શું પેટાચૂંટણીના પ્રચારના જોશમાં અમદાવાદના મેયરે સામાન્ય જ્ઞાન ભૂલ્યા? 370 કલમને જણાવી 360ની કલમ

News18 Gujarati
Updated: October 29, 2020, 12:47 PM IST
શું પેટાચૂંટણીના પ્રચારના જોશમાં અમદાવાદના મેયરે સામાન્ય જ્ઞાન ભૂલ્યા? 370 કલમને  જણાવી 360ની કલમ
બીજલ પટેલ

નોંધનીય છે કે મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ રદ્દ કરી છે પણ 370ની કલમ બોલવાના બદલે તે 360ની કલમ બોલીને અમદાવાદના મેયર ફસાયા છે. હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો જોરદાર વાયરલ થયો છે.

  • Share this:
ગુજરાતમાં હાલ પેટાચૂંટણીએ રાજકારણમાં ગરમાવો લાવ્યો છે. આ વચ્ચે અમદાવાદના મેયર બીજલ પટેલની એક ચૂંટણી સભાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેમણે ભાંગરો વાટ્યો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ રદ્દ કરી છે પણ 370ની કલમ બોલવાના બદલે તે 360ની કલમ બોલીને ફસાયા છે. હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો જોરદાર વાયરલ થયો છે. અમદાવાદના મેયર બીજલ પટેલે આ નિવેદન સાયલાની જાહેરસભામાં આવ્યું હતું. અમદાવાદના મેયરે ભાષણમાં બાફી મારતા વિવાદમાં સપડાયા છે. હાલ સોશિયલ મીડિયા અને વોટ્સઅપ ગ્રુપમાં તેમનો આ વીડિયો વાયરલ થયો છે.

અને લોકોને બિજલ પટેલના સામાન્ય જ્ઞાન સામે સવાવ કર્યા છે. સોશિયલ મીડિયામાં લોકો આ વીડિયોને પર અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અમદાવાદના પ્રથમ નાગરિક ગણાતા મેયર બિજલ પટેલે આ વીડિયોમાં તેવું બોલ્યા છે કે 360 કલમ દૂર કરી હોય તો આ ભારતીય જનતા પાર્ટીના આપણા સૌના લાડીલા અમિતભાઇ અને નરેન્દ્રભાઇ, જ્યારે દિલ્હીની ગાદી પર બેઠા છે ને ત્યારે આ શક્ય બન્યું છે.


મેયર હોવા છતાં જમ્મુ કાશ્મીરની આટલી મહત્વની કલમ નાબૂદ થવા પર તેમણે જે બોલવામાં ભૂલ કરી છે તેના કારણે લોકોમાં તે હાસ્યનું કારણ બન્યા છે. જમ્મુ કાશ્મીરમાં મોદી સરકારે 370ની કલમને રદ્દ કરી છે. તેવું ખરેખરમાં અમદાવાદના મેયર બિજલ પટેલ કહેવા માંગતા હતા પણ તેના બદલે તેમણે 360 ની કલમ રદ કરી હોવાની વાત ઉચ્ચારી છે. આટલી સામાન્ય જાણકારી ન હોવાની વાતના કારણે તે હાસ્યાસ્પદ બન્યા છે.

જો કે આવું પહેલીવાર નથી બન્યું કે બિજલ પટેલ દ્વારા આ પ્રકારની કોઇ ભૂલ થઇ હોય. આ પહેલા પણ  અમદાવાદના મેયર બીજલ પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં એક ફોટો શેર કરવામા આવ્યો હતો, જેમાં કહેવામા આવ્યું કે, આ કોઈ મલેશિયા, સિંગાપુર કે દુબઈનો ફોટો નથી પરંતુ આ આપણા અમદાવાદનો રાતનો નજારો છે.
વધુ વાંચો : Nikita Murder: પરિજનોનો આરોપ, 'રાહુલ રાજપૂત'ના નામથી નિકિતાને મળતો હતો તૌસીફજોકે, તેમને મૂકલો ફોટો વાસ્તવમાં સાઉથ કોરિયાના રિવરફ્રન્ટનો ફોટો હતો. જે પછી તેમણે આ ફોટો ડિલિટ કરી લીધો હતો. પણ તે પહેલા અનેક યુઝર્સ તેમને આ ભ્રમણા ફેલવવા માટે ટકોર કરી ચૂક્યા હતા.
Published by: Chaitali Shukla
First published: October 29, 2020, 12:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading