ગુજરાતમાં કોરોનાના કેસ વધવાથી AMAની સરકારને રજૂઆત : શાળાઓ ડિસેેમ્બરમાં શરૂ કરે

ગુજરાતમાં કોરોનાના કેસ વધવાથી AMAની સરકારને રજૂઆત : શાળાઓ ડિસેેમ્બરમાં શરૂ કરે
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબીબી નિષ્ણાતોએ 23 નવેમ્બરની જગ્યાએ ડિસેમ્બરના પ્રારંભે શાળાઓ ખોલવા સૂચન કર્યું છે. 

  • Share this:
અમદાવાદ,એકતરફ દિવાળીના (Diwali) તહેવાર બાદ કોરોનાના કેસમાં (coronavirus) વધારો થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં કેસમાં વધારો થતા પરિસ્થિતિ વધુ વિકટ બને તેવી પુરી શકયતા છે. તેવામાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આગામી 23 નવેમ્બરથી ધોરણ 9થી 12ની શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો છે, તેના પર વિચારણા કરવી જરૂરી બની ગઈ છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના (Ahmedabad Medical Association) તબીબી નિષ્ણાતોએ 23 નવેમ્બરની જગ્યાએ ડિસેમ્બરના પ્રારંભે શાળાઓ (School) ખોલવા સૂચન કર્યું છે.

કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં લૉકડાઉનન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારથી માંડીને આજ દિન સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. પરંતુ થોડા દિવસ પૂર્વે જ કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો રાજ્ય સરકાર દ્વારા શાળાઓ શરૂ કરવા પર મંથન શરૂ કરાયું હતું અને દિવાળી બાદ 23 નવેમ્બરથી ધોરણ 9થી 12 ની શાળાઓ શરૂ કરવાના નિષ્કર્ષ પર રાજ્ય સરકાર પહોંચી હતી. આ માટે 23 નવેમ્બરની તારીખ અને સરકારી ગાઈડલાઈન પણ જાહેર કરી દેવાઈ હતી. પણ દિવાળીના તહેવારમાં કોરોનાના વધતા કેસોનો અભ્યાસ કરતા સંક્રમણ ની ગંભીરતા વધી છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબીબો પણ માની રહ્યા છે કે, હાલમાં કોરોનાના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. જાણે કે કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આ પરિસ્થિતિને જોતા સરકાર 23 નવેમ્બરથી શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો તેમા ફેર વિચારણા કરવી જરૂરી છે.સુરતથી પાવાગઢ દર્શન માટે જઇ રહેલા ટેમ્પો અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 10 લોકોનાં મોત, 16 ઇજાગ્રસ્ત

અમદાવાદમાં 'Corona બૉમ્બ' ફૂટ્યો, ભાઈબીજે સિવિલમાં વધુ 112 સિરિયસ દર્દી દાખલ થયા

23 નવેમ્બરથી વર્ગો શરૂ કરવાની વાત છે તેની જગ્યાએ હજુ એક અઠવાડિયાની રાહ જોવામાં આવે તો ચિત્ર વધુ સ્પષ્ટ થશે. એટલે કે 23ની જગ્યાએ  ડિસેમ્બરમાં શાળા ખોલવામાં આવે તેવું સૂચન તબીબોએ કર્યું છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના મેમ્બર ડો. વસંત પટેલનું માનવું છે કે, હાલમાં કેસ વધી રહ્યા છે અને લાભ પાચમ સુધી કેસ વધી શકે છે. જેથી સ્કૂલ ખોલવાની તારીખમાં અઠવાડિયું રાહ જોવી જોઈએ.બીજીતરફ વાલીઓ પણ માની રહ્યા છે કે કોરોના સંક્રમણને લઈ હાલમાં બાળકોને શાળાએ મોકલવા ખતરા રૂપ બની શકે છે .મહત્વનું છે કે, નવરાત્રી સમયે પણ આ તબીબોએ નવરાત્રી નહિ યોજવાની સરકારને અપીલ કરી હતી.  જેને ધ્યાને રાખીને સરકારે નવરાત્રિમાં ગરબા નહિ યોજવાનો નિર્ણય કર્યો હતો.
Published by:Kaushal Pancholi
First published:November 18, 2020, 11:05 am