Home /News /madhya-gujarat /

અમદાવાદ: 'પિયરથી પરત આવે ત્યારે પૈસા લેતી આવજે, નહીં તો ત્યાં જ મરી જજે,' પરિણીતાનો આપઘાત

અમદાવાદ: 'પિયરથી પરત આવે ત્યારે પૈસા લેતી આવજે, નહીં તો ત્યાં જ મરી જજે,' પરિણીતાનો આપઘાત

પ્રતીકાત્મક તસવીર

Ahmedabad domestic violence case: ગઈ તારીખ 25 જાન્યુઆરીના રોજ બપોરે ગઝાલાબાનુ તેમના પિતાના ઘરે આવી હતી અને કહ્યું હતું કે તેના પતિ તેને હેરાન કરે છે.

અમદાવાદ: શહેરના શાહઆલમ વિસ્તારમાં રહેતી પરિણીતાએ અનાજમાં નાખવાની ગોળીઓ ખાઈ આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. સમગ્ર મામલે મૃતકના પિતાએ તેના જમાઈ (Son in-laws) વિરુદ્ધ દાણીલીમડા પોલીસ સ્ટેશન (Dani Limda police station)માં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. ભદ્ર વિસ્તારમાં ખાસ બજાર ખાતે રહેતા શોકતખાન મોહંમદખાન પઠાણે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમની મોટી દીકરી ગઝાલાબાનુના લગ્ન 10 વર્ષ પહેલા એઝાઝખાન ગુલબાઝખાન પઠાણ સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. તેના લગ્નજીવન (Marriage life) દરમિયાન સંતાનમાં બે બાળકો થયા હતા.

લગ્ન બાદ વાર-તહેવારે પિયરમાં આવતી ગઝાલાબાનુ તેની માતાને કહેતી હતી કે તેને તેના પતિ દ્રારા નાની નાની બાબતોમાં મ્હેણા-ટોંણા મારી પરેશાન કરવામાં આવે છે. 'તારા માતાપિતાએ તને કોઈ કામ શીખવ્યું નથી,' તેવા ટોંણા મારી માનસિક રીતે હેરાન કરવામાં આવતી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: 'દિવાળીનું શું છે? ધંધો કરવો હોય તો પૈસા આપવા પડશે,' યુવતી સહિત બે નકલી પત્રકારો ઝડપાયા

ગઈ તારીખ 25 જાન્યુઆરીના રોજ બપોરે ગઝાલાબાનુ તેમના પિતાના ઘરે આવી હતી અને કહ્યું હતું કે તેના પતિ તેને હેરાન કરે છે. તેઓ કહે છે કે, 'મારે ધંધો કરવો છે. તું તારા પિતાના ઘરેથી પરત આવે ત્યારે પૈસા લેતી આવજે અને જો રૂપિયા લાવવા ન હોય તો ત્યાં જ મરી જજે.' આમ કહી પૈસા માટે દબાણ કર્યું હોવાની વાત કરી હતી. જેથી તેના પિતાએ તેનો ઘર સંસાર બગડે નહીં તે માટે સમજાવીને સાસરીમાં મોકલી આપી હતી.

આ પણ વાંચો: સુરત હનીટ્રેપ કેસ: લોન લેવાનું કહીને એજન્ટની ઘરે બોલાવ્યો, મીઠી વાતો કરી ફોટો ક્લિક કરી લીધા

દરમિયાન ગત 27 જાન્યુઆરીના રોજ ગઝાલાબાનુએ તેની સાસરીમાં અનાજમાં નાખવાની ગોળીઓ ખાતા તેનું મોત નિપજયું હતું. જેથી તેના પિતાએ જમાઈ એઝાઝખાન વિરુદ્દ દુષ્પ્રેરણાની ફરિયાદ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: વલસાડ: લગ્ન મંડપમાં પીઠી ચોળવાની વિધિ ચાલી હતી અને પોલીસ ત્રાટકી, શિક્ષક વરરાજાની ધોલાઈ!

રાજકોટની પરિણીતાએ ગટગટાવી હતી દવા

બે દિવસ પહેલા શહેરના મહિલા પોલીસ મથકમાં (woman police station) એક પરિણીતાએ પોતાના સાસરિયા વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ (domestic violence) તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પતિએ તેને કહ્યું હતું કે, તું મારા ઘરમાં જોઈએ જ નહીં તેમ કહી મને ઘરમાંથી કાઢી મૂકી હતી. કડવાં વેણથી કંટાળીને હું ઉંદર મારવાની દવા પણ ગટગટાવી ગઈ હતી. મહિલા પોલીસ મથકમાં પરિણીતાના પતિ નિલેશભાઈ સાસુ ભારતીબેન સસરા ધનજીભાઈ વિરુદ્ધ આઈપીસીની કલમ 498 (ક), 323, 504, 114 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Ahmedabad police, Domestic violence, Husband, Wife, અમદાવાદ, ગુનો, પોલીસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन