Home /News /madhya-gujarat /

'હું શાંતિથી જમી પણ નથી શકતો સુઈ પણ નથી શકતો,' અમદાવાદના આધેડે હૃદયદ્વાવક સુસાઇડ નોટ લખી કર્યો આપઘાત

'હું શાંતિથી જમી પણ નથી શકતો સુઈ પણ નથી શકતો,' અમદાવાદના આધેડે હૃદયદ્વાવક સુસાઇડ નોટ લખી કર્યો આપઘાત

આધેડની ફાઇલ તસવીર

Ahmedabad news: વસ્તુઓ ખરીદવા માટે મિત્રને લોન અપાવી અને મિત્રે લોનના રૂપિયા ભરપાઈ ન કરતા અંતે ઉઘરાણીથી કંટાળીને આધેડ વયની વ્યક્તિએ આત્મહત્યા કરી છે.

અમદાવાદ: શહેરના (Ahmedabad News) વેજલપુર વિસ્તારમાં એક વ્યક્તિને મિત્રતા નિભાવવી ભારે પડી છે. પોતાના નામે કેટલીક વસ્તુઓ ખરીદવા માટે મિત્રને લોન અપાવી અને મિત્રે લોનના રૂપિયા ભરપાઈ ન કરતા અંતે ઉઘરાણીથી કંટાળીને આધેડ વયની વ્યક્તિએ આત્મહત્યા (Suicide) કરી છે. જે બાદ દંપતી વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલ વણકરવાસમાં મહેન્દ્રકુમાર ગોહેલે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જોકે તેમના પર્સમાંથી મળેલી સુસાઇડ નોટના આધારે પોલીસે યોગેશ શુક્લા અને તેની પત્ની વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. આ દંપતીએ મૃતકના નામે લોન લઈને છેલ્લા બે મહિનાથી હપ્તા નહિ ભરતા બેંકની ઉઘરાણીથી કંટાળી તેમણે આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો - મોદી અને મોરેશિયસના પીએમ કરશે રોડ શો, 3 વાગ્યા બાદ આ માર્ગો રહેશે બંધ

મૃતકના પર્સમાંથી મળી આવેલી સુસાઇડ નોટમાં તેમણે લખ્યું છે કે, યોગેશ શુક્લા અને તેની પત્નીએ મળીને મારી પાસેથી અલગ અલગ વસ્તુની લોન લઈ મારી સાથે છેતરપિંડી કરી છે. છેલ્લા બે મહિનાથી બેંકનો હપ્તો ભરતા નથી તેના કારણે બેન્કોવાળા મારા ઘરે આવીને ઉઘરાણી કરે છે. જેથી હું કંટાળી ગયેલ છું અને હું શાંતિથી જમી પણ શકતો નથી સુઈ પણ શકતો નથી. ઉપરોક્ત વ્યક્તિને કારણે મારા સુખી સંસારમાં આગ લાગેલ છે. ઉપરોક્ત વ્યક્તિને કારણે મારી જિંદગી બરબાદ થઈ ગયેલ છે. મારા ડોક્યુમેન્ટ તેના મોબાઇલમાં છે તથા મારી બેંકના ક્રેડિટ કાર્ડ પણ તેની પાસે છે. આ મહિનાની પગાર પણ તેને ઉઠાવી લીધેલ છે. હવે મારાથી સહન થતું નથી જેથી હું આત્મહત્યા કરું છું. યોગેશ શુક્લા તથા તેની પત્નીને એવી સજા કરાવશો કે, જેથી કરીને તે મારા જેવા ભોળા તથા નિર્દોષ લોકોને આવી રીતે છેતરપિંડી કરે નહીં.

આ પણ વાંચો - Husband Wife: પત્નીએ ખાનગી દવાખાનામાં સારવાર કરાવી તો પતિ થયો ગુસ્સે અને...

હાલ માં પોલીસે ફરિયાદ દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. દંપતી વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, આપઘાત, ગુજરાત

આગામી સમાચાર