અમદાવાદ : બાંધકામ વપરાશની પરવાનગી વગર ચાલતી 9 હોસ્પિટલો પર એએમસીની તવાઇ

અમદાવાદ : બાંધકામ વપરાશની પરવાનગી વગર ચાલતી 9 હોસ્પિટલો પર એએમસીની તવાઇ
બાંધકામ વપરાશની પરવાનગી વગર ચાલતી 9 હોસ્પિટલો પર એએમસીની તવાઇ

અમદાવાદ મહાનગર પાલિકા પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગની કાર્યવાહી

  • Share this:
અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા બાંધકામ વપરાશની પરવાની વગર ચાલતા એકમો સામે લાલ આંખ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકાએ નવ ખાનગી હોસ્પિટલની વહિવટી ઓફિસ સીલ કરી છે . ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી બાદ થયેલા આદેશના પગલે કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદ મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર કરાયેલ પ્રેસ મુજબ એએમસીએ જણાવ્યું હતું કે નામદાર હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી બાદ કોર્ટના નિર્દેશ બાદ પશ્ચિમ હદ વિસ્તારમાં આવેલી નવ ખાનગી હોસ્પિટલને નોટિસ બાદ સિલિંગ કાર્યવાહી કરવામાં આવી છે. હોસ્પિટલો દ્વારા બાંધકામની પરવાનગી/ બાંધકામ નિયમિત કરાવી પ્રમાણ પત્ર મેળવેલ ન હોઇ સદર હોસ્પિટલો દ્વારા વહિવટી ઓફિસ સીલ કરવામાં આવી છે. આ હોસ્પિટલના નામ આ મુજબ છે. ચાંદખેડાની પુષ્યમ હોસ્પિટલ, સાબરમતીની પરિમલ હોસ્પિટલ, રાણીપની સંવેદના મલ્ટી હોસ્પિટલ, નવા વાડજની જીવનદીપ હોસ્પિટલ, નવરંગપુરાની જગમોહન હોસ્પિટલ, પાલડીની મયુર એમ શાહ હોસ્પિટલ, આશિષ ચિલ્ડ્રન હોસ્પિટલ, વાસણાની દેવ હોસ્પિટલનો સમાવેશ થાય છે.આ પણ વાંચો - દિલ્હી સહિત 9 રાજ્યોમાં ફરી વધી રહ્યા છે કોરોનાના કેસ, કેન્દ્રએ આપ્યા ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટના નિર્દેશ

એએમસી એસ્ટેટ વિભાગ ટીપી રસ્તા ખુલ્લા કરવા/ ટીપી રસ્તા પરના દબાણ / મ્યુનિ. રિઝર્વ પ્લોટમા થયેલા દબાણ / બિન પરવાનગીના બાંધકામ દુર કરવા તથા સિલિંગ ઝુંબેશના ભાગ રૂપે કામગીરી કરી છે. ભવિષ્યમાં પણ એએમસી દ્વારા આ પ્રકારની કાગમીરી ચાલુ રહેશે . બિનપરવાગી બાંધકામ કરનાર એકમ સામે લાલ આંખ એએમસી તંત્ર કરશે. હાઇકોર્ટ દ્વારા આદેશ અપાયા છે કે સરકારી માલિકીની જગ્યા પર રહેલા અને નિયમ વિરૂદ્ધ બનેલા એકમ સામે લાલ આંખ કરવામાં આવી જોઇએ. આ ઉપરાત હાઇકોર્ટ દ્વારા શાળા અને હોસ્પિટલની સુરક્ષા મુદ્દે કડક શબ્દમાં તંત્રની ટિકા સાથે નિયમ કડકાઇથી અમલ કરવા આદેશ અપાયા છે.
Published by:Ashish Goyal
First published:March 06, 2021, 19:41 pm

ટૉપ ન્યૂઝ