શું તમારે તમારા ઘર આંગણે વૃક્ષારોપણ કરવું છે? તો આ રીતે અમદાવાદ મહાનગર પાલિકાનો કરો સંપર્ક


Updated: June 25, 2020, 7:41 PM IST
શું તમારે તમારા ઘર આંગણે વૃક્ષારોપણ કરવું  છે? તો આ રીતે અમદાવાદ મહાનગર પાલિકાનો કરો સંપર્ક
પ્રતિકાત્મક તસવીર

amc સેવા એપ્લિકેશનના માધ્યમથી અમદાવાદીઓ વૃક્ષો ની સંખ્યા અને કયા પ્રકારના વૃક્ષો વાવવા તેની નોંધણી કરાવી શકશે

  • Share this:
અમદાવાદ : આજે અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકાની ઝોન ઓફિસ ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવાઈ હતી જેમાં અમદાવાદ મહાનગરપાલિકાના મેયર બિજલ પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમૂલ ભટ્ટ ભાજપના નેતા શ્રી અમિત શાહ અને ઠંડક રાજુભાઈ ઠાકોર ની હાજરીમાં 19 કામો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટના જણાવ્યા અનુસાર વોટર સપ્લાય કમિટી, ફાયર વિભાગ, યુ સી ડી વિભાગ, રોડઝ એન્ડ બિલ્ડિંગ કમિટી તથા સીએન સી ડી વિભાગ ના કામો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં વેજલપુર 85 લાખના ખર્ચે ડ્રેનેજ લાઈન, રૂપિયા 3.50 કરોડ ના ખર્ચે સબ મર્સિબલ પંપ અપગ્રેડેશન નવા ખરીદવા અંગે મંજૂરી આપવામાં આવી હતી આ સાથે પશ્ચિમ ઝોનમાં રિસરફેસ અને પેચ વર્ક ના કામોને મંજૂરી આપવામાં આવી છે. રૂપિયા 80 લાખ ના ખર્ચે વસ્ત્રાલ વિસ્તારમાં જિમ અને લાયબ્રેરી વિકસાવવા અંગે મંજૂરી આપવામાં આવી છે. આ સાથે અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા સ્મશાન ગૃહને  કરોડના ખર્ચે નવીનીકરણ કરવાના ટેન્ડર ને  મંજૂરી આપેલી છે.

29 જૂન થી પ્લાન્ટેશન ઓન ડિમાન્ડ  પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવશે

અમદાવાદ શહેરમાં આવેલા 250 જેટલા બગીચાઓમાં આયુર્વેદિક કોર્નર તૈયાર કરવા માં આવશે. જેમાં આયુર્વેદિક રોપા તુલસી અરડુસી ગીલોઈ જેવા આયુર્વેદિક રોપાનો ઉછેર કરવામાં આવશે. amc સેવા એપ્લિકેશનના માધ્યમથી અમદાવાદીઓ વૃક્ષો ની સંખ્યા અને કયા પ્રકારના વૃક્ષો વાવવા તેની નોંધણી કરાવી શકશે.જે બાદ 15 દિવસમાં ગાર્ડન વિભાગ દ્વારા નાગરિકોના ઘર આંગણે વૃક્ષારોપણ કરવામાં આવશે.

પ્રોપર્ટી ટેકસમાં રાહત અંગે આ રીતે લાભ મેળવી શકાશે

અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટના કહેવા પ્રમાણે હાલ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સની 10 ટકા રીબેટ ની સ્કીમ અમલમાં છે જે 30 june 2020 સુધી જ અમલમાં રહેશે. આગે અમદાવાદીઓને જાણ થતા 25 june 2020 સુધી કુલ 1.81 લાખ કરદાતાઓએ 129.48 કરોડ નો ટેક્ષ જમા કરાવ્યો છે. રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે ટેક્ષ ભરેલ કરદાતાને વર્ષ 2020 - 21 માં નિયમ પ્રમાણે નાણાં ક્રેડિટ ચૂકવવામાં આવશે. જે કોઈ અમદાવાદી આ સ્કીમનો લાભ લેવા માંગતું હોય તેમણે 30- 6 -2020 સુધી એડવાન્સ ટેક્સ ભરી ને લાભ લઈ શકશે તેવું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનએ જણાવ્યું હતું.
First published: June 25, 2020, 7:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading