અમદાવાદ : મહિલાને નણંદોઈની ધમકી, તારે આજે નહીં તો કાલે મારી સાથે સંબંધ રાખવો જ પડશે


Updated: June 22, 2020, 9:44 AM IST
અમદાવાદ : મહિલાને નણંદોઈની ધમકી, તારે આજે નહીં તો કાલે મારી સાથે સંબંધ રાખવો જ પડશે
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં મહિલાએ તેના નણંદોઈ સામે ફરિયાદ આપી, આરોપીએ મહિલાના ઘરમાં ઘૂસી તેનો હાથ પકડી સંબંધ રાખવા દબાણ કર્યું હતું.

  • Share this:
અમદાવાદ : શહેરના નરોડા વિસ્તાર (Naroda Area)માં એક મહિલાને તેના જ સંબંધી (Relation)એ સંબંધ રાખવા માટે દબાણ કરી ધમકી આપતા પોલીસ ફરિયાદ (Ahmedabad Police) દાખલ થઈ છે. નરોડામાં રહેતી એક મહિલા (Woman Files complaint againt Relative)એ પોલીસ ફરિયાદ આપી છે કે આજથી દસેક વર્ષ પહેલાં જ્યારે તે ઘરની બહાર નીકળતી હતી ત્યારે તેના નણંદોઈ તેનો પીછો કરી છેડતી કરતા હતા અને કેટલીક વખત રસ્તામાં તેનો હાથ પકડીને સંબંધ રાખવા માટે દબાણ કરતા હતા.

જોકે, ફરિયાદીએ તેની સાથે સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. જ્યારે બે વર્ષ પહેલાં આરોપીએ મહિલાના ઘરે એક ગિફ્ટ મોકલી હતી. જેની જાણ મહિલાના પતિને થતાં આરોપી સાથે સંબંધ કાપી નાખ્યો હતો.


જ્યારે 20મી જૂનના રોજ મહિલા ઘરે બાળકો સાથે હતી ત્યારે આરોપી તેના ઘરમાં આવ્યો હતો અને મહિલાનો હાથ પકડીને તેને સંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું. આ સમયે મહિલાએ ના પાડતા જ આરોપીએ તેને ધમકી આપી હતી કે, "તારે આજે નહીં તો કાલે, સબંધ તો રાખવો જ પડશે. આવું નહીં કરે તો તારા પરિવારને જાનથી મારી નાખીશ." મહિલાએ સમગ્ર ઘટનાની જાણ તેના પતિને કરતા અંતે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો :  સુરતમાં ગુંડારાજ : ધોળેદિવસે વેપારીનું અપહરણ, ઘટનાનો CCTV Video સામે આવ્યો
First published: June 22, 2020, 9:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading