Home /News /madhya-gujarat /

અમદાવાદનાં સફાઇકર્મીનું કોરોનાને કારણે મોત, સરકાર 25 લાખની સહાય અને નોકરી આપે : કૉંગ્રેસ

અમદાવાદનાં સફાઇકર્મીનું કોરોનાને કારણે મોત, સરકાર 25 લાખની સહાય અને નોકરી આપે : કૉંગ્રેસ

શૈલેષ પરમાર

બહેરામપુરા, દુધવાળી ચાલીમાં રહેતા જયંતીભાઇ બાબુભાઇ પરમાર, સફાઈ કામદારની ફરજ દરમ્યાન કોરોના વાયરસનો ચેપ લાગતા દુ:ખદ અવસાન પામેલ છે

અમદાવાદ :  વૈશ્વિક મહામારી કોરોના વાયરસની સામે જંગ લડવા અનેક કોરના વોરિયર્સ મેદાનમાં ઉતર્યા છે. આ જ પ્રકારની જંગ લડવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના બહેરામપુરા, દુધવાળી ચાલીમાં રહેતા જયંતીભાઇ બાબુભાઇ પરમાર, સફાઈ કામદારની ફરજ દરમ્યાન કોરોના વાયરસનો ચેપ લાગતા દુ:ખદ અવસાન પામેલ છે. ત્યારે તેમના પરિવારને સમયસર મદદ મળી રહે તે માટે ગુજરાત વિધાનસભાના વિપક્ષ ઉપનેતા શૈલેષ પરમાર દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પત્ર લખીને તેમના પરિવારના વારસદારને 25 લાખની સહાય અને નોકરી આપવા ભલામણ કરવામાં આવી છે.

શૈલેષ પરમારે પોતાના આ પત્રમા જણાવ્યું છે કે, હાલમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન છે. કોરોના વાયરસ સામે ખાસ કરીને આરોગ્યના કર્મચારીઓ, પોલીસ જવાનો. સફાઈ કર્મચારીઓ પોતાના અને પરીવારના જોખમ હોવા છતા સિપાહી તરીકે સેવામાં કાર્યરત છે. તેવામાં આવા કોઈ કર્મચારીનું કોરોનાના કારણે દુખ:દ અવસાનના કિસ્સામાં સરકારે તેમના વારસદારને રૂ. 25લાખની સહાય ચુકવવાની જાહેરાત રજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે.

આ પણ વાંચો  : વધતા કોરોના સંક્રમણને કારણે અમદાવાદનાં જમાલપુર બ્રિજ અને આંબેડકર બ્રિજ પણ સંપૂર્ણ બંધ

મારા મત વિસ્તારમાં અમદાવાદ શહેરના બહેરામપુર, દુધવાળી ચાલીમાં રહેતા જયંતીભાઈ બાબુભાઈ પરમાર જેઓ અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનમાં ઇસનપુર વટવા વોર્ડમાં સફાઈ કામદારની ફરજ બજાવતા હતા. જેમનું કોરોના વાયરસનો ચેપ લાગતા ગત 29 એપ્રિલના રોજ દુઃખદ અવસાન થયુ છે. સફાઈ કામદારના પરિવારની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી છે. તેમજ કોરોનાના કપરા કાળમાં ફરજ બજાવતાં તેમનું કોરોનાનો ચેપ લાગવાથી મૃત્યુ થયું છે. ત્યારે રાજ્ય સરકારે કરેલી જાહેરાત મુજબ મૃતકના વારસદારને રૂ. 25 લાખની આર્થિક સહાય વહેલી તકે ચુકવવા અને તેઓના વારસદારને સરકારી નોકરી પુરી પાડવામાં આવે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા ભલામણ સહ વિનંતી છે.

આ પણ જુઓ  : 
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકા, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन