અમદાવાદ# અમદાવાદમાં ઉત્તર-દક્ષિણ મેટ્રો રેલ રૂટ સામે થયેલી અરજીમાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.
આ પ્રસ્તાવ મુજબ વેજલપુરમાં જેમની મિલકત કપાતમાં જાય છે, તેમને રાજ્ય સરકાર દ્વારા જમીન આપવામાં આવશે અને ત્યાં મકાન અને દુકાન બનાવી આપવામાં આવશે. 3000 ચોરસમીટર જમીન કપાતમાં જાય છે, તેની સામે રાજ્ય સરકાર 5418 ચોરસમીટર પ્લોટની ફાળવણી કરશે. આ અંગે રાજ્ય સરકાર અને અરજદારો વચ્ચે વાતચીત ચાલી રહી છે.
રાજ્ય સરકારના આ પ્રસ્તાવ બાદ, અરજદારના વકીલની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે, તેઓ આ પ્રસ્તાવને લઈ અરજદાર સાથે ચર્ચા કરીને જવાબ રજૂ કરશે. આ કેસની વધુ સુનાવણી 29 માર્ચે હાથ ધરાશે.
મહત્વનું છે કે, મેટ્રો રેલ રૂટના લીધે, વિશ્વકર્મા સોસાયટીના 250 ચોરસ મીટરના 14 બંગલા, ત્રણ ફ્લેટ્સ, ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેલી ત્રણ દુકાનો અને બેઝમેન્ટમાં રહેલી ત્રણ દુકાનો કપાતમાં જાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર