અમદાવાદ: ભણવા માટે માસીએ ઠપકો આપતા ભાણિયો ઘર છોડી જતો રહ્યો

News18 Gujarati
Updated: November 9, 2019, 10:42 PM IST
અમદાવાદ: ભણવા માટે માસીએ ઠપકો આપતા ભાણિયો ઘર છોડી જતો રહ્યો
અમદાવાદ: ભણવા માટે માસીએ ઠપકો આપતા ભાણિયો ઘર છોડી જતો રહ્યો

માતાના મૃત્યુ બાદ કિશોર માસી સાથે રહેતો હતો

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ: ધોરણ 10માં અભ્યાસ કરતા કિશોરને માસીએ ભણવા બાબતે ઠપકો આપતા તે ઘર છોડી જતો રહ્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે સગીરના માસીએ ઓઢવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. માતાના મૃત્યુ બાદ કિશોર તેની માસી સાથે રહેતો હતો. તે પહેલાં પણ આ જ રીતે ઘર છોડી જતો રહ્યો હતો પરંતુ એક દિવસ બાદ પરત આવી ગયો હતો. આ વખતે ચાર દિવસ સુધી તે પરત ન આવતા છેવટે ફરિયાદ નોંધવામાં આવી છે.

ઓઢવમાં આવેલા એક ફ્લેટમાં એક મહિલા પરિવાર સાથે રહે છે. મહિલાની નાની બહેનનું 12 વર્ષ પહેલાં બીમારીના કારણે મૃત્યુ થયું હતું. ત્યારથી તેમનો સગીર દીકરો આ મહિલા એટલે કે તેના માસીના ત્યાં રહે છે. સગીર ત્રણ વર્ષનો હતો ત્યારથી માસીએ તેને સાથે રાખી ભણાવ્યો હતો.

આ પણ વાંચો - અમદાવાદ: પતિની હોટલે જમવા આવતા યુવક સાથે પરણિતાને પ્રેમ થયો, શરીર સંબંધ બાંધી યુવકે દગો આપ્યો

સગીર હાલ 16 વર્ષનો છે અને તે સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરે છે. સગીર ભણવામાં ધ્યાન આપતો ન હતો. જેથી માસીએ કહ્યું કે બોર્ડની પરીક્ષા આપવાની છે. અભ્યાસમાં ધ્યાન આપતો નથી અને આખો દિવસ આરામ કરે છે તે બરાબર નથી. જેથી સગીરે જણાવ્યું કે, હું મારી રીતે અભ્યાસ કરીશ તમારે કંઇ કહેવાની જરૂર નથી. ત્યારબાદ તે 3 નવેમ્બરે ઘરેથી નીકળી ગયો હતો. તે સમયે માસીને એમ હતું કે, ગુસ્સો શાંત થશે પછી તે પરત આવી જશે. પરંતુ તે પાંચ દિવસ છતા પરત આવ્યો ન હતો. જેથી માસીએ આ અંગે ઓઢવ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.

જેમાં એવો પણ ઉલ્લેખ છે કે, ત્રણ મહિના પહેલાં ભણવા બાબતે ઠપકો આપ્યા બાદ સગીર સ્કૂલમાંથી ક્યાંક જતો રહ્યો હતો. જોકે બીજા દિવસે જાતે જ પરત આવી ગયો હતો. પરંતુ પાંચ દિવસ છતાં સગીર ઘરે આવ્યો નથી અને સગા સંબંધીના ત્યાં તપાસ કરી છતા તે મળી આવ્યો નથી.
First published: November 9, 2019, 10:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading