Home /News /madhya-gujarat /

AMC બજેટ: આ વર્ષે અમદાવાદીઓને કઇ કઇ નવી સુવિધાઓ મળશે?

AMC બજેટ: આ વર્ષે અમદાવાદીઓને કઇ કઇ નવી સુવિધાઓ મળશે?

અમદાવાદની કાંકરિયા લેક

'અત્યાર સુધીની સમિટોમાં પહેલી વખત MOU કરનારી કંપનીઓ 31મી માર્ચ સુધીમાં પોતાના પ્રોજેક્ટ માટે ખાતમૂર્હત, કાર્યારંભ અને ઉદ્દઘાટનો કરી ગુજરાતની ધરતી પર વાસ્તવિક રોકાણ કરે તેવો નિર્ણય સરકારે કર્યો છે.'

    અમદાવાદ  મ્યુનિ. કોર્પોરેશનનું વર્ષ 2019-20નું 305.95 રેવન્યુ અને રૂ. 3903.04 કેપીટલ સાથે કુલ રૂ. 7509 કરોડનું ડ્રાફ્ટ બજેટ ગઇકાલે નક્કી કરાયું છે. AMC તંત્ર દ્વારા વર્ષની શરૂઆતમાં મસમોટું બજેટ રજુ કરીને વિકાસના મસમોટા વાયદા કરીને ઘણાં પ્રોજેક્ટસ પણ બતાવવામાં આવ્યાં છે. પરંતુ ગયા વર્ષે બજેટમાં મુકાયેલા ઘણાં કામો શરૂ પણ નથી થઇ શક્યાં. અમદાવાદ માટે આ વર્ષે કંઇક નવા કામોની પણ યાદી બજેટમાં બતાવવામાં આવી છે. જોઇએ અમદાવાદીઓને આ નવા વર્ષે શું નવું મળશે.

    અમદાવાદીઓને શું મળશે નવું ?

    1. રૈનબસેરા-નાઈટ સેલ્ટરમાં રહેતાં ઘરવિહોણાં લોકોને એક ટંક નિઃશુલ્ક ભોજન આપવામાં આવશે. આ માટે બજેટમાં રુ. 3.5 કરોડની ફાળવણી કરવામાં આવી છે. નાઈટ સેલ્ટર 27 છે, નવા 29 બનાવવાનું આયોજન પણ છે.
    2. નવા પશ્ચિમઝોનના બે ભાગ પડતા દક્ષિણ-પશ્ચિમ ઝોનનાં જોધપુર વોર્ડમાં ચીમનભાઈ ઇન્સ્ટિટયૂટ પાસે ઉભી કરાશે. જેનો રૂ. 15 કરોડનો ખર્ચ થશે.
    3. પૂર્વઝોનનું નવું બિલ્ડીંગ 15 કરોડના ખર્ચે બંધાશે.
    4. લોગાર્ડન હેપીસ્ટ્રીટનું 4.25 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરાશે.
    5. પાલડી સંસ્કાર કેન્દ્ર ખાતે 8 કરોડના ખર્ચે વર્લ્ડ હેરિટેજ સિટી મ્યુઝિયમ બનાવાશે.
    6. વાસણામાં એસી સાંસ્કૃતિક હોલ રૂ. 5.17 કરોડના ખર્ચે બનાવાશે.
    7. પીવાનાં પાણીનાં 100 એટીએમ જુદા જુદા વિસ્તારમાં ઉભા કરાશે.
    8. 200 સ્માર્ટ ટોયલેટ બંધાશે.
    9. 350 ઇલેકટ્રીક બસો બીઆરટીએસના કોરિડોરમાં ડિસેમ્બર સુધીમાં દોડતી થઈ જશે, ઈ-રિક્ષાઓ પણ શહેરમાં દોડતી થશે.
    10. 9000 જેટલાં ગરીબ આવાસ યોજનાના મકાનો બંધાશે.
    11. શહેરમાં 10 નવા ગાર્ડનનું આયોજન કરાશે.

    31મી માર્ચ પહેલા વિવિધ પ્રોજેક્ટનું અમલીકરણ: રૂપાણી

    ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એએમસીનાં બજેટ અંગે કહ્યું હતું કે, 'અત્યાર સુધીની સમિટોમાં પહેલી વખત MOU કરનારી કંપનીઓ 31મી માર્ચ સુધીમાં પોતાના પ્રોજેક્ટ માટે ખાતમૂર્હત, કાર્યારંભ અને ઉદ્દઘાટનો કરી ગુજરાતની ધરતી પર વાસ્તવિક રોકાણ કરે તેવો નિર્ણય સરકારે કર્યો છે. સરકારે ફાસ્ટ ટ્રેક પર MOUના ઝડપી અમલની તૈયારી આદરી છે. 400 કંપનીઓ થકી રૂ. 1,11,000 કરોડના મુડીરોકાણના લક્ષ્યાંકને ટીમ ગુજરાત પાર પણ ઉતારશે. તેમણે કહ્યું કે, રોકાણ આવશે તો એમ્પોઈમેન્ટ પણ જનરેટ થશે તેમ કહેતા 400 કંપનીઓમાં બે દિવસ પહેલાની સમિટમાં MOU કરનારી કંપનીઓના ખાતમૂર્હત તે પહેલા વર્ષ 2015 અને 2017ની સમિટોમાં MOU કરનારી કંપનીઓના પ્રોજેક્ટના ઉદ્ઘાટન પણ થશે.'
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: CM Vijay Rupani, Election 2019, અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકા, બજેટ, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन