કૉંગ્રેસમાં આંતરિક કલહ: ચૂંટણી પહેલા જ AMC વિપક્ષ નેતા દિનેશ શર્માનું રાજીનામું

News18 Gujarati
Updated: October 19, 2020, 6:29 PM IST
કૉંગ્રેસમાં આંતરિક કલહ: ચૂંટણી પહેલા જ AMC વિપક્ષ નેતા દિનેશ શર્માનું રાજીનામું
દિનેશ શર્મા (ફાઇલ તસવીર)

દિનેશ શર્માએ રાજીનામાના કારણ અંગે પાર્ટીને નુકસાન ન થાય તેમ જણાવ્યું છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, મારી નારાજગીથી લઈને તમામ વાતો મેં રાજીનામા પત્રમાં લખી છે.

  • Share this:
અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Municipal Corporation)ના વિપક્ષ નેતા દિનેશ શર્મા (Dinesh Sharma)એ આખરે રાજીનામું ધરી દીધું છે. કોર્પોરેશનની ચૂંટણી (Elections)ને આડે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે દિનેશ શર્માના રાજીનામાથી ચૂંટણી પર તેની ચોક્કસ અસર જોવા મળશે. એવું માનવામાં આવી રહ્યું છે કે દિનેશ શર્માએ આંતરિક કલહને કારણે રાજીનામું ધરી દીધું છે. જોકે, તેમણે રાજીનામું આપ્યા બાદ જણાવ્યું છે કે, તેઓ કૉંગ્રેસના સૈનિક હતા અને સૈનિક તરીકે કાર્ય કરતા રહેશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કૉંગ્રેસના જ અમુક નેતાઓએ મોવડી મંડળ સમક્ષ એવી રજુઆત કરી હતી કે ચૂંટણી પહેલા દિનેશ શર્માને હટાવી દેવામાં આવે.

હું કૉંગ્રેસના સૈનિક તરીકે કાર્ય કરતો રહીશ: દિનેશ શર્મા

વિપક્ષ નેતા પદેથી રાજીનામું ધરી દીધા બાદ દિનેશ શર્માએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "કૉંગ્રેસ પાર્ટી વર્ષો જૂની પાર્ટી છે. કૉંગ્રેસની વિચારધારાથી પ્રેરિત થઈને હું 2015માં પાર્ટી સાથે જોડાયો હતો અને વિપક્ષ નેતા તરીકે કાર્ય કરી રહ્યો હતો. પાર્ટીને નુકસાન ન થાય તે માટે મેં વિપક્ષ નેતા પદેથી રાજીનામું ધરી દીધું છે. મેં રાજીનામું આપ્યું તે યોગ્ય છે. ભવિષ્યમાં હું કૉંગ્રેસને સૈનિક તરીકે કાર્ય કરતો રહીશ. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વાદ-વિવાદ હોય તે સ્વાભાવિક છે. આ વાદ-વિવાદથી પાર્ટીને કોઈ નુકસાન ન થાય તે માટે મેં રાજીનામું મોવડી મંડળને મોકલી દીધું છે. મને લાગે છે કે તેમણે મારું રાજીનામું સ્વીકારી પણ લીધું હશે. મારા રાજીનામાથી ચૂંટણીમાં કોઈ નુકસાન થશે કે નહીં તેના વિશે મોવડી મંડળ અને પાર્ટી વિચારશે. અમારી વચ્ચે મનદુઃખ હોઈ શકે છે પરંતુ મનભેદ નથી. હું ભવિષ્યમાં કૉંગ્રેસના સૈનિક તરીકે કામ કરતો રહીશ."

આ પણ વાંચો: સુરત: અકસ્માતમાં ઘાયલ યુવકની મદદના બહાને બદમાશોએ 50 હજાર રૂપિયા ચોરી લીધા

દિનેશ શર્માએ રાજીનામાના કારણ અંગે પાર્ટીને નુકસાન ન થાય તેમ જણાવ્યું છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, મારી નારાજગીથી લઈને તમામ વાતો મેં રાજીનામા પત્રમાં લખી છે. પાર્ટીમાં જે વિખવાદ ચાલી રહ્યા હતા તેની અસર પ્રજા પર ન પડે તે માટે રાજીનામું આપ્યું છે.

દિનેશ શર્માના રાજીનામા પર પ્રતિક્રિયા આપતા કૉંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, "દિનેશ શર્માના રાજીનામાનો નિર્ણય સર્વોપરિ છે પરંતુ તેમણે રાજીનામું આપવાનો સમય ખોટો પસંદ કર્યો છે. ચૂંટણી નજીક છે ત્યારે તેનાથી પાર્ટીને નુકસાન થઈ શકે છે. કોઈનો અહંમ સંતોષાય તે માટે પાર્ટીને નુકસાન થાય તેવો નિર્ણય લેવો જોઈએ નહીં."આ પણ જુઓ-

ઉલ્લેખનીય છે કે દિનેશ શર્માને અમદાવાદ મનપા વિપક્ષ પદેથી હટાવવા માટે કૉંગ્રેસના જ કેટલાક નેતાઓએ મોવડી મંડળને રજુઆત કરી હતી. જ્યારે અમુક નેતાઓએ ચૂંટણી સમયે આવો કોઈ નિર્ણય લેવામાં ન આવે તેવી રજૂઆત કરી હતી. સૂત્રો કહી રહ્યા છે કે જો મહાનગર પાલિકાની ચૂંટણી ત્રણ મહિના સુધી પાછી ન ઠેલાઈ હોત તો દિનેશ શર્માએ કદાચ રાજીનામું આપ્યું ન હોત.
Published by: Vinod Zankhaliya
First published: October 19, 2020, 6:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading