Home /News /madhya-gujarat /

અમદાવાદ : જન્મદિવસે જ હેવાન શિક્ષકે વિદ્યાર્થિનીને ગાલ પર બચકાં ભર્યાં, ફરિયાદ નોંધાઈ

અમદાવાદ : જન્મદિવસે જ હેવાન શિક્ષકે વિદ્યાર્થિનીને ગાલ પર બચકાં ભર્યાં, ફરિયાદ નોંધાઈ

પ્રતિકાત્મક તસવીર

શિક્ષક અશ્વિન પટેલ અવારનવાર ચાલુ ક્લાસે આ વિદ્યાર્થિનીને એકિટસે જોયા કરતો હતો.

અમદાવાદ : ગુજરાતમાં શિક્ષકોની હેવાનિયતના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદના જૂના વાડજમાં આવેલી મ્યુનિસિપલ શાળા નંબર- 3માં બન્યો હતો. એક હેવાન શિક્ષકે પોતાના જન્મદિવસે જ એક વિદ્યાર્થિનીને તેના ગાલ પર બચકાં ભરીને છેડતી કરી હતી. શિક્ષક સામે કોઇ પગલાં ન લેવાતા આખરે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે વાડજ પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂના વાડજમાં એક યુવક તેના પરિવાર સાથે રહે છે. સંતાનમાં તેને 11 વર્ષની દીકરી અને 8 વર્ષનો દીકરો છે. બંને બાળકો જૂના વાડજની મ્યુનિસિપલ શાળા નંબર-3માં અભ્યાસ કરે છે. પોતે આ સ્કૂલમાં એસએમસી સભ્ય પણ છે. આ શાળામાં અશ્વિન પટેલ નામનો શિક્ષક અવારનવાર 11 વર્ષની બાળકી સાથે મસ્તી કરતો હતો અને તેના પિતાને કહેતો કે તમારી છોકરી ખૂબ ચંચળ છે. આ બાબત તેઓને ન ગમતા પ્રિન્સિપાલને અનેકવાર રજૂઆતો કરી હતી પરંતુ કોઇ પગલાં ન લેવાતા પિતાએ લિવિંગ સર્ટિફિકેટ માંગ્યું હતું. જોકે, ચાલુ અભ્યાસે તે સ્કૂલ ન છોડી શકે તેમ સત્તાધીશોએ કહ્યું હતું.

શિક્ષક અશ્વિન પટેલ અવારનવાર ચાલુ ક્લાસે આ વિદ્યાર્થિનીને એકિટસે જોયા કરતો હતો. ગત તા. 28મીએ અશ્વિન પટેલનો જન્મદિવસ હોવાથી તેણે શાળાના તમામ શિક્ષકોને ચોકલેટ આપી હતી અને બાદમાં વિદ્યાર્થીઓને તે ચોકલેટ આપવા જતો હતો. આ દરમિયાન શાળાના પ્રથમ માળની સીડી પર પસાર થતી વિદ્યાર્થિનીને રોકીને તેને ગાલે બચકું ભર્યું હતું અને છાતી પર હાથ ફેરવ્યો હતો.

વિદ્યાર્થિનીએ પ્રતિકાર કરતા તેણે કોઇને આ વાત કરશે તો પિતાને મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે વિદ્યાર્થિનીએ પરિવારમાં જાણ કરી હતી. જે બાદમાં બાળકીના પિતાએ વાડજ પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Molest, Teacher, અમદાવાદ, છાત્ર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन