અમદાવાદ : મહિલાને મેટ્રિમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધવું ભારે પડ્યું, 65,000 રૂપિયાની ઠગાઈ

અમદાવાદ : મહિલાને મેટ્રિમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધવું ભારે પડ્યું, 65,000 રૂપિયાની ઠગાઈ
પ્રતિકાત્મક તસવીર

લગ્ન કરી અને વિદેશમાં સેટલ થવા માંગતી મહિલાને અતુલ શર્મા નામના વ્યક્તિની પ્રોફાઇલમાંથી રિક્વેસ્ટ આવી અને ત્યારબાદ અતુલનામના કથિત ઠગે મોકલાવી એક ગિફ્ટ

  • Share this:
અમદાવાદ :  ટેકનોલોજીનો વ્યાપ બધા હવે લોકો ધીમે ધીમે હાઇટેક થતા જાય છે. જો કે બીજી તરફ કેટલાક લોકો તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે અને નવી નવી મોડેસ ઓપરેન્ડીથી સાઇબર ક્રાઇમને (Cyber Crime) કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી તો જાણે એવું લાગી રહ્યું છે કે ગઠિયાઓએ સાઇબર ક્રાઇમને પોતાનો કાયમી વ્યવસાય બનાવી દીધો છે. અમદાવાદ (Ahmedabad0 શહેરની એક મહિલાને મેટ્રોમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધવાની ભારે પડ્યું છે. મહિલાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં (Ranip Police Station) પોલીસ ફરિયાદ આપી છે કે તેમણે જીવન સાથે શોધવા માટે મેટ્રોમોનિયલ સાઇટ (Marti Monial Site) પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં અતુલ શર્મા નામની વ્યક્તિનો તેમને મેસેજ આવ્યો હતો. મહિલાએ અતુલ શર્માનો પ્રોફાઈલ પિક્ચર જોયું અને પોતે મૂળ ભારતીય પરંતુ હાલમાં યુકેમાં વસવાટ કરતો હોવાથી તેને પ્રોફાઇલમાં ઇન્ટરેસ્ટ વ્યક્ત હતો.

ત્યારબાદ બંને ફોનથી વાતચીત કરી હતી અને અતુલે મહિલા સાથે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. અને યુ.કે થી મહિલા માટે એક ગિફ્ટ મોકલવાનો પણ કહ્યું હતું. કેટલાક દિવસ બાદ મહિલાના મોબાઇલ ફોન પર એરપોર્ટ ચેકિંગ પરથી સોનિયા શર્મા નામની યુવતી નો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે તેમનો પાર્સલ આવ્યું છે.આ પણ વાંચો :  રાજ્યમાં કોરોનાના 1115 નવા કેસ, 1305 દર્દીઓ સાજા થયા, 8 દર્દીઓના મોત

જેમાં currency ચેન્જ કરવાના અને ટેક્સ ના ચાર્જ પેટે રૂપિયા 65,000 ભરવાના છે. તેમ કહીને ફરિયાદી મહિલા ને એકાઉન્ટ નંબર આપ્યું હતું. જેથી મહિલાએ બેંકમાં જઇ આર.ટી.જી.એસ મારફતે રૂપિયા 65,000 ટ્રાન્સફર કર્યા હતા. જો કે બીજે દિવસે સોનિયા શર્મા નો ફરી ફોન આવ્યો હતો અને ફરિયાદી મહિલાના બેંક એકાઉન્ટની ડીટેલ્સ માગી હતી.

મહિલાને શંકા ગઈ હતી કે પોતાની સાથે છેતરપિંડી થયેલ છે. જેથી તેને તરત જ બેંકનો સંપર્ક કર્યા બાદ સમગ્ર બનાવની જાણ પોલીસને કરી હતી અને પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :  સુરતની હ્રદય દ્વાવક ઘટના : 2.5વર્ષના બ્રેઇનડેડ જશના અંગોનું પરિવારે કર્યુ દાન,7 બાળકોને મળી નવી જિંદગી

આમ મેટ્રિમોનિયલ સાઇટ પર પ્રોફાઇલ ધરાવતી અને લગ્ન કરવા માંગતી યુવતીઓ માટે આ કિસ્સો ચેતવણીરૂપ સમાન છે. કારણ કે ઠગ દ્વારા હવે રૂપિયા ખેખેરવાનો નવો કીમિયો શોધી લેવામાં આવ્યો છે. જોકે, આ કિસ્સાનો બહોળો પ્રસાર થાય તો અન્ય ભોગ બનનાર મહિલાઓ પણ સામે આવી શકે અને આ એક સુચારું કૌભાંડ હોય તેવી આશંકા છે.
Published by:Jay Mishra
First published:December 18, 2020, 07:11 am

ટૉપ ન્યૂઝ