અમદાવાદ : લૉકડાઉનમાં મેયરે મેંગો માર્કેટનુું ઉદ્ઘાટન કર્યું, વિજય નહેરા વિશે સવાલ પૂછાતા ભડક્યાં

અમદાવાદ : લૉકડાઉનમાં મેયરે મેંગો માર્કેટનુું ઉદ્ઘાટન કર્યું, વિજય નહેરા વિશે સવાલ પૂછાતા ભડક્યાં
આ કાર્યક્રમ દરમિયાન બિજલ પટેલ મીડિયાથી એવા તે ભડક્યા કે,  તેમણે મીડિયાને મેંગો માર્કેટ સિવાય કોઈપણ સવાલોના જવાબ આપવાની તૈયારી ન બતાવી.

આ કાર્યક્રમ દરમિયાન બિજલ પટેલ મીડિયાથી એવા તે ભડક્યા કે,  તેમણે મીડિયાને મેંગો માર્કેટ સિવાય કોઈપણ સવાલોના જવાબ આપવાની તૈયારી ન બતાવી.

  • Share this:
અમદાવાદ : રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગર પાલિકાના સંયુક્ત સાહસથી અમદાવાદના જીએમડીસી ખાતે મેંગો માર્કેટનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ઉદ્ઘાટન માટે અમદાવાદ શહેરના મેયર બિજલ પટેલ  મેંગો માર્કેટ પહોચ્યા હતા. પરંતુ આ કાર્યક્રમ દરમિયાન બિજલ પટેલ મીડિયાથી એવા તે ભડક્યા કે  તેમણે મીડિયાને મેંગો માર્કેટ સિવાય કોઈપણ સવાલોના જવાબ આપવાની તૈયારી ન બતાવી.

બિજલ પટેલને પૂછવામાં આવ્યું કે, શું અમદાવાદમાં કેસ બદલાવા પાછળ કારણ અમદાવાદના બદલાયેલા કમિશનર છે? આ સવાલ સામે મેયર બિજલ પટેલ ભડકી ગયા અને કહ્યું કે, મેંગો માર્કેટ સિવાય તેઓ કોઈપણ સવાલનો જવાબ નહીં આપે. એક તરફ અમદાવાદમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે અમદાવાદમાં પ્રથમ નાગરિક તરીકે મેયર બિજલ પટેલે કેટલી જવાબદારી સ્વીકારી છે તે અમદાવાદીઓને ખબર છે. આજે બીજી વાર મેયર બિજલ પટેલ ઘરની બહાર નીકળ્યા છે અને તેમણે રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત સરકારી કાર્યક્રમનું ઉદઘાટન કર્યું છે.આવા કપરા સમયમાં બિજલ પટેલે કોરોના વાયરસ લઈને અમદાવાદ પરિસ્થિતિ અંગે પણ જવાબ આપવાનું ટાળ્યું હતું અને કમિશનર વિજય નેહરા અને તેમની બદલીની વાત સાંભળીને તેઓ ભડકી ઉઠયા હતા. એ વાત સૌ કોઈ જાણે છે કે, વિજય નહેરા અને બિજલ પટેલ વચ્ચે વિખવાદ હતો. કેટલાક લોકો તો આક્ષેપ કરી રહ્યા છે કે, બિજલ પટેલને કારણે જ વિજય નહેરાને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા છે. તેવામાં મેયરનું બેજવાબદારીભર્યું વર્તન ઘણું બધું કહી જાય છે.

અમદાવાદ ના કોરોના વાયરસ ના 310 કેસ વચ્ચે મેયર કેટલી વાર સિવિલ પહોચ્યા ?

અમદાવાદ મહાનગરપાલિકાની જવાબદારી છે કે, અમદાવાદ શહેરની સ્થિતિ કોરોનાની મહામારી વચ્ચે સારી રહે. આવામાં અમદાવાદમાં 310 કેસ હોવા છતાં અમદાવાદમાં પ્રથમ નાગરિક કેટલી વાર કઈ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા છે તે પણ અહીં સવાલ ઊભા થઈ રહ્યા છે. કમિશ્નરના સવાલ સામે ભડકેલા મેયર બિજલ પટેલ કંઈપણ કહેવા તૈયાર નહોતા. મીડિયા પાસે જે સવાલો છે તે સવાલોના જવાબ પણ નથી મળ્યા. સોશિયલ મીડિયા પર ટ્વિટર શરૂ થયું છે તે અંગે પણ બિજલ પટેલે કંઈપણ કહેવાનું ટાળ્યું હતું. એટલું જ નહીં કોરોના વાયરસ લઈને અમદાવાદની પરિસ્થિતિ અંગે પણ સવાલ કરતા માત્ર મેંગો માર્કેટ માં વિશે જ વાત કરીશ તેવું તેમણે જણાવ્યું હતું. તે સ્પષ્ટ જણાવે છે કે માત્ર સરકારી કાર્યક્રમોમાં જ મેળ બિજલ પટેલને રસ છે. અન્ય સવાલોના જવાબમાં નહીં કે પછી અમદાવાદની પરિસ્થિતિ અંગે જાણકારી આપવામાં કોઇ રસ નથી.

મેંગો માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

અમદાવાદના જીએમડીસી ખાતે યોજાયેલા મેગો માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ જોવા મળ્યો. અહીના કોઈ  વેપારીએ હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ પહેર્યા ન હતા કે ના તો આવનાર ગ્રાહકોને પૂછાતું  હતું કે, તેમણે માસ્ક કેમ નથી પહેર્યું. મેયર બિજલ પટેલની હાજરી વચ્ચે આવનાર તમામ લોકોના થર્મલ સ્ક્રીનીંગથી ટેસ્ટ કરવામાં આવતા હતા અને તેમને હાથમાં સેનિટાઇઝર પણ આપવામાં આવતું હતું. પરંતુ હકીકત એ હતી કે  મેંગો માર્કેટ માં પહોંચવા માટે જે ગેટ બનાવાયો છે ત્યાંથી લોકો જતાં જ નહોતા એ સિવાય અન્ય ગેટ પરથી સરળતા રહે તે માટે જીએમડીસી મેદાન સુધી પહોંચતા હતા. જે સવાલ ઉઠાવે છે કે, આ કેરીનું વેચાણ કોરોના વાયરસનું આગામી સમયમાં એપી સેન્ટર તો નહિ બને ને?

આ પણ વાંચો - વધુ ટેસ્ટ કરાવીશું તો કુલ વસ્તીના 70% લોકો પોઝિટિવ આવી શકે છે : રાજ્ય સરકારની હાઇકોર્ટમાં રજૂઆત

રાજ્ય સરકારમાં પોસ્ટર વોરથી રાજકારણ

અમદાવાદ મહા નગર પાલિકા અને રાજ્ય સરકાર ના આ કાર્યક્રમમાં મેંગો માર્કેટ માટે જે પ્રવેશ દ્વાર બનાવાયો હતો તેની પર માત્ર ને માત્ર મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ જોવા મળ્યા હતા.અહી હમેશાંની જેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભૂલાયા હતા.

આ પણ જુઓ - 
First published:May 26, 2020, 14:12 pm

ટૉપ ન્યૂઝ