Home /News /madhya-gujarat /

અમદાવાદથી મુંબઇ ફ્લાઇટમાં બોમ્બ હોવાની ચિઠ્ઠી મળતાં દોડધામ, તપાસ કરતાં કંઇ ન મળ્યું

અમદાવાદથી મુંબઇ ફ્લાઇટમાં બોમ્બ હોવાની ચિઠ્ઠી મળતાં દોડધામ, તપાસ કરતાં કંઇ ન મળ્યું

#અમદાવાદથી મુંબઇ જનારી જેટ એરવેઝની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ચિઠ્ઠી મળી આવતાં સુરક્ષાને લઇને ખળભળાટ મચી જવા પામ્યો છે. સત્તાધીશોએ આ અંગે તાબડતોબ સુરક્ષા એજન્સીઓને જાણ કરતાં બોમ્બ ડિસ્પોઝલ ટીમો પણ આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #અમદાવાદથી મુંબઇ જનારી જેટ એરવેઝની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ચિઠ્ઠી મળી આવતાં સુરક્ષાને લઇને ખળભળાટ મચી જવા પામ્યો છે. સત્તાધીશોએ આ અંગે તાબડતોબ સુરક્ષા એજન્સીઓને જાણ કરતાં બોમ્બ ડિસ્પોઝલ ટીમો પણ આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જોકે શંકાસ્પદ કંઇ ચીજવસ્તુ ન મળી આવતાં ફ્લાઇટ મુંબઇ જવા રવાના થઇ હતી.

અમદાવાદથી સવારે ઉપડી મુંબઇ જનારી જેટ એરવેઝની ફ્લાઇટમાં સફાઇ દરમિયાન એક શીટ નીચેથી બોમ્બ અંગેની ચિઠ્ઠી મળી આવતાં સફાઇ સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો અને આ અંગે એરપોર્ટ ઓથોરીટીને જાણ કરી હતી.

સુરક્ષાને લઇને આ બાબત ગંભીર હોવાથી આ મામલે સુરક્ષા એજન્સીઓને પણ એલર્ટ કરી દેવામાં આવી હતી. બોમ્બ ડિસ્પોઝલ ટીમે ફ્લાઇટમાં તપાસ કરી હતી જોકે બોમ્બ જેવું કંઇ શંકાસ્પદ ચીજ વસ્તુ હાથ લાગી ન હતી. પરંતુ જે શીટ નીચેથી આ ચિઠ્ઠી મળી આવી હતી એ ત્રણ મુસાફરોની તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યા મુજબ આ પૈકી એક મુસાફર નિરમાની મિટીંગમાં હાજરી આપવા આવ્યો હોવાનું બહાર આવતાં એ તરફ તપાસ કરવામાં આવી હતી.
First published:

Tags: અફવા, અમદાવાદ, જેટ એરવેઝ, ફ્લાઇટ, બોમ્બ, મુંબઇ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन