અમદાવાદ: શહેરમાં રહેતી એક પરિણીતા છેડતીનો ભોગ બની છે. આ યુવતીના ઘરમાં તેના ભાઈના લગ્નનો પ્રસંગ (Marriage function) હોવાથી સાસરેથી પિયરમાં આવી હતી. પરિણીતા અને પરિવારના સભ્યો (Family) ભાઈના લગ્નનું મુહૂર્ત કઢાવવા માટે ગયા હતા. આ દરમિયાન પરિણીતા એક દુકાનેથી સેવ-મમરાનું પેકેટ લઈ તેના દાદાને ત્યાં જઈ રહી હતી ત્યાં એક યુવક હાજર હતો. આ યુવક પરિણીતાને ઘરમાં ખેંચી ગયો હતો. યુવતી કંઈ સમજે તે પહેલાં યુવકે તેણીને બાહુપાશમાં ઝકડી લીધી હતી અને શારીરિક અડપલાં (Woman molestation) શરૂ કરી દીધા હતા. યુવતીએ પોતાને મુક્ત કરાવવા યુવકને પગમાં લાત મારીને ત્યાંથી ભાગી ગઈ હતી. જે બાદમાં યુવતીનો પરિવાર લગ્નની તૈયારી કરવાને બદલે પોલીસ સ્ટેશન (Police station) પહોંચ્યો હતો અને આ મામલે ફરિયાદ આપી હતી. (આ પણ વાંચો: અમદાવાદ: 'તમે ખોટા પૈસા ઉઘરાવો છો'- માસ્ક ન પહેરનાર પાંચ લોકોની પોલીસ સાથે બબાલ)
બનાવની વિગતે વાત કરીએ તો શહેરના ઠક્કરનગરમાં સાસરિયામાં રહેતી 29 વર્ષીય યુવતીના ગોમતીપુર ખાતે રહેતા ભાઈના લગ્ન હતા. આથી તેણી સાસરેથી ગોમતીપુર આવી હતી. જે બાદમાં પરિવાર લગ્નનું મુહૂર્ત કઢાવવા માટે ગયો હતો. યુવતીના માતાપિતા સહિતના લોકો અન્ય સંબંધી પાસે જતા હતા ત્યારે આ યુવતી તેના દાદાના ઘરે જતી હતી. આ સમયે જ ત્યાં એક યુવક નજર બગાડીને તેણીને બળબજરીથી ખેંચીને એક ઘરમાં લઈ ગયો હતો. અચાનક બનેલી આ ઘટનાને લીધે યુવતી એટલી ડરી ગઈ હતી કે બૂમો પણ પાડી શકી ન હતી. ઘરમાં લઈ ગયા બાદ યુવકે યુવતીને બાહુપાશમાં ઝકડી લીધી હતી અને તેણીના અંગો પર સ્પર્શ કરવા લાગ્યો હતો.
" isDesktop="true" id="1067268" >
યુવતીએ બચવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ યુવક વાસનામાં ખોવાઈ ગયો હતો. આખરે યુવતીએ આ બદમાશને પગમાં લાત મારતા યુવક થોડો ખસી ગયો હતો અને તેમી ત્યાંથી ભાગવામાં સફળ રહી હતી. યુવતીએ આ અંગે પરિવારને વાત કરી હતી. જે બાદમાં યુવતીના પરિવારજનો આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પોલીસ પહોંચ્યાં હતાં. પરિવારે અમિત પટણી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે બાપુનગર પોલીસે આઈપીસી-354 મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.