અમદાવાદમાં ખરાબ રસ્તાઓ મામલે AMC કમિશનર વિજય નહેરાએ માફી માંગી

News18 Gujarati
Updated: September 13, 2019, 3:40 PM IST
અમદાવાદમાં ખરાબ રસ્તાઓ મામલે AMC કમિશનર વિજય નહેરાએ માફી માંગી
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા (ફાઇલ તસવીર)

વિજય નહેરાએ કહ્યું કે, ખરાબ રસ્તાઓ માટે AMCના કમિશનર તરીકે મારી જવાબદારી છે

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corportation)ના કમિશનર વિજય નહેરા (Vijay Nehra)એ ખરાબ રસ્તાઓ માટે પોતાની જવાબદારી સ્વીકારી છે. ખરાબ રસ્તાઓ મામલે તેઓએ શહેરના નાગરિકોની માફી માંગી છે.

મ્યુનિસિપલ કમિશનર (Municipal Commissioner) વિજય નહેરાએ કહ્યું કે, ખરાબ રસ્તાઓ માટે AMCના કમિશનર તરીકે મારી જવાબદારી છે. ટૂંક સમયમાં રસ્તાઓની સ્થિતિ સારી કરી દેવામાં આવશે. દિવાળી (Diwali) પહેલા રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરી દેવામાં આવશે.

વિજય નહેરાએ વધુમાં કહ્યું કે, જ્યારે ઉઘાડ થશે ત્યારે યુદ્ધના ધોરણે રસ્તાઓના સમારકામનું કામ હાથ ધરવામાં આવશે. તેઓએ શહેરના નાગરિકોને અપીલ કરી કે, જે રીતે કોર્પોરેશને બીજા પ્રશ્નોને ઉકેલ્યા છે એવી જ રીતે રોડ-રસ્તાની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનરે નાગરિકોને પડતી મુશ્કેલી બાબતે દિલગીરી વ્યક્ત કરી

મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે, નાગરિકોને જે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તે મામલે હું કોર્પોરેશન વતી દિલગીરી વ્યક્ત કરું છું. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. વિજય નહેરાએ વધુમાં કહ્યું કે, આ સમસ્યા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર છે. વહીવટી પાંખના વટા તરીકે કમિશનર તરીકે સંપૂર્ણ જવાબદારી મારી છે. અને આ જવાબદારીનું નિર્વહન સારી રીતે અમે આવનારા સમયમાં કરી બતાવીશું. અને નાગરિકોને સંતોષ થાય એ રીતની કામગીરી ગણતરીના દિવસોમાં જોવા મળશે.

આ પણ વાંચો, ગુજરાત યુનિવર્સિટીના 4,000 સ્ટુડન્ટ્સને નોકરીની સુવર્ણ તક, 24 સપ્ટેમ્બરે જોબ ફેરઆઈ. કે. જાડેજાના ટ્વિટ બાદ તાત્કાલીક રસ્તો રિપેર કરાયો હતો

નોંધનીય છે કે, બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાએ બુધવારે સવારે આશરે 11 વાગ્યાની આસપાસ બોપલ બ્રિજથી સનાથન ચોકડી સુધીનો રસ્તો બિસ્માર હોવાનું ટ્વિટ કર્યું. લોકોના પ્રશ્નોને વાચા આપતા તેમણે ખરાબ રસ્તા અંગે ચિંતા વ્યક્ત કરી તેમજ આ બાબતે અધિકારીઓની જવાબદારી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. જાડેજાના ટ્વિટની કલાકોમાં જ ઔડાના અધિકારીઓ જેસીબી સહિતના મશીનો લઈને રસ્તો રિપેર કરવા માટે દોડી ગયા હતા. નેતાના ટ્વિટના કલાકમાં જ રસ્તો રિપેર કરવાની કામગીરી શરૂ થતાં જ લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો હતો કે ખરેખર તેમની વાત સાંભળનાર કોઈ નથી.

આ પણ વાંચો, AMCમાં 500 'સેલ્સ પર્સન રિટેઇલ'ની ભરતી, 18 સપ્ટેમ્બર પહેલા કરો અરજી
First published: September 13, 2019
વધુ વાંચો
अगली ख़बर