવી દીધું!


આ અંગેની જાણ મહિલાએ તેના પતિને કરતા તે પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જે બાદમાં એકઠા થયેલા લોકોએ આરોપીને ઝડપી પડ્યો હતો. જેની પૂછપરછ કરતા તેનું નામ હિરેન રાઠોડ અને નારોલનો રહેવાસી હોવાનુ જાણવા મળ્યુ છે. સમગ્ર બાબતની જાણ પોલીસને કરતા પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરુ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:April 12, 2021, 09:52 am

ટૉપ ન્યૂઝ