શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારો થતો હતો ત્યારે પ્રદર્શન કરી રહેલા યુવાનો બન્યા ઢાલ

News18 Gujarati
Updated: December 20, 2019, 12:15 PM IST
શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારો થતો હતો ત્યારે પ્રદર્શન કરી રહેલા યુવાનો બન્યા ઢાલ
શાહઆલમમાં ફસાયેલી પોલીસને બચાવવા યુવાનો સામે આવ્યા.

પથ્થરબાજો વચ્ચે ફસાયેલી પોલીસની મદદે પહોંચ્યા યુવાનો, જાતને જોખમમાં નાખીને પોલીસને બચાવતાં થઈ રહ્યા છે વખાણ

  • Share this:
અમદાવાદ : નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Amendment Act)ના વિરોધમાં ગુરુવારે અમદાવાદ (Ahmedabad)ના શાહઆલમ (Shah-e-Alam Protest) વિસ્તારમાં વિરોધ પ્રદર્શન હિંસક બની ગયું હતું. શાહઆલમ (Shah-e-Alam)માં એ સમયે સ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ જ્યારે કેટલાક પોલીસકર્મીઓને ભીડે ઘેરી લીધા અને તેમની ઉપર પથ્થરમારો શરૂ કરી દીધો. ભીડના હિંસક પ્રદર્શનની વચ્ચે કેટલાક યુવાનો પોલીસકર્મીઓ માટે ઢાલ બનીને પહોંચ્યા અને તેમણે પથ્થરબાજોથી પોલીસને બચાવવાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં ડીસીપી સહિત 21 પોલીસકર્મી ઘાયલ થયા છે.

શાહઆલમમાં ગુરુવારે હજારોની સંખ્યામાં પહોંચેલા પ્રદર્શનકર્તાઓએ ઉગ્ર પ્રદર્શન કરી દીધું હતું. પોલીસે જ્યારે તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો ભીડે પોલીસ પર પથ્થરમારાથી હુમલો કરી દીધો. ઉગ્ર પ્રદર્શનના કારણે પોલીસકર્મીઓને પોતાનો જીવ બચાવીને ભાગવું પડ્યું. મળતી માહિતી મુજબ, આ દરમિયાન ભીડે કેટલાક પોલીસકર્મીઓને એક દુકાની પાસે ઘેરી લીધા અને તેમની પર પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધું.

આ પણ વાંચો, અમદાવાદ શાહઆલમ હિંસા : કોણે ફેંક્યો પ્રથમ પથ્થર? આ રીતે ફાટી નીકળી હિંસાભીડ સતત પથ્થરમારો કરી રહી હતી. પોલીસકર્મીઓએ પોતાની સ્વરક્ષા માટે ઊંધા ફરીને ઊભું રહેવું પડ્યું. પોતાની જાતને બચાવવા માટે પોલીસકર્મીઓના તમામ પ્રયાસો નિષ્ફળ થઈ રહ્યા હતા. આ દરમિયાન ત્યાં કેટલાક યુવાનો પહોંચ્યા અને તેઓએ ભીડને રોકવાનો પ્રયાસ કર્યો. આ યુવાનો ભીડને પથ્થરમારો ન કરવા આજીજી કરી રહ્યા હતા. જોકે, ઉપદ્રવીઓ પથ્થરમારો કરતાં જ રહ્યા. આ પથ્થરમારામાં બચાવમાં આવેલા યુવાનોને પણ કેટલાક પથ્થર વાગ્યાં હતા. ઘણી લાંબી મહેનત બાદ યુવાનો ભીડને રોકવામાં સફળ રહ્યા અને પોલીસકર્મી ત્યાંથી જીવ બચાવીને ભાગી શક્યા.

આ પણ વાંચો, અમદાવાદ : ચાર હજારના ટોળા સામે ફક્ત 60 પોલીસકર્મી, ટોળાએ પોલીસને દોડાવી દોડાવીને મારી!

ભીડના પથ્થરમારાના કારણે જ્યારે પોલીસકર્મી પોતાના વાહનોથી ભાગવાના પ્રયાસમાં હતા ત્યારે એક પોલીસકર્મી દોડતાં-દોડતાં પડી ગયા. ત્યારબાદ ભીડ તેમની પર તૂટી પડી અને તેમની સાથે મારઝૂડ કરવામાં આવી. અહીં પણ કેટલાક યુવાનો બચાવમાં પહોંચ્યા અને તેઓએ પોતાની જાતને જોખમમાં નાખીને પોલીસકર્મીઓને બચાવવાનો પ્રયાસ કર્યો. યુવાનોએ હિંસક ભીડથી જે રીતે પોલીસકર્મીઓને બચાવવાનો પ્રયાસ કર્યો તેમના હવે ચારે તરફ વખાણ થઈ રહ્યા છે.

આ પણ વાંચો, અમદાવાદની શાંતિના દુશ્મનો : પોલીસે 49 લોકોની ધરપકડ કરી
First published: December 20, 2019, 12:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading