અમદાવાદ: વ્યાજખોરોના ત્રાસથી મારા પતિ થયા ગુમ, મહિલાએ 12 લોકો સામે નોંધાવી ફરિયાદ

News18 Gujarati
Updated: June 4, 2018, 6:36 PM IST
અમદાવાદ: વ્યાજખોરોના ત્રાસથી મારા પતિ થયા ગુમ, મહિલાએ 12 લોકો સામે નોંધાવી ફરિયાદ

  • Share this:
રાજ્યમાં વ્યાજખોરોની દાદાગીરીના કિસ્સા વધી રહ્યા છે. વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી અને ટોર્ચરની ઘટનાઓ વધુને વધુ સામે આવી રહી છે. વ્યાજખોરોના ત્રાસે લેમદારે આત્મહત્યા પણ કરી લીધાની ઘટનાઓ સામે આવતી હોય છે, તેવામાં વ્યાજખોરોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. આ વખતે ઘટના અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ઉજાગર થઈ છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના રખિયાલ વિસ્તારમાં એક મહિલાએ 12 લોકો સામે ફરિયાદ દાખલ કરાવી છે. મહિલાનો આરોપ છે કે, 12 લોકો ભેગા થઈને તેમના પતિને વ્યાજ માટે ત્રાસ આપી રહ્યા હતા જેથી તે ગુમ થઈ ગયા છે અથવા તેમને ગોંધી રાખવામાં આવ્યા છે. પોલીસે મહિલાના ફરિયાદના આધારે બે યુવકોની ધરપકડ કરી લીધી છે.

પોલીસનુ કહેવુ છે કે ફરિયાદીના પતિએ તમામ લોકો પાસેથી 60 લાખ રુપિયા લીધા હતા અને જેને લઈ તમામ લોકો વ્યાજ માટે દબાણ કરી રહ્યા હતા અને ત્રાસ આપી રહ્યા હતા. ત્યારે પોલીસે હાલ બે આરોપીઓની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે ત્યારે ફરિયાદીના પતિની શોધખોળ પણ હાથ ધરી છે. નોંધનીય છે કે વ્યાજખોરોના ત્રાસની ઘટનાઓ સતત વધી રહી છે અને જે ખુબજ ગંભીર બાબત છે.

ઉલ્લેખનીય છે કે, હજુ બે દિવસ પહેલા જ વ્યાજખોર ભાજપના યુવા મોરચા મંત્રી રાહુલ સોનીનો કિસ્સો પણ સામે આવ્યો હતો, જેમાં આ યુવા નેતા દ્વારા હિપોલીનના પૂર્વ ડિરેક્ટર વિવેક શાહને ધાક ધમકી આપવાની ગટના સામે આવી હતી. ભાજપ પક્ષ દ્વારા રાહુલ સોની પાસેથી તમામ પદ છીનવી લઈ પક્ષમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.
First published: June 4, 2018
વધુ વાંચો
अगली ख़बर