અમદાવાદ : અમદાવાદનાં નવરંગપુરા ખાતે આવેલા પોશ વિસ્તારમાં રહેતી મહિલાને સાસરીયાએ ત્રાસ આપવાની ઘટના સામે આવી છે. નવરંગપુરામાં રહેતી અને શિક્ષિત મહિલાને સાસરીયા તરફથી ભારે માનસિક અને શારીરિક ત્રાસનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ કિસ્સામાં પરિણીતાએ નવરંગપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાવી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે, મહિલાનું લગ્ન એકાદ વર્ષ પહેલા ઝાલોદ ખાતે થયું હતું. જે બાદ પરિણીતા તેના પતિ સાથે અમદાવાદમાં રહેવા આવી હતી. લગ્નનાં એક મહિના સુધી તેમના સાસરીયાએ સારી રીતે રાખી હતી. પરંતુ ત્યાર બાદ તેમની માંગણીઓ શરૂ થઇ ગઇ હતી. સાસરિયાઓએ પતિ માટે એક્ટિવા પિયરમાંથી લેતી આવ તેવું કહ્યું હતું. પરંતુ પતિ પાસે બાઈક હોવાથી તેને સાસુ જણાવ્યુ હતુ કે, હાલ કોઈ જરુર નથી. આ પ્રકારનાં ઝગડા સાસુ, સસરા અને પતિએ મહિલા સાથે અવાર નવાર કરવાના ચાલુ કર્યા હતા.
મહિલા સાયકોલોજી ભણેલી હોવાથી સાસરીયા તેને અવારનવાર સંભળાવતા હતા કે, તે સાયકોલોજી કરેલુ છે જેના કારણે તુ ગાંડાની માફક રહે છે. ઘરનાં કામ કાજ તને આવડતા નથી. સાસરિચાનાં ત્રાસથી કંટાળીને મહિલાએ પિયરમાં વાત કરી હતી. પિયર પરિવારે મહિલાને સમજાવી હતી કે, સમય જતા બધુ સારું થઈ જશે, પરંતુ તેમ થયુ ન હતુ. મહિલા જ્યારે ગર્ભવતી ત્યારે પણ તેની સાથે સાસરીયા મારઝુડ કરતા હતા અને એક્ટિવાની સાથે રુપિયા પંદર લાખ તેમજ લેપટોપ પણ મંગાવી આપવાની માંગણી કરી હતી.
આ સમગ્ર હકિકત પિયરમા જણાવી ત્યારે તેના પિયરવાળાએ પોલીસમાં ફરીયાદ કરવા જણાવ્યું હતુ. હાલ તો નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પરંતુ સવાલએ છે કે, 21મી સદીમાં પણ દરેક ધર્મ જ્ઞાતિમાં દહેજનું દુષણ જોવા મળી રહ્યુ છે. જેના કારણે અનેક મહિલાઓ ભોગ બનતી હોય છે. હવે આ દુષણ સંપુર્ણ ક્યારે નાબુદ થશે તે જોવાનુ રહ્યુ.
આ વીડિયો પણ જુઓ :
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર