Home /News /madhya-gujarat /

અમદાવાદ : AMCના વેકિસન લક્કી ડ્રો માં શાકભાજીવાળાને લાગી લોટરી, ગિફ્ટમાં મળ્યો આઈફોન

અમદાવાદ : AMCના વેકિસન લક્કી ડ્રો માં શાકભાજીવાળાને લાગી લોટરી, ગિફ્ટમાં મળ્યો આઈફોન

અમદાવાદ મહાનગર પાલિકાએ વેક્સિનનો બીજો ડોઝ લોકો ઝડપથી લે તે માટે એક સ્કીમ જાહેર કરી હતી

Coronavirus case in Gujarat - વેક્સિનનો બીજો ડોઝ લોકો ઝડપથી લે તે માટે અમદાવાદ મહાનગરપાલિકાએ એક સ્કીમ જાહેર કરી હતી, શાકભાજીનો વેપાર કરતા કિશનભાઇ માનવા તૈયાર ન હતા કે તેમને 60 હજારનો આટલો મોંઘો ફોન ગિફ્ટમાં મળ્યો છે

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના (Coronavirus case in Gujarat)નવા વેરિએન્ટ ઓમિક્રોનના (Omicron Variant)કેસ વધી રહ્યા છે. તેવામાં અમદાવાદ મહાનગર પાલિકાએ (Ahmedabad Municipal Corporation)વેકિસનેશન કામગીરી વધુ ઝડપી બંને તે માટે અલગ અલગ પ્રોત્સાહિત ઇનામ જાહેર કર્યા છે. બીજો વેકિસનેશન (Vaccination)ડોઝ વધુ કારગર બનવા માટે સૌથી મોંઘો ગણાતો આઇફોન(I-Phone) ગિફ્ટ આપવામા આવ્યો છે.

કોરોના જંગ સામે એકમાત્ર શસ્ત્ર વેક્સિન છે ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાએ વેક્સિનનો બીજો ડોઝ લોકો ઝડપથી લે તે માટે એક સ્કીમ જાહેર કરી હતી. 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર વચ્ચે જે પણ વ્યક્તિ વેકિસનનો બીજો ડોઝ લે તેઓનું નામ લક્કી ડ્રો કરી સૌથી મોંઘો ગણાતો આઇફોન આપવાની જાહેરાત કરી હતી. આ ઇનામ આજે મેયરના હસ્તે આપવામા આવ્યું હતું. સાત દિવસમાં એક અંદાજ મુજબ 75 હજાર લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. બહેરામપુર વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો છૂટક વેપાર તેમજ ડ્રાઇવિંગ કરનાર 30 વર્ષીય કિશનભાઇ મકવાણા આઇફોનના વિજેતા બન્યા છે.

આ પણ વાંચો - રાજ્યમાં અન્ન અને પૂરવઠા વિભાગ બનાવશે ‘રાશન’ એપ, જાણો ગ્રાહકોને શું ફાયદો થશે

આઇફોન ગિફ્ટ મેળવનાર કિશનભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે એક સમય માટે હું આ ફોન કોલ્સ અને ગિફ્ટ માત્ર ફ્રોડ ગણતો હતો. કારણ કે આ રીતે ફોન આવતા હોય છે તે તમને ગિફ્ટ લાગી છે. જ્યારે પહેલી વાર ફોન આવ્યો ત્યારે મને વિશ્વાસ બેઠો ન હતો. પરંતુ મારા ઘરના સરનામાં પર એએમસીની ટીમ આવી હતી અને સમગ્ર માહિતી આપી હતી કે લક્કી ડ્રોમા તમારું નામ લાગ્યું છે. હું એક સાદો ફોન યૂઝ કરનાર વ્યક્તિ છું. આઇફોન નામ સાંભળ્યું હતું પરંતુ 60 હજારનો આટલો મોંઘો ફોન મારી પાસે હશે તે ક્યારે કલ્પના કરી ન હતી. સૌ કોઇ વ્યક્તિએ વેકિસન ચોક્કસ લેવી જોઇએ.

એએમસી આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે કિશનભાઇને આઇફોન ગિફ્ટમાં મળવાની ખુશી તો ચહેરા પર છે પણ એએમસી માટે માથાનો દુખાવો એ ઘટના બની હતી કે કિશનભાઇ મકવાણા માની જ રહ્યા ન હતા કે તેઓને આઇફોન ગિફ્ટમા લાગ્યો છે. તેઓ માનતા હતા કે તેઓ સાથે કોઇ ફ્રોડ કરી રહ્યું છે. પરંતુ એએસમી આ સ્ક્રિમ તૈયાર કરી લોકોને પ્રોત્સાહિત કરે છે.

આ પણ વાંચો - અમદાવાદ : સાબરમતી નદી ફૂટ બ્રિજના નામકરણ પર રાજકારણ, ભાજપ અને કોંગ્રેસ આમને-સામને

એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઇ બારોટે જણાવ્યું હતું કે મહાનગરપાલિકા વેકિસન માટે પ્રોત્સાહિત કરવા અલગ અલગ સ્ક્રિમ ચલાવી રહી છે. આ પહેલા એએમસી દ્વારા વેકિસન કામગીરી વધુ ઝડપી બનાવવા માટે તેલના એક લિટર પાઉચ આપવામા આવ્યા હતા. તેમજ સ્માર્ટફોન પણ આપ્યો હતો. પરંતુ પ્રથમવાર કોઇ મહાનગરપાલિકા હશે જેમણે આઇફોન ગિફ્ટ કર્યો હશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Coronavirus, Omicron variant, ગુજરાત

આગામી સમાચાર