શહેરમાં રોગચાળાની રંજાડ, મચ્છરનું બ્રિડીંગ મળતા 22 સાઇટ સીલ

News18 Gujarati
Updated: November 10, 2019, 2:28 PM IST
શહેરમાં રોગચાળાની રંજાડ, મચ્છરનું બ્રિડીંગ મળતા 22 સાઇટ સીલ
મચ્છરનું બ્રિડીંગ મળતા 22 સાઇટ સીલ

મેલેરિયા વિભાગ દ્વારા સાત ઝોનમાં 261 કન્સ્ટ્રક્શન સાઇટ ચેક કરવામાં આવી હતી. જેમાં 90 સાઇટને નોટિસ અપાઇ હતી. અને 22 એકમોને સીલ કરી 3,68,500 રૂપિયા જેટલી રકમ દંડ પેટે વસુલ કરી હતી.

  • Share this:


પ્રણવ પટેલ, અમદાવાદ-  શહેરમાં રોગચાળાની રજાડ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેલેરિયા વિભાગ દ્વારા શહેરમાં સાત ઝોનમાં કન્સ્ટ્રક્શન સાઇટનું ચેકીંગ હાથ ધર્યુ હતું.. મચ્છરનું બ્રિડીંગ મળી આવતા 22 સાઇટ સીલ કરવામાં આવી હતી.એ.એમ.સી હેલ્થ અધિકારી ડૉ. ભાવિન સોલંકીએ અખબારી યાદીમાં જણાવ્યું હતું, કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ હસ્તકના મેલેરિયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વિગેરે કેસોનો અટકાવવા, નિયંત્રણ કરવા તથા ભારત સરકાર દ્વારા વર્ષ 2030 સુધીમાં અને ગુજરાતમાં વર્ષ 2022 સુધી મેલેરિયા મુક્ત ગુજરાત જાહેર કરેલ નિર્ધારના પગલે સ્કૂલ-કોલેજ અને સાઇટમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું..

વધુમાં જણાવ્યુ હતું કે, મેલેરિયા વિભાગ દ્વારા સાત ઝોનમાં 261 કન્સ્ટ્રક્શન સાઇટ ચેક કરવામાં આવી હતી. જેમાં 90 સાઇટને નોટિસ અપાઇ હતી. અને 22 એકમોને સીલ કરી 3,68,500 રૂપિયા જેટલી રકમ દંડ પેટે વસુલ કરી હતી. આ ઉપરાંત પેલેડીયમ મોલ સાઇટ પાસેથી 50 હજાર રૂપિયાનો દંડ, રાજકમલ ઇન્ફાસ્ટ્રક્ચર પ્રા.લિ પાસેથી 30 હજાર રૂપિયાનો દંડ, નિરમા યુનિ. પાસેથી 25 હજાર રૂપિયાના દંડની વસુલાત કરી હતી.

ચેક કરેલ યુનિટ્સમાં સાઇટોમાં લીફ્ટના ખાડાઓમાં, સ્ક્રેપ મટીરીયલ્સમાં, ખુલ્લી ટાંકી, ભોંયરામાં, કંપાઉડમાં પડેલ બકૅટ, પક્ષીચાટ, ભંગાર વગેરે જગ્યા પર ચેકીંગ હાથ ધરાયું હતુંએ.એમ.સી દ્વારા મચ્છરનો ઉપદ્રવ અટકાવા માટે ફોગીંગ, જંતુનાશક દવાના છંટકાવની કામગીરી, મચ્છરના પોરા ચેકીંગ અને નાશ કરવાની કામીગરી પણ કરવામાં આવી રહી છે..

જાણો અયોધ્યામાં વિવાદિત જમીન પર આવેલ નિર્ણય પર વિદેશી મીડિયાએ શું કહ્યું?

સીટબેલ્ટ ન પહેરનાર કારચાલકને રોક્યો, તો પીધેલી હાલતમાં પોલીસ પર ચઢાવી દીધી કાર
First published: November 10, 2019, 11:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading