ટ્રમ્પ જે ગેટથી મોટેરા સ્ટેડિયમમાં પ્રવેશવાનાં હતા તે જ પડ્યો, કોઇ જાનહાનિ નહીં

ટ્રમ્પ જે ગેટથી મોટેરા સ્ટેડિયમમાં પ્રવેશવાનાં હતા તે જ પડ્યો, કોઇ જાનહાનિ નહીં
સવારે મોટેરા સ્ટેડિયમનો ગેટ નંબર 3 ઘરાશાયી થયો છે.

અમિત શાહ થોડા જ સમયમાં અમદાવાદ આવવાનાં છે ત્યારે અચાનક ગેટ પડતા અધિકારીઓમાં દોડાદોડી મચી જવા પામી છે. 

 • Share this:
  અમદાવાદ : આવતી કાલે અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ માટે મોટેરા સ્ટેડિયમમાં આવી રહ્યાં છે. ત્યારે આજે સવારે મોટેરા સ્ટેડિયમનો ગેટ નંબર 3 ધરાશાયી થયો છે. મહત્વનું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ જે ગેટ પરથી પસાર થવાના હતા તે જ ગેટ આજે સવારે ભારે પવનનાં કારણે પડ્યો હતો.

  જોકે, આ આ ગેટ પડ્યાની ઘટાનામાં કોઇ જાનહાનીનાં સમાચાર મળી નથી રહ્યાં. મહત્વનું છે કે, અમિત શાહ થોડા જ સમયમાં અમદાવાદ આવવાનાં છે ત્યારે અચાનક ગેટ પડતા અધિકારીઓમાં દોડાદોડી મચી જવા પામી છે. આ ઉપરાંત મોટેરા સ્ટેડિયમમાં પબ્લિક માટે પ્રવેશ કરવા માટેના મુખ્ય ગેટ પાસે એક મોટું હોડીગ લગાવવામાં આવ્યું હતું આ હોર્ડિંગ પણ અચાનક આજે સવારે ધરાશાયી થયું હતું  અમદાવાદમાં આવતી કાલે ટ્રમ્પને આવકારવાની તડામાર તૈયારીઓ થઇ રહી છે.  આ માટે મોટા મોટા આયોજનો થતા હોય છે ત્યારે નાનકડી ચૂંક પણ મોટી સમસ્યા સર્જી શકે છે. જે ગેટ ધરાશયી થયો છે ત્યાંથી ડોનાલ્ડ ટ્રમ્પની સાથે અનેક વીવીઆઈપી માણસોનો કાફલો પ્રવેશવામો હતો. જો તે સમયે આ દુર્ઘટના થઇ હોત તો મોટો અકસ્માત થઇ શકત.

  આ પણ વાંચો :   'છોડ્યો સાથ તે મારો'નાં બેકગ્રાઉન્ડ ગીતમાં ગોધરાનાં યુવાનોએ પતરીથી હાથ પર કરી ઇજા, Tik Tok વાયરલ

  અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો પરિવાર 24મી ફેબ્રુઆરીનાં રોજ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. તેમના સ્વાગતની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે દેશનાં ગૃહમંત્રી અને ક્રિકેટ એસોશિએશનનાં પ્રમુખ અમિત શાહ આજે તૈયારીઓની સમીક્ષા કરવા માટે અમદાવાદ આવવાનાં છે. અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતમાં રોકાશે એટલે તેઓ 23, 24 અને 25મી તારીખે ગુજરાતમાં જ હશે. ડોનાલ્ડ ટ્રમ્પનાં આગમન પહેલા તેઓ મોટેરા સ્ટેડિયમ જઇને ત્યાંની તૈયારીઓનું નિરીક્ષણ પણ કરી શકે છે.

  આ વીડિયો પણ જુઓ : 
  Published by:Kaushal Pancholi
  First published:February 23, 2020, 10:23 am