Home /News /madhya-gujarat /

માસિકમાં હોય વહુ તો સાસુ ટોર્ચર કરતી, મારે આભડછેટ થાય છે તુ પિરિયડમાં કેમ થઇ...

માસિકમાં હોય વહુ તો સાસુ ટોર્ચર કરતી, મારે આભડછેટ થાય છે તુ પિરિયડમાં કેમ થઇ...

સાસુ અને પતિનાં ત્રાસથી કંટાળી વહુએ નોંધાવી પોલીસ ફરિયાદ

Ahmedabad Crime News: ડિલિવરી દરમિયાન ડોક્ટરે સિઝર કરવાનું કહેતા સાસુએ મુહર્ત સારું ન હોવાનું જણાવી કકળાટ કર્યો, પતિ પણ ત્રાસ ગુજારતો કંટાળીને પરણિતાએ નોંધાઈ ફરિયાદ

અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીના અગાઉ એક લગ્ન થયા ત્યારે ઘરે આવતા યુવક સાથે આંખ મળી જતા પહેલા લગ્નથી છૂટાછેડા લઈ આ યુવક સાથે લગ્ન કર્યા હતા. જ્યાં લગ્ન થયાનાં દસ જ દિવસમાં  તેને સાસરિયાઓ એ ત્રાસ આપવાનું શરૂ કરી દીધુ હતું. યુવતી માસિકમાં આવે તો સાસુ કહેતી કે તું પિરિયડમાં કેમ આવી મારે આભડછેટ થાય છે તને ખબર નથી મને 24 કલાક માતાજીની હાજરી હોય છે. એટલું જ નહીં યુવતીને ડોક્ટરે સિઝર ડિલિવરી કરવાનું કહેતા મુહર્ત સારું ન હોવાનું કહી પછી ડિલિવરી કરાવવા જેવી મુર્ખતા ભરી વાતો કરી સાસુએ ત્રાસ આપ્યો હતો. જે મામલે હવે પોલીસે તપાસ શરૂ કરી છે.

શાહપુરમાં છ માસથી પિયરમાં બાળકો સાથે રહેતી 28 વર્ષીય યુવતીના પહેલા એક લગ્ન થયા હતા. ત્યારે લગ્ન જીવન દરમિયાન એક યુવક તેના ઘરે આવતો જતો હોવાથી બંનેની આંખ મળી અને એકબીજા ના પ્રેમમાં પડ્યા હતા. આ બાબત યુવતીના પતિને ગમતી નહિ અને બાદમાં યુવતીએ પહેલા પતિથી છૂટાછેડા લઈ આ યુવક સાથે લગ્ન કર્યા હતા. બીજા લગ્નના દસ જ દિવસમાં પતિ, જેઠ, સાસુ સહિતનાં લોકોએ નાની નાની વાતોમાં યુવતીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. યુવતીની સાસુએ છૂટાછેડામાં જે એક લાખ રૂપિયા આવ્યા છે તે આપી દે નહીં તો ઘરમાં નહિ રહેવા દઈએ તેવી ધમકી આપતા યુવતીએ રૂપિયા સાસુને આપ્યા હતા.

યુવતી જ્યારે માસિક ધર્મમાં હોય ત્યારે તેની સાસુ જેમ ફાવે તેમ તેને બોલતી અને કહેતી કે તું પિરિયડ માં કેમ આવી મારે આભડછેટ થાય છે તને ખબર નથી મને 24 કલાક માતાજીની હાજરી હોય છે. આવું કહી મહિલાના વાળ પકડી ઘરમાંથી કાઢી મુકતા યુવતી તેના પિયર આવી ગઈ હતી. યુવતીને ગર્ભ રહ્યા બાદ સાતમો મહિનો જતો હતો ત્યારે તેને પિયરમાં ચાર દિવસ રોકાઈ પરત આવવા સાસરિયાઓ એ જણાવ્યું અને યુવતી પરત આવવાની હતી ત્યારે તેના પતિએ પિયરમાંથી ચીજવસ્તુઓ લઈ આવવા જણાવ્યું હતું.

બાદમાં ડિલિવરી બાદ રોકડા આજે ચીજવસ્તુઓ લઈ આવવા કહી ત્રાસ આપ્યો હતો. યુવતીને ડિલિવરી નો સમય આવતા તે દવાખાને ગઈ ત્યારે ડોક્ટરે જણાવ્યું કે પાણી ઓછું હોવાથી બાળક કોરું પડી જતા સિઝર કરવું પડશે. જેથી આ વાત પતિ અને સાસુ ને કહેતા સાસુએ યુવતીને કહ્યું કે હમણાં સિઝર ન કરાવતી મુહર્ત સારું નથી. યુવતીએ જણાવ્યું કે ડોકટર આવ્યા છે અને ઓપરેશન માટે લઈ જાય છે. બાદમાં યુવતીએ બાળકને જન્મ આપ્યો ત્યારે પણ યુવતીનું કે બાળકનું મોઢું જોવા સાસુ કે પતિ ગયા નહોતા અને તમામ ખર્ચ પણ યુવતીનાં પિયરજનોએ આપ્યો હતો. આવી સમગ્ર બાબતોથી કંટાળીને આખરે યુવતીએ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Margi Pandya
First published:

Tags: Ahmedabad crime, Crime news, Gujarat Samachar

આગામી સમાચાર