Home /News /madhya-gujarat /

બિલ્ડરને ફાયદો કરાવી આપવા માટે ભાજપી સત્તાધીશોએ જમીન ઝોન ફેર કર્યો : કોંગ્રેસ

બિલ્ડરને ફાયદો કરાવી આપવા માટે ભાજપી સત્તાધીશોએ જમીન ઝોન ફેર કર્યો : કોંગ્રેસ

#ભાજપના બિલ્ડરોને ફાયદો કરાવી આપવા માટે જમીનના હેતુફેર કરવામાં આવતા હોવાના મુદ્દે વિપક્ષ કોંગ્રેસે સત્તાધીશ ભાજપના મેયરનો ઘેરાવ કર્યો હતો અને ઉગ્ર રજુઆત કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.

#ભાજપના બિલ્ડરોને ફાયદો કરાવી આપવા માટે જમીનના હેતુફેર કરવામાં આવતા હોવાના મુદ્દે વિપક્ષ કોંગ્રેસે સત્તાધીશ ભાજપના મેયરનો ઘેરાવ કર્યો હતો અને ઉગ્ર રજુઆત કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #ભાજપના બિલ્ડરોને ફાયદો કરાવી આપવા માટે જમીનના હેતુફેર કરવામાં આવતા હોવાના મુદ્દે વિપક્ષ કોંગ્રેસે સત્તાધીશ ભાજપના મેયરનો ઘેરાવ કર્યો હતો અને ઉગ્ર રજુઆત કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.

અમદાવાદ બિલ્ડર્સ એસોશિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અને ભાજપી નેતાને ફાયદો કરાવી આપવા માટે નીતિ નિયમોને નેવે મુકી ભાજપના સત્તાધીશો દ્વારા ઝોન ફેર કરી દેવાયાના રોષ સાથે વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ મેયર સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.

કોંગી નેતા દિનેશ શર્મા સહિતે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો કે, મહાનગરપાલિકામાં ભાજપ પોતાના મળતીયાને ફાયકો કરાવવા 6 લાખ ચો.મીટર જમીન જે ગોપાલપુર સેજપુર વિસ્તારમાં આવેલી છે એને એગ્રીકલ્ચર ઝોન ફેર કરી ભ્રષ્ટાચાર કરી રહ્યું છે. અમારી માંગ છે કે, એસપી રીંગ રોડની અંદર આવેલી અન્ય જમીનોને પણ ઝોન ફેર કરાવવામાં આવે કે જેથી અન્ય જમીન માલિકોને પણ ફાયદો થઇ શકે.

મેયર ગૌતમ શાહે આ અંગે અભ્યાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
First published:

Tags: અમદાવાદ મહાનગરપાલિકા, કોંગ્રેસ, ગૌતમ શાહ, જમીન, ભ્રષ્ટાચાર, મેયર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन