પુત્રવધુએ AC ચાલુ કર્યું તો સસરાએ રિમોટના સેલ કાઢી નાખ્યાં, જાણો પછી શું થયું?


Updated: January 22, 2020, 9:04 AM IST
પુત્રવધુએ AC ચાલુ કર્યું તો સસરાએ રિમોટના સેલ કાઢી નાખ્યાં, જાણો પછી શું થયું?
પ્રતિકાત્મક તસવીર

પતિ રાત્રે બે ત્રણ વાગ્યે આવે ત્યાં સુધી પત્નીને રાહ જોવાની ફરજ પાડવામાં આવતી સાસરિયાઓએ ત્રાસ ગુજારતા આખરે પરિણીતાએ પોલીસ ફરિયાદ કરી.

  • Share this:
અમદાવાદ : શહેરનાં પથ્થરકુવા વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેણે આક્ષેપ કર્યો છે કે તેના સાસરિયાઓ નાની નાની બાબતોમાં મહેણાં મારી તેને ત્રાસ આપતા હતા. એક દિવસ તેના પુત્રને વાલ્વની તકલીફ હોવાથી મહિલાએ એસી ચાલુ કર્યું હતું. પણ સસરાએ એસી બંધ કરી દઇ રિમોટનાં સેલ કાઢી નાખ્યા હતા. હાલ તો મહિલાએ સાસરિયાઓ સામે કારંજ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પથ્થરકુવા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય મહિલાના 2016માં લગ્ન થયા હતા. હાલ તેને બે વર્ષનું બાળક પણ છે. લગ્નના એકાદ માસ બાદ મહિલાની સાસુ અને નણંદે તેને નાની નાની બાબતોમાં મહેણાં મારી ત્રાસ આપતા હતા. મહિલાનો પતિ પણ તેને ત્રાસ આપતો હતો. મહિલાનો પતિ રોજ રાત્રે બે-ત્રણ વાગ્યે ઘરે આવતો હતો અને તે ન આવે ત્યાં સુધી મહિલાને જાગવાની પણ ફરજ પાડતો હતો. જો તે ન જાગે તો પતિ તેની સાથે અડધી રાત્રે ઝઘડા કરતો હતો. એક દિવસ મહિલાને પિયર જવું હતું પણ પતિએ જઘડો કરી તેને ના પાડી દીધી હતી. જેથી મહિલાએ તેના પિતાને જાણ કરતા તેનો ભાઇ તેને લેવા આવ્યો હતો પણ મહિલાને તેના પતિએ રૂમમાં પૂરી દીધી હતી.

આ પણ વાંચો : પ્રેરણાત્મક કિસ્સો : અમદાવાદનાં વિદ્યાર્થીએ JEEમાં મેળવ્યાં 99.86 પર્સેન્ટાઇલ, માતાપિતાની મહેનત રંગ લાવી

આટલું જ નહિ, મહિલાને તેના નાના બાળકને વાલ્વની બીમારીને લીધે શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી એસી ચાલુ કરતા સસરાએ આવીને એસી બંધ કરી રિમોટનાં સેલ કાઢી નાખ્યા હતા. સસરાએ ટીવી પણ બંધ કરી મેઇન સ્વીચો બંધ કરી દીધી હતી. જે બાદ તેને ખખડાવીને કહ્યું કે, નવાબનાં ઘરમાંથી આવી છે. તેવા મહેણા માર્યા હતા. મહિલા એક દિવસ પિયરમાં ગઇ ત્યારથી પતિએ તેની અને બાળકના ઓપરેશન બાબતે ચિંતા ન કરી ખબર અંતર પણ ન પૂછતા આખરે મહિલાએ કંટાળીને કારંજ પોલીસસ્ટેશનમાં સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.F
First published: January 22, 2020
વધુ વાંચો
अगली ख़बर