Home /News /madhya-gujarat /અમદાવાદ મેટ્રો રેલના કોન્ટ્રાક્ટરોએ પેમેન્ટ ન મળતાં ઈચ્છા મૃત્યુ માટે મંજૂરી માંગી

અમદાવાદ મેટ્રો રેલના કોન્ટ્રાક્ટરોએ પેમેન્ટ ન મળતાં ઈચ્છા મૃત્યુ માટે મંજૂરી માંગી

અમદાવાદ મેટ્રોની ફાઇલ તસવીર

અમદાવાદ મેટ્રો રેલ કંપની દ્વારા પેમેન્ટ ના કરાતા મામલો પેચીદો બન્યો છે

    હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર: અમદાવાદ મેટ્રો રેલ કંપની દ્વારા પેમેન્ટ ના કરાતા મામલો પેચીદો બન્યો છે. મેટ્રો રેલ કોન્ટ્રાક્ટરોએ ઇચ્છા મૃત્યુ માટે મંજૂરી માંગી છે. કોન્ટ્રાક્ટરોએ પેમેન્ટને લઈને અનેક વખત મેટ્રોના અધિકારીઓને રજૂઆત કરી હતી. છતાં આ મામલે કોઇ નિરાકરણ આવ્યું નથી.

    મેટ્રો રેલ કંપનીની દ્વારા IL&FS કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. જે બાદ IL&FS કંપની ફડચામાં જતાં કોન્ટ્રાક્ટરોનું પેમેન્ટ અટવાયું હતું. જે મુદ્દે મેટ્રોના કોન્ટ્રાક્ટરો દ્વારા પેમેન્ટને લઇને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી.

    આ પણ વાંચો: અ'વાદઃ લાખોની કિંમતનું કાશ્મીરી ચરસ ઝડપાયું, ત્રણની ધરપકડ

    જે બાદ કોન્ટ્રાક્ટરો પેમેન્ટ માટે દબાણ કરી રહ્યાં છે. સાથે જ કોન્ટ્રાક્ટરોએ ઇચ્છા મૃત્યુ માટે મંજૂરી માંગી સરકારનું નાક દબાવવાનો પ્રયાસ કર્યો છે. આ મુદ્દે સોમવારે કોન્ટ્રાક્ટરો દ્વારા રાજ્ય સરકારને પત્ર લખાશે, જ્યારે આજે અમદાવાદમાં એરોના પેટા કોન્ટ્રાક્ટરોની બેઠક મળી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Demand, Payment

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन