અમદાવાદ મેટ્રોમાં હવે પ્રિ-વેડિંગ અને જન્મદિનની ઉજવણી થશે, જાણો આ વાતની સત્યતા

News18 Gujarati
Updated: February 15, 2020, 8:54 AM IST
અમદાવાદ મેટ્રોમાં હવે પ્રિ-વેડિંગ અને જન્મદિનની ઉજવણી થશે, જાણો આ વાતની સત્યતા
વસ્ત્રાલ ગામથી અમરાઇવાડીનાં ન્યૂ કોટન ચાર રસ્તા સુધી મેટ્રો ટ્રેન દોડતી થઇ ગઇ છે.

ચર્ચા એવી છે કે, બર્થ ડે, પ્રી વેડિંગ પાર્ટી માટે મેટ્રો ટ્રેન ભાડે આપવામાં આવશે.

  • Share this:
અમદાવાદ : શહેરનાં પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ ગામથી અમરાઇવાડીનાં ન્યૂ કોટન ચાર રસ્તા સુધી મેટ્રો ટ્રેન દોડતી થઇ ગઇ છે. મેટ્રો ટ્રેન અંગેની એક અફવાએ સોશિયલ મીડિયામાં ઘણું જ જોર પકડ્યું છે. ચર્ચા એવી છે કે, બર્થ ડે, પ્રિ-વેડિંગ પાર્ટી માટે મેટ્રો ટ્રેન ભાડે આપવામાં આવશે. ત્યારે સમાચાર પત્ર દિવ્યભાસ્કરનાં અહેવાલ પ્રમાણે, મેટ્રો કોર્પોરેશનનાં ચીફ પીઆરઓ અમિત ગુપ્તાએ કહ્યું કે, આ આ અંગે હાલ કોઇ વિચાર નથી. મેટ્રો ટ્રેનનો આખો રૂટ નક્કી થાય પછી જ આ અંગે કંઇપણ વિચારી શકાય.

હાલ સોશિયલ મીડિયામાં મેટ્રો ટ્રેનમાં બર્થ ડે પાર્ટી, પ્રિ વેડિંગ સેલિબ્રેશન ઓન વ્હિલની સુવિધા શરૂ કરવાની સુવિધાઓનું ભાવ સાથેનું પત્રક ફરતું થયું છે. જેમાં મેટ્રો ટ્રેનનાં એક કોચમાં 50 મિનિટ જન્મદિનની ઉજવણી કરવાનું ભાડુ 8 હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે 3 કોચમાં એક કલાકનું ભાડું 15 હજાર અને મેટ્રોનાં શણગારેલા કોચમાં જન્મદિનની ઉજવણીનું ભાડું 20 હજાર રુપિયા નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટનું શરમજનક નિવેદન, 'છાત્રાઓનો વાંક છે, તેમણે માસિકધર્મમાં હોવાની કબૂલાત કરી ન હતી'

સોશિયલ મીડિયામાં ફરતી થયેલા ભાવ પત્રક અંગે પૂછાતાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનનાં ચીફ જનસંપર્ક અધિકારી અમિત ગુપ્તાએ જણાવ્યું કે, મેટ્રોમાં હાલ 'નોન ફેર રેવન્યુ' એટલે કે ભાડા સિવાય અન્ય માધ્યમથી આવક મેળવવાની યોજના નથી. સોશિયલ મીડિયામાં ફરી રહેલી આ માહિતી GMRCl દ્વારા ઓગસ્ટ 2019માં તેની વેબસાઈટ પર ચઢાવવામાં આવી હતી. પરંતુ ત્રણ મહિનામાં તેને હટાવી પણ લેવામાં આવી હતી.

આ વીડિયો જુઓ : 
First published: February 15, 2020
વધુ વાંચો
अगली ख़बर