અમદાવાદઃ કોરોના ટેસ્ટ કિટ ચોરનાર MBBSનો વિદ્યાર્થી મિત જેઠવા ઝડપાયો, લાખોની કિટો રૂ.10,000માં મિત્રને વેચી દીધી

અમદાવાદઃ કોરોના ટેસ્ટ કિટ ચોરનાર MBBSનો વિદ્યાર્થી મિત જેઠવા ઝડપાયો,  લાખોની કિટો રૂ.10,000માં  મિત્રને વેચી દીધી
પકડાયેલા આરોપીની તસવીર

ચોરી કરનાર વિદ્યાર્થી મિત જેઠવા એન.એચ.એલ કોલેજમાં MBBS છેલ્લા સેમિસ્ટરમાં અભ્યાસ કરે છે. પિતા મહેસાણા ઓએનજીસીમાં સીએ તરીકે નોકરી કરે છે. MBA પૂર્ણ કરી માર્કેટીંગ કંપનીમાં નોકરી કરનાર મિત્રને વેચી દીધી હતી.

  • Share this:
અમદાવાદઃ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાંથી (Urben health center) કોરોના ટેસ્ટની કિટની (corona test kit) ચોરી મામલે પોલીસે એક આરોપીની (thief arrested) ધરપકડ કરી છે. કોરોના કિટની ચોરી કરનાર MBBSમાં અભ્યાસ કરનાર વિધાર્થી હોવાનું સામે આવ્યું છે. ચોરીની કોરોના કીટ ખરીદનાર વ્યક્તિની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

કોરોનાના કેસો (corona in Ahmedabad) અમદાવાદમાં સતત વધી રહ્યાં છે. કોરોનાના ટેસ્ટિંગ વધારવા ડોમ પણ વધુ ઉભા કરવામાં આવ્યા છે ત્યારે કોરોનાના ટેસ્ટ માટે જે કીટ આવે છે તે  અર્બન હેલ્થ સેન્ટરમાં રાખવામાં આવે છે. આવી જ રીતે ઘાટલોડિયા અર્બન હેલ્થ સેન્ટરમાં કીટ જથ્થો પડ્યો હતો.ત્રણ દિવસ પહેલા અર્બન હેલ્થ સેન્ટરમાં બપોરે એક અજાણી વ્યક્તિ હેલ્થ સેન્ટરના રૂમ નંબર 9માં રાખેલી ટેસ્ટિંગ કીટના બોક્સમાં એક લાલ થેલીમાં ભરી ફરાર થઈ ગયો હતો. જો કે હેલ્થ સેન્ટર સ્ટાફે પીછો કરતા ભાગી ગયો અને ચોરી કરનાર ગાડીનો ફોટો પાડી દીધો હતો જેના આધારે પોલીસે આરોપી પકડી લીધો હતો.

આ પણ વાંચોઃ-જૂનાગઢઃ કેશોદનો 'બાહુબલી', 60 kgની ગુણ યુવક દાંતથી પકડીને 100 મીટર આરામથી ચાલી જાય છે, કેવી રીતે બન્યો 'શક્તિશાળી'?

આ પણ વાંચોઃ-લેડી સિંઘમે' ગોળી મારી કરી આત્મહત્યા, 4 પાનાની સુસાઇટમાં વર્ણવી મોતનું કારણ અને દર્દભરી દાસ્તાન

ધાટલોડિયા પોલીસ ગિરફતમાં રહેલ વિદ્યાર્થી મિત જેઠવાએ કોરોના ટેસ્ટિંગ કિટના 16 જેટલા બોક્સ ચોરી કરી હોવાના આરોપથી ધરપકડ કરી છે. ચોરી કરનાર વિદ્યાર્થી મિત જેઠવા એન.એચ.એલ કોલેજમાં MBBS છેલ્લા સેમિસ્ટરમાં અભ્યાસ  કરે છે. વધુ મળતી માહિતી પ્રમાણે મિત જેઠવાના પિતા મહેસાણા ઓએનજીસીમાં સીએ તરીકે નોકરી કરે છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમ પામવા યુવક પરિણીતાના પુત્રોની સ્કૂલ વાનનો ડ્રાઈવર બન્યો, ઘરે ચુંબનો કરી દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચોઃ-અમદાવાદઃ રુંવાડા ઊભા કરી દે ઓવો મારા મારીનો live video, લાકડાનો ફટકો મારતા 6 માસની બાળકી નીચે પટકાઈ

આરોપી વિદ્યાર્થી મિતે કોરોના ટેસ્ટીગ કીટ ચોરી કરી એક મિત્રને આપી જેની પાસેથી 10 હજાર રૂપિયા લીધા હોવાનું સામે આવ્યું છે ત્યારે ચોરી કરેલ કોરોના ટેસ્ટિંગ કીટ લેનાર MBA પૂર્ણ કરી માર્કેટીંગ કંપનીમાં નોકરી કરનાર છે. જેની પોલીસ શોધખોળ શરૂ કરી છે.પકડાયેલ વિદ્યાર્થી મિતની પૂછપરછમાં મિત્રને કોરોના ટેસ્ટિંગ કીટ જોઈતી હોવાથી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. સાથે જ આરોપી મિત અર્બન હેલ્થ સેન્ટરમાં અગાઉ કોરોના ટેસ્ટિંગ કેમ્પમાં જોડાયો હતો..જેથી અહીં કોરોના ટેસ્ટિંગ કીટ જથ્થો હાજર હોવાનું જાણમાં હોવાથી ચોરી કરી હતી. હાલ કોરોના ટેસ્ટિંગ કીટની ચોરી કરવા પાછળનું અન્ય કયું કારણ છે જે કીટ ખરીદનાર પકડી પાડ્યા બાદ હકકિત બહાર આવી શકે છે.
Published by:ankit patel
First published:March 28, 2021, 20:23 pm

ટૉપ ન્યૂઝ