અમદાવાદની પરિણીતા પર દુષ્કર્મ, આરોપી એક રાજકીય પક્ષનો કાર્યકર્તા


Updated: January 27, 2020, 5:39 PM IST
અમદાવાદની પરિણીતા પર દુષ્કર્મ, આરોપી એક રાજકીય પક્ષનો કાર્યકર્તા
પ્રતિકાત્મક તસવીર

એક દિવસ મહિલા લાઇબ્રેરીમાં એકલી હતી ત્યારે ગોપાલ મહિડા ત્યાં ધસી ગયો હતો અને મહિલા પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.

  • Share this:
અમદાવાદ : એક રાજકીય પક્ષના કાર્યકર્તા સામે વાડજ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. આ કાર્યકર્તાએ એક પુત્રની માતા એવી 42 વર્ષીય મહિલાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપી જાણે કે કોઇ મોટી ગેંગનો સભ્ય હોય તેમ માત્ર વાડજ પોલીસ જ નહીં પરંતુ અન્ય પોલીસ પણ તેને શોધવામાં લાગી ગઇ છે, હાલ આરોપી ફરાર છે.

મહિલા એક કોલેજમાં લાઇબ્રેરિયન તરીકે નોકરી કરે છે તેમજ પોતાના પતિ અને બાળક સાથે રહે છે. પરિણીતા એક વખત કોઈ કોલેજની પરીક્ષામાં સુપરવાઇઝર તરીકે ગઇ હતી. જ્યાં તેની ગોપાલ મહિડા સાથે મુલાકાત થઇ હતી. ગોપાલ મહિડાએ પોતે જીએલએસ કોલેજમાં ભણતો હોવાની ઓળખ આપી હતી અને પોતે એનએસયુઆઇનો કાર્યકર્તા હોવાનું જણાવ્યું હતું.

આ મુલાકાત બાદ બંને એકબીજાની નજીક આવ્યા હતા. દરમિયાનમાં યુવતીને તેના પતિ સાથે ઝઘડો થતાં તે આ ગોપાલ સાથે તમામ વાતો શેર કરતી હતી. સમયજતાં તેના અને ગોપાલ વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા હતા. આ દરમિયાન ગોપાલે તેની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, મહિલા પોતે પરિણીત હોવાથી અને તેને 17 વર્ષનો દીકરો હોવાથી લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો.

એક દિવસ મહિલા લાઇબ્રેરીમાં એકલી હતી ત્યારે ગોપાલ મહિડા ત્યાં ધસી ગયો હતો અને મહિલા પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. આવું એકવાર નહીં પણ અનેકવાર કર્યું હતું. એક દિવસ ગોપાલ જીએલએસ કોલેજથી નીકળી મહિલાના ઘરે પણ પહોંચી ગયો હતો અને તેના પતિને બીભત્સ ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.

આખરે મહિલાએ કંટાળીને પોલીસની મદદ લીધી હતી. જે બાદમાં પોલીસે ગોપાલની શોધખોળ શરૂ કરી હતી.
First published: January 27, 2020
વધુ વાંચો
अगली ख़बर