અમદાવાદમાં 60થી વધારે ડૉક્ટર કોરોના પોઝિટિવ; કોરોના રિપોર્ટ તાત્કાલિક મળે તે માટે AMAની હાઇકોર્ટમાં PIL


Updated: May 28, 2020, 6:15 PM IST
અમદાવાદમાં 60થી વધારે ડૉક્ટર કોરોના પોઝિટિવ; કોરોના રિપોર્ટ તાત્કાલિક મળે તે માટે AMAની હાઇકોર્ટમાં PIL
ઉર્દૂ ન્યૂઝના હવાલે જણાવવામાં આવ્યું છે કે બ્રિટિશ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ફિઝિકલ સ્ટડીઝની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાથી મરનાર લોકોની સંખ્યામાં શ્વેત બ્રિટિશ નાગરિકો કરતા પાકિસ્તાની અને અશ્વેત આફ્રિકીની સંખ્યા 2.5 ટકા વધુ છે.

અમદાવાદ મેડિકલ એસોસિયેશન તરફથી શહેરમાં મોટી સંખ્યામાં તબીબો પણ કોરોનાનો શિકાર બન્યા હોવાની રજુઆત હાઇકોર્ટમાં કરવામાં આવી.

  • Share this:
અમદાવાદ : અમદાવાદ મેડિકલ એસોસિએશ (AMA)ને કોવિડ 19 ટેસ્ટ (Covid 19 Test)નાં રિપોર્ટની પ્રક્રિયા ઝડપી થાય તે માટે હાઈકોર્ટ (Gujarat HC)ની શરણ લીધી છે. શુક્રવારે હાઇકોર્ટમાં અમદાવાદ મેડિકલ એસોસિયેશન (Ahmedabad Medical Association) દ્વારા કરાયેલી જાહેરહિતની અરજી (Public Interest Litigation) પર સુનાવણી હાથ ધરાશે. સરકારી નિયમ મુજબ હૉસ્પિટલ (Hospital)માં ટ્રીટમેન્ટ માટે દર્દી આવે એટલે તેના કોવિડ ટેસ્ટ માટે CDHO (Chief Deputy Health Officer)ને જે તે હૉસ્પિટલ અને ડૉક્ટરે મેઈલ કરી દર્દીનાં કોવિડ ટેસ્ટ માટે મંજૂરી લેવી પડે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મેઇલનો હા કે નાનો જવાબ આવતા 4થી 5 દિવસ લાગી જાય છે. તેમાં પણ જો દર્દી કોરોના પોઝિટિવ હોય તો તે રિપોર્ટ આવે ત્યાં સુધીમાં તો કોરોના સુપર સ્પ્રેડરની ભૂમિકા ભજવી ચૂકી હોય છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં 60થી વધારે ડૉક્ટર કોરોના પોઝિટિવ હોવાની માહિતી વિગત સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

આ પાંચ દિવસ દરમિયાન દર્દી કોવિડગ્રસ્ત હોય તો અન્યને ચેપ ફેલાવી શકે છે. જેનો ભોગ ખુદ ડૉકટર પણ બની શકે છે. આ બાબતે AMA તરફથી થયેલી લેખિત રજૂઆતનું કોઈ પરિણામ ન આવતા ડૉક્ટરો હાઇકોર્ટમાં ગયાં છે. કોવિડ ટેસ્ટ માટેની જટીલ સરકારી પ્રક્રિયાને કારણે ડૉકટર દર્દીના રોગનું નિદાન ન થયું હોય તો તેની સારવાર કઈ રીતે કરે અને હાલ મોટી સંખ્યામાં તબીબો પણ કોરોનાનો શિકાર બન્યા હોવાની રજુઆત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. આ જટીલ પ્રક્રિયાને કારણે ખૂદ ડૉકટરને પણ કોવિડ ટેસ્ટ કરાવવો હોય તો 5 દિવસ લાગે છે. આ પ્રકારની સ્થિતિમાં કામ કરતાં ડૉક્ટરોમાં પણ સંક્રમણ ફેલાવાનો ભય વધી જાય છે.

આ પણ વાંચો : સુરતના પુણાની કિશોરી પાસે દેહવેપાર કરાવનાર દંપતીની ધરપકડ 

અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ. મોનાબેન દેસાઈએ જણાવ્યું હતું કે, દર્દીનાં કોવિડ 19 ટેસ્ટ માટે CDHOને ડૉકટરે એક ફોર્મ ભરીને ઇમેલ કરવાનો હોય છે. જેનાં આધારે તેવો ICMRની ગાઈડલાઈન મુજબ Yes કે Noનો જવાબ આપે છે. જે જવાબ આવતાં ચારથી પાંચ દિવસ લાગે છે. ત્યાં સુધી કોઈ ઈમરજન્સી ઓપરેશન હોય તો કોવિડ ટેસ્ટ વગર ડૉકટર અને દર્દી બંને માટે જોખમ રહે છે.

આ ઉપરાંત દર્દીને કોવિડ છે કે નહીં તે નક્કી થતાં 5થી 6 દિવસ લાગે તો ડૉકટર તેની ટ્રીટમેન્ટ શું કરે? ટ્રીટમેન્ટ કરે ને દર્દીને કંઈ થઈ જાય અથવા તો સંક્રમણ ફેલાય તેનું શું? આ બાબતે અમે આરોગ્ય ચીફ સેક્રેટરી જ્યંતિ રવિને લેખિત રજુઆત કરી કોવિડ 19 ટેસ્ટ અને તેના રિપોર્ટની પ્રક્રિયા 4થી 5 કલાકમાં પતી જાય તેવી વ્યવસ્થા કરવા જાણ કરી હતી. જોકે આ અંગે યોગ્ય વ્યવસ્થા થઈ ન હોતી એટલે અમારે ન છૂટકે છે હાઇકોર્ટની શરણ લેવી પડી છે.

 આ પણ વાંચો : ગેસ સિલિન્ડર બૂક કરાવ્યો છે તો ધ્યાન આપો, ડિલિવરી મેન હવે રોકડ નહીં સ્વીકારે

અમદાવાદમાં 60થી વધારે ડૉક્ટર કોરોના પોઝિટિવ

અમદાવાદ મેડિકલ એસોસિએશ તરફથી પીઆઈએલ ફાઇલ કરવામાં આવી છે ત્યારે શહેરમાં 60થી વધારે ડૉક્ટરો કોરોના પોઝિટિવ હોવાની જાણ થતાં હાહાકાર મચી ગયો છે. શહેરના કેટલાય નામાંકિત ડૉક્ટરો કોરોનાની ઝપટમાં આવી ગયા છે. ડૉક્ટરોને કોરોના વૉરિયર્સ કહેવામાં આવે છે. આ લોકો દર્દીઓની સારવાર માટે સતત ખડેપડે રહે છે ત્યારે ખૂદ ડૉક્ટરો જ કોરોનાનો શિકાર બનતા ચિંતા છવાઈ છે.

કોરોના પોઝિટિવ ડૉક્ટરની યાદી

 ક્રમ નામ
1 Dr Pragnesh Shah- ORTHO
2 Dr. Mrs Shah- Ped
3 Dr Vishal KACHHY- Ped
4 Dr Anil Patel- BJP
5 Dr Bharat Shah- Ex Dean BJMC
6 Dr. Nikhil modi - neuro surgeon
7 Dr. Rozil gandhi - interventional radiologist
8 Dr. Farukh Memon - intensivist
9  Dr. M G Momin - Family physician
10 Dr. Pankaj Shah
11 Dr. Bhupendra shah - mbbs
12 Dr. Gaurav Goswami - radiologist,zydus
13 Dr. Hemang Ambani - ortho vastrapur ( with his wife, son, father, mother)
14 Hemaxi ambani
15 Dr. Hiten Barot -- physician
16 Dr. Prakash Prajapati- gynac
17 Dr. Neela prajapati- dermat ( two kids and parents total six members)
18 Dr. Krunal Shah - opthal and entire family
19  Dr. Nayna Pandya - gynaec
20 Dr.Jayesh Shah- gynac
21 Trupti Shah - gynac
22 Dr. Darshan Shah - gynac
23 Dr. Pragnesh Vora
24 Dr. Falguni Vora
25 Dr. Mitesh Patel - CMO
26 Dr. Vijay Patel - CMO
27 Dr. Alok Sharma - CMO civil hospital
28 Dr. Pratik makwana - MO GCRI
29 Dr. Sumant Shah
30 Dr. Harsh Shah
31 Dr. Puransinh Thakor
32 Dr. Lata trivedi - gynac
33 Dr. Hardik Shah - pedia
34 Dr. Bhagyesh Shah - intnsivist CIMS
35 Dr. Ankit shah - plastic ( also his two yr old son and parents)
36 Dr. Raghav - LG ortho
37 Dr. Pratik Vala - LG ortho
38 Dr. Milan Zolapara
39 Dipti shah - gynac
40 Jaimin Shah - surgeon LG hosp
41 Dr dabhi ( ENT surgeon )
42 Dr Hiren Doshi ( ENT surgeon)
43 Dr.Ramesh Patel,gp,nr g d school,naroda died
44 Dr.M.A.Ansari,gp,nr millatnagar,maninagar died
45 Dr.Kamlesh Tailor,gp,isanpur on venti at narayani
46 Dr R I patel MBBS chandranagar
47 Dr Rita shah ped
48 Wife of Dr Pragnesh shah
49 Dr Aditi shah radiologist
50 Wife of Dr rozil gandhi
51 Dr akash rathod gen surg lg
52 Dr vihang shah ortho
53 MD Dr Mayur admitted in Sushrusha
54 Dr Hemang Baxi critical care admitted in Narayana
55 Dr rizwan , Ap medicine gcs
56 Dr uzair intensivist
57 Dr Vivek purohit admitted in Anand surgical
58 Dr.Umang
59 Dr.Sanket Gajjar
60 Dr.Ravi Kumar, Arthroscopist of SVP
61 Dr. Kalpesh Trivedi
62 Dr Dinesh DabhiENT.
63 Dr Prashant Mukadam gen surgeon
64 Dr Aswin MD Medicine Khokara

First published: May 28, 2020, 6:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading