Bullet train માટે 17 હજાર કરોડના ખર્ચે જમીન સંપાદિત થશે; 2023માં દોડતી થશે

News18 Gujarati
Updated: September 12, 2019, 7:13 PM IST
Bullet train માટે 17 હજાર કરોડના ખર્ચે જમીન સંપાદિત થશે; 2023માં દોડતી થશે
પ્રતિકાત્મક તસવીર

બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ વચ્ચે 12 સ્ટેશન આવશે. આ ટ્રેનની ઓપરેટિંગ સ્પીડ 320 કી.મી પ્રતિ કલાક હશે. 2.07 કલાકમાં 508 કિલોમીટરનુ અંતર કાપશે.

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) એ બુલેટ ટ્રેન (Bullet train)ના પ્રૉજેકટનો 14 સપ્ટેમ્બર, 2017ના શિલાન્યાસ કર્યો હતો. નરેન્દ્ર મોદીના આ મહાત્વાકાંક્ષી પ્રૉજેક્ટ માટે અત્યાર સુધીમાં 17000 કરોડના ખર્ચે જમીન સંપાદિત થશે અને 2023 સુધીમાં બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઇ વચ્ચે દોડતી થાય તેવી શક્યતાઓ છે.

આ પ્રોજેક્ટ વિશે માહિતી આપવા માટે આ પ્રૉજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓએ માહિતી આપી હતી.

અમદાવાદમાં સાબરમતી રેલવે સ્ટેશન પર અતિ આધુનિક સિસ્ટમ સાથેનો બુલેટ ટ્રેનનો ડેપો બનશે. સાબરમતી રેલવે સ્ટેશન નજીક મેટ્રોનુ પણ સ્ટેશન બની રહ્યુ છે. ત્યારે બુલેટ ટ્રેન, રેલવે,અને મેટ્રોના સ્ટેશનને જોડતો વૉક-વે પણ બનાવાશે.

આ તમામ સ્ટેશનો એકબીજાની નજીક હોવાથી, પ્રવાસીઓ સરળતાથી એક સ્ટેશનથી બીજા સ્ટેશન પર જઈ શકશે. સાબરમતીમાં ન્યુ રેલવે રિક્યુરમેન્ટ બૉર્ડ બિલ્ડિંગ બનાવીને તૈયાર કરી દેવામાં આવ્યુ છે.

બુલેટ ટ્રેન માટે રસ્તામાં આવતા વિવિધ લાઇનો, થાંભલાઓ, વાયરો (Utilities) ખસેડવામાં આવશે.

1600 જેટલા ઇલેક્ટ્રિક થાંભલો ખસેડવા પડશે. આ ઉપરાં, 150 હાઈ-વોલ્ટેજ (High Voltage) લાઇનો પણ હટાવવી પડશે. આમાંથી, 50 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે.બુલેટ ટ્રેન પ્રૉજેક્ટમાં વચ્ચે આવતા અંદાજિત ચાર હજાર વૃક્ષોને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.

નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન (NHSRCL)નાં મેનેજિંગ ડાયરેકટર અચલ ખારેએ જણાવ્યુ કે, ટેન્ડરની પ્રકિયા પૂર્ણ થયા બાદ કામ શરુ થઈ જશે અને આ કામ સમય મર્યાદામાં પૂર્ણ થશે,”.

અધિકારીઓએ જણાવ્યું કે, 15 ઑગસ્ટ, 2022 સુધીમાં બુલેટ ટ્રેનની ટ્રાયલ થાય તેવી કોશિષ થઇ રહી છે અને સુરતથી બિલીમોરા સુધી ટ્રાયલ રન લેવામાં આવશે. 2023માં પ્રૉજેકટ પૂર્ણ થશે અને 2024માં લોકો બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી શકશે.

બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ વચ્ચે 12 સ્ટેશન આવશે. આ ટ્રેનની ઓપરેટિંગ સ્પીડ 320 કી.મી પ્રતિ કલાક હશે. 2.07 કલાકમાં 508 કિલોમીટરનુ અંતર કાપશે.

અમદાવાદના સાબરમતી ખાતે બુલેટ ટ્રેનનુ સ્ટેશન જાપાનના શિંકાનસેન ડિઝાઈન આધારે તૈયાર કરાશે.
First published: September 12, 2019
વધુ વાંચો
अगली ख़बर