Home /News /madhya-gujarat /

AMCના બોન્ડ ઇસ્યૂમાં 10 ગણું ભરણું, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઇતિહાસ સર્જાયો

AMCના બોન્ડ ઇસ્યૂમાં 10 ગણું ભરણું, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઇતિહાસ સર્જાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોન્ડ ઇસ્યૂ કરવામાં આવ્યા છે. જેને સાથે અમ્યુકોએ એક ઇતિહાસ સર્જ્યો છે. 

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોન્ડ ઇસ્યૂ કરવામાં આવ્યા છે. જેને સાથે અમ્યુકોએ એક ઇતિહાસ સર્જ્યો છે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડેલા બોન્ડ ઇસ્યૂમાં 10 ગણું ભરણું આવતા દેશભરની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઇતિહાસ સર્જાયો છે. 200 કરોડના બોન્ડ પૈકી પહેલાં 100 કરોડના બોન્ડને ઓનલાઇન મુકાતા 10 ગણાથી પણ વધું 1085 કરોડનું બિડિંગ થતાં 100 કરોડની સાઇઝ 200 કરોડ કરી નખાઇ હતી. વ્યાજની ટકાવારી 8.70 ટકા હોવાનું જણાયું છે. જેમાં કેન્દ્ર સરકાર 26 કરોડની સબસીડી આપતાં તે રકમનો સીધો જ ફાયદો થઇ જશે.

    અમદાવાદ ન્યુનિની આર્થીક સદ્ધરતાને ધ્યાને લઇ બિડિંગ કરવા બેન્કો, પેન્શનર ફંડ, અન્ય માન્ય સંસ્થાઓએ બિડિંગમાં ભાગ લીધો હતો. બોન્ડ મેળવનારાના નામ નેશનલ સ્ટોક એક્ષચેન્જ દ્વારા હવે જાહેર કરાશે. ઉલ્લેખનીય છે કે વિશાખાપટનના થોડા સમય પહેલા 100 કરોડના બહાર પાડેલા બોન્ડમાં લાંબી ખેંચતાણ પછી માત્ર 80 કરોડ ભરાયા હતા. જ્યારે અમદાવાદ મ્યુનિ.ને મળેલા એએ પ્લસ રેકિંગ ટેક્સની આવકમાં થયેલો 28 ટકા વધારો 1200 કરોડની જમા પડેલી એફડી વગેરેના કારણે તેની બજારમાંશાખ ઉંચી થઇ હતી.

    અગાઉ પણ સાઉથ એશિયામાં બોન્ડ બહાર પાડનાર અમદાવાદ મ્યુનિ. પહેલી સ્થાનિક સ્વરાજની સંસ્થા હતી. મ્યુનિએ અત્યાર સુધી ટેક્સ ફ્રી બોન્ડ મુક્યા છે. સામે કોઇ જ મિલકત સિક્યોરિટી તરીકે ગીરવે મુકાઇ નથી પહેલી વખત ઓનલાઇન બોન્ડ મકાયા છે. આ બોન્ડના ભરણાંથી આ રીતે નાણઆં મળી શકે છે તેવું દિશાસૂચન સરકારી અર્ધસરકારી અને અન્ય મ્યુનિ. કોર્પોરેશનને મળ્યું છે.

    બો્ડની સમયમર્યાદાપાંચ વર્ષની છે. આ નાણાં દ્વારા અમૃત યોજનાના વિવિધ પ્રોજેક્ટને આગળ ધપાવવામાં આવશે.
    Published by:ankit patel
    First published:

    Tags: અમદાવાદ મહાનગરપાલિકા, એએમસી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन