Home /News /madhya-gujarat /

અમદાવાદ: પતિને વિદેશ જવાના થયા અભરખા, પત્નીને પિયર છોડીને કહ્યું, 'પરીક્ષા પાસ કરી પૈસા લઈ આવજે'

અમદાવાદ: પતિને વિદેશ જવાના થયા અભરખા, પત્નીને પિયર છોડીને કહ્યું, 'પરીક્ષા પાસ કરી પૈસા લઈ આવજે'

બીજા દિવસે સસરાએ યુવતીને નોકરી ચાલુ કરવાનું જણાવ્યું હતું. (પ્રતીકાત્મક તસવીર)

Ahmedabad News: સસરિયાઓ અવારનવાર દહેજ દાગીના માટે ત્રાસ આપતા હતા.

અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતી એ એના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીનો આક્ષેપ છે કે, લગ્ન બાદ પહેલા દિવસથી જ તેના સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. લગ્નમાં આવેલા દાગીના તથા રોકડા સાસુએ લોકરમાં મૂકી દીધા હતા અને સસરાએ બીજે દિવસથી નોકરી કરવાનું કહ્યું હતું. એટલું જ નહીં, વિદેશ જવા માટે તેના પતિને અભરખા થયા હતા જેથી તેને પિયરમાં મૂકી આવ્યો હતો અને બાદમાં વિદેશ જવા માટે આઈ.એલ.ટી.એસની પરીક્ષા આપી પૈસા લઈને આવવા માટે કહેતા યુવતીએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના સોલા વિસ્તારમાં રહેતી ૨૭ વર્ષીય યુવતી તેના માતા-પિતા ભાઈ ભાભી સાથે એકાદ વર્ષથી પિયરમાં રહે છે. આ યુવતીના લગ્ન વર્ષ 2020માં થલતેજ ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ આ યુવતી તેના સાસરે ગઈ હતી. લગ્નના પ્રથમ દિવસે જ આ યુવતીની સાસુએ 2.50 લાખના દાગીના તથા રોકડા બેંકના લોકરમાં મૂકવાનું જણાવી તેની પાસેથી લઈ લીધા હતા અને બીજા દિવસે સસરાએ યુવતીને નોકરી ચાલુ કરવાનું જણાવ્યું હતું. જેથી યુવતીએ નોકરી ચાલુ કરી હતી. ત્યારે વર્ક ફ્રોમ હોમ ચાલતું હતું અને આ યુવતીનો પગાર 25,000 રૂપિયા હતો.

ત્યારબાદ ત્રણ ચાર મહિના પછી યુવતીના પતિએ તેને અન્ય આઇટી કંપનીમાં નોકરીએ લગાડી હતી. જેનો પગાર 30,000 રૂપિયા હતો જે તમામ પગાર આ યુવતીનો પતિ લઈ લેતો હતો. આ સમય બાદ યુવતીના સાસુ-સસરા તેને મહેણા મારતા કે, તું તારા લગ્ન વખતે માતા-પિતાને ત્યાંથી કાંઈ લાવી નથી ઘરમાં શાંતિથી રહેવું હોય તો તારા પિતાના ધંધામાં તારો હિસ્સો માંગી લે અને પિયરમાંથી વધારે સોનું લઇ આવ.

આ પણ વાંચો - અમદાવાદનો આ આરોપી માત્ર પુરુષોનો જ ફોન ચોરતો, ચોંકાવનારું છે કારણ

યુવતી આ અંગે ના પાડે તો તેનો પતિ તેને માર મારતો હતો. તેમ જ ત્રાસ આપી સાસરિયાઓએ તેને સમયસર જમવાનું પણ આપતા નહોતા. હોળી દરમ્યાન આ યુવતી તેના ભાભી તથા ફોઈ પાસે ગઈ હતી, ત્યારે તેણે તેના સાસરે થતા ત્રાસ બાબતે વાત કરી હતી અને બાદમાં સાસુને કહ્યું હતું કે, હું તમારો ત્રાસ હવે સહન કરીશ નહિ મારા ભાભી અને ફોઈને બધું જણાવી દીધું છે. તેથી તેઓને ત્યાં તેની સાસુએ બોલાવતા તેઓની સાથે ઝઘડો કર્યો હતો.

આ પણ વાંચો - અમદાવાદ : પેટ્રોલના ભાવ વધારાથી કંટાળી તમે e vehicle ખરીદવાનું વિચાર્યું છે? ધ્યાન રાખજો નહીં તો...

બાદમાં 2021માં યુવતીનો પતિ તેના પિયરમાં મૂકી ગયો હતો અને આઈ.એલ.ટી.એસ ની પરીક્ષા આપી સારા બેન્ડ સાથે પાસ થઇને કેનેડા જવા માટે પૈસા લઈને આવજે નહિતર આવતી નહીં તેમ કહી જતો રહ્યો હતો. અનેકવાર બન્ને પક્ષનાં સમાજના લોકો દ્વારા સમાધાન માટે પ્રયાસ કર્યા હતા. પરંતુ આ બાબતે લઈને સાસરિયાઓએ ત્રાસ શરૂ રાખતા યુવતીએ આખરે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર બાબતને લઇને તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Domestic violence, Married woman, અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર