Home /News /madhya-gujarat /

અમદાવાદ : વરસાદમાં યુવતી પર કાદવ ઉડાવતા થયો ઝઘડો, યુવકે આપી જાનથી મારી નાંખવાની ધમકી

અમદાવાદ : વરસાદમાં યુવતી પર કાદવ ઉડાવતા થયો ઝઘડો, યુવકે આપી જાનથી મારી નાંખવાની ધમકી

પ્રતિકાત્મક તસવીર

એક યુવતી પર કાદવના છાંટા ઉડાવનારને ઠપકો આપતા આ વાહન ચાલકે ધમકી આપી હતી.

અમદાવાદ : છેલ્લા અનેક દિવસોથી વરસાદે (Monsoon) જોર પકડ્યું છે અને તેના કારણે જ્યાં ત્યાં કાદવ અને પાણી ભરાવવાની સમસ્યાઓ ઉભી થઇ રહી છે. કેટલીક જગ્યાએ આવા કારણોથી ઝગડા પણ થતા હોય છે. ત્યારે એવો જ એક કિસ્સો ખાડીયા (khadia) વિસ્તારમાં બન્યો હતો. એક યુવતી પર કાદવના છાંટા ઉડાવનારને ઠપકો આપતા આ વાહન ચાલકે ધમકી આપી હતી. જેથી યુવતીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

સારંગપુરમાં રહેતી 25 વર્ષીય દેવાંશી ભટ્ટ વકીલાત કરે છે. શનિવારે તે સારંગપુર ચકલા પાસે શાક લેવા નીકળી હતી. શાકભાજી લઈને ચકલેશ્વર મહાદેવ પાસે પહોંચી ત્યારે ત્યાંથી એક ટુ વહીલર પર શખસ નીકળ્યો હતો. તેણે વરસાદ પડયા બાદ કાદવ થઈ જતા આ કાદવ દેવાંશી પર ઉડાડ્યો હતો.

આ પણ વાંચો - રાજકોટ રેલવે જંકશનનાં વિશ્રામગૃહમાં સફાઇ કોન્ટ્રાક્ટર જ રમાડતો હતો જુગાર! છ લોકો ઝડપાયા

જેથી  દેવાંશીબહેને આ યુવકને વાહન સરખું ચલાવવાનું કહેતા તેની સાથે આ યુવકે ઝગડો કર્યો હતો. આટલું જ નહીં તેને આ યુવતીને ધમકી આપી કે, પોલીસ ફરિયાદ કરવી હોય તો કર . ફરિયાદ કરીશ તો તને જીવતી નહિ છોડું.

આ પણ જુઓ - 

જોકે, દેવાંશીબહેને ગભરાયા વગર આ ધમકી આપનાર શખ્સ સામે ખાડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટના સ્થળના સીસીટીવી મેળવી આ યુવકની ઓળખ કરી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો - દ્વારકામાં સર્જાયું કુતૂહલ : મહિલાએ ચાર હાથ અને ચાર પગવાળા નવજાતને આપ્યો જન્મ
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, કળિયુગ, ગુજરાત, ચોમાસુ

આગામી સમાચાર